છેલ્લા બે રાઉન્ડ અને વાવમાં ભાજપને મળી ગઈ જીત, જાણો પેટાચૂંટણીમાં કઈ રીતે પલટી ગઈ બાજી
Vav Byelection Result 2024 : બનાસકાંઠાની વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે... ભાજપના સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે. 21 રાઉન્ડ સુધી આગળ રહેલાં કોંગ્રેસના ઉમેદવાર અચાનક છેલ્લા બે રાઉન્ડમાં પાછળ થાય છે અને હારી જાય છે.
Trending Photos
વાવઃ વાવમાં ભાજપના સ્વરૂપજી ