Botad DySP A. A. Syed car accident 2 killed watch video for details
Anand News: અમદાવાદ વડોદરા હાઈવે પર અડાસ બ્રિજ નજીક ગોઝારો અક્સ્માત. અડાસ બ્રિજ નજીક શેરડીના રસના કોલામાં કાર ધુસી ગઈ. રસ પીવા ઉભેલા સહિત પાંચ લોકો કારની નીચે કચડાયા. બે વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત, ત્રણ વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા
Anand Jilla Panchayat BJP candidate Form Rejected : આણંદ જિલ્લા પંચાયતમાં મોટો ઉલટફેર જોવા મળ્યો. બહુમત ભાજપ હોવા છતાં જિલ્લા પંચાયતમાં કોંગ્રેસના ઉમેદવાર બિનહરીફ વિજેતા બનશે, આખરે આ કેવી રીતે થયું, જુઓ
Rajkot woman ends life over husband affair : રાજકોટમાં પરણેલી આણંદની યુવતીએ લગ્નનાં છ માસનાં ટુંકા ગાળામાં પરસ્ત્રીનાં મોહમાં અંધ બનેલા પતિનાં અને સાસુનાં અસહ્ય ત્રાસથી કંટાળીને મોત વ્હાલુ કર્યું. આ બનાવને લઈને આણંદ ખાતે મૃતકનાં પરિવારે ન્યાયની માંગણી કરી છે
Gujarat Local Body Election 2026 : રાજકારણમાં સંબંધો વિરુદ્ધ સત્તાનો જંગ હંમેશાથી જોવા મળ્યો છે. રાજકારણે અનેકવાર પારિવારિક અને લોહીના સંબંધોને સામસામે લડાવ્યા છે. આવામાં આણંદના તારાપુર નગરપાલિકામાં ભાજપ અને કોંગ્રેસે બે સગા ભાઈઓને ટિકિટ આપી છે, હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એક જ પરિવારના બે ભાઈઓ વચ્ચે રાજકીય જંગ છે
Controversial statement by MP Mitesh Patel in Anand Anklav
Anand News: આંકલાવ ખાતે નાયબ મુખ્યમંત્રીની હાજરીમાં યોજાયેલ સભામાં સાંસદનું વિવાસ્પદ નિવેદન. જિલ્લા સાંસદ મિતેશભાઈ પટેલએ ગ્રાન્ટ મામલે જાહેર સભામાં નિવેદન આપ્યું. આંકલાવ વિસ્તારમાં એક પણ બેઠક કોંગ્રેસ જીતશે તો તેને આપણે ગ્રાન્ટ નહી આપીયે. જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની એક પણ બેઠક કોંગ્રેસ જીતશે તેને ગ્રાન્ટ નહી મળે. હું એક રૂપિયો ગ્રાન્ટ નહી આપવા દઉં.
આણંદ જિલ્લાના વલ્લભવિદ્યાનગરમાં રોઝ સ્પામાંથી 9 રૂપલલના ઝડપાઈ છે. જેમાં બે થાઇલેન્ડની અને સાત ભારતીય સહિત નવ યુવતીઓને ઝડપી પાડવામાં આવી છે. સ્પાની આડમાં દેહ વિક્રયનો વ્યવસાય ચાલતો હતો. આણંદની એસઓજી પોલીસે છાપો મારી સેક્સ રેકેટ ઝડપી પાડ્યું છે. આ સેક્સ રેકેટ મહિલા સહિત બે સંચાલિકાઓ દ્વારા ચલાવવામાં આવતું હતું.
Gujarat Local Body Election 2026 BJP Win: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 15 એપ્રિલે ઉમેદવારી પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે. આવામાં કોંગ્રેસ ચારો ખાને ચિત્ત થઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. ભાજપે હવે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીના ગઢમાં જ ગાબડું પાડીને 25 બેઠકો પર કબજો કરી લીધો છે, જે ગુજરાત કોંગ્રેસની મોટી હાર કહી શકાય
આણંદ જિલ્લાના ઉમેટા માનપુરા રોડ પર ફાર્મ હાઉસમાં ચાલી રહેલી દારૂની મહેફિલ પર મોડી રાત્રે પોલીસ ત્રાટકીને મોટી કાર્યવાહી કરી છે. ફાર્મ હાઉસમાં વડોદરાના જાણીતા બિઝનેસમેનો દ્વારા બિઝનેસ પાર્ટીના બહાને દારૂની મહેફિલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસના દરોડા દરમિયાન ત્રણ મહિલાઓ સહિત કુલ 19 લોકો નશાની હાલતમાં ઝડપાયા છે.
Another case of love jihad in Anand watch video for details
Anand love jihad Case: આણંદ જિલ્લામાં લવ જેહાદ અને સગીરા પર દુષ્કર્મની એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. મહંમદ ઇરફાન શેખ નામના વિધર્મી યુવકે 16 વર્ષની એક સગીર વિદ્યાર્થિનીને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યારબાદ તે સગીરાને એકાંત સ્થળે લઈ ગયો હતો અને ત્યાં તેની સાથે બે વાર દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે ખંભોળજ પોલીસે સખત કાર્યવાહી કરતા આરોપી વિરુદ્ધ પોક્સો (POCSO) એક્ટ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે અને હાલ આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો છે.
Anand Police Success In POCSO cases : પોક્સો કેસમાં દીકરીઓને ન્યાય આપવામાં આણંદ પોલીસ અગ્રેસર બની છે. વર્ષ 2024 ના તમામ 7 કેસોમાં 100 % સજાનો દર હાંસલ થયો, આરોપીઓને આજીવન કેદની સજા ફટકારાઈ
Justice After 10 Years : આણંદની પશુપાલક મહિલાને 10 વર્ષે મળ્યો ન્યાય. 10 વર્ષની લડત બાદ ઈન્શ્યોરન્સ કંપની સામેના કેસમાં જીત. 12 વર્ષ પહેલાં મહિલાની ભેંસનું થયું હતું મોત. વીમા કંપનીએ ભેંસના મોત સમયે ટેગ નહીં હોવાનો દાવો કરીને વીમો નકાર્યો હતો. હાલ 10 વર્ષ કેસ લડ્યા બાદ કોર્ટે વીમા કંપનીને વળતર ચૂકવવા કર્યો આદેશ. 38 હજાર ભેંસની કિંમત સહિત 8 ટકા વ્યાજ અને 20 હજાર ખર્ચ આપવા આદેશ કરાયો
Illegal Immigration : આણંદના પાટીદાર યુવક અને યુવતી અમેરિકા જવાના નામે અઝરબૈઝાનમાં ફસાયા હતા. એજન્ટ દ્વારા વિદેશમાં બંધક બનાવેલા બે યુવક યુવતીને બચાવી લેવાયા. ગૃહ વિભાગ અને વિદેશ મંત્રાલયે ઓપરેશન મહીસાગર કરીને બંને જણાને સલામત રીતે બચાવી લેવાયા
Ahmedabad News:સાણંદમાં પોલીસે હાઇપ્રોફાઇલ દારૂની મહેફિલ પર રેડ કરી છે. નિર્વાના ગ્રીન્સ વિકેન્ડ હોમમાં ચક્રી દારૂની મહેફિલ પર રેડ કરીને પોલીસે 81 જેટલા યુવક-યુવતીઓની અટકાયત કરી છે. હાલ તમામને મેડિકલ ટેસ્ટ માટે લઈ જવામાં આવ્યા છે. પોલીસે હાલ ઘટના સ્થળેથી મુદ્દામાલ કબ્જે કરવાનું શરૂ કર્યું છે.
Gandhinagar News: સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા સૌથી મહત્વની જાહેરાત કરાઈ છે. ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠનની જાહેરાત કરાયા બાદ શહેર અને જિલ્લા ભાજપ સંગઠનના હોદેદારોની જાહેરાત કરવામાં આવી છે. સોમવાર સાંજથી ભાજપ દ્વારા જિલ્લા-શહેર ભાજપ સંગઠનની જાહેરાત કરવાની શરૂઆત કરી છે. દાહોદ, આણંદ જિલ્લા અને જૂનાગઢ શહેર ભાજપ સંગઠનની જાહેરાત કરી દેવામાં આવી છે.
NRI Statue In Village : આણંદમાં ભામાશા તરીકે ઓળખાતા મહેન્દ્ર પટેલ ઉર્ફે મેક દાદાની હયાતીમાં જ 26 ફૂટ ઉંચી પ્રતિમાનું લોકાર્પણ કરાયું, તાજેતરમાં જ તેઓએ શૈક્ષણિક સંકુલ માટે 100 કરોડના દાનની જાહેરાત કરી હતી
પોલીસ દ્વારા પીડિતાની ફરિયાદ નોંધવા માટે આણંદ ટાઉન અને વડતાલ પોલીસ મથક વચ્ચે ધક્કા ખવડાવતા ઝી 24 કલાકએ પીડિતાની વ્યથાનો અહેવાલ પ્રસારિત કરતા અંતે ઝી 24 કલાકના ધારદાર અહેવાલની અસર થતા પોલીસે અંતે પીડિતાની માતાની ફરિયાદ નોંધી હતી
Anand News: આણંદ જિલ્લામાં એક વિધર્મી યુવક દ્વારા સગીર વયની કિશોરીને પોતાની માયાજાળમાં ફસાવી તેની સાથે વારંવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની શરમજનક ઘટના સામે આવી છે.
Uttarayan Celebration:ઉત્તરાયણના પર્વ નિમિત્તે આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ ગયું હતું. લોકોએ કાપ્યો છે...કાપ્યો છે....લપેટ....લપેટ....ની બૂમો પાડી ઉત્સાહભેર ઉજવણી કરી હતી. પરંતુ અબોલ પક્ષીઓ માટે આ તહેવાર મોતની સજા બની જાય છે. તેને ધ્યાનમાં રાખતાં આણંદ જિલ્લાના પાંચ ગામના આગેવાનોએ અનોખો નિર્ણય લીધો હતો.
Cat Surgery : આણંદના રહેવાસીની પાળતૂ બિલાડીનું કામધેનુ યુનિવર્સિટીના વેટરનરી કોલેજના ડોક્ટરોએ સફળ સર્જરી કરી જીવ બચાવ્યો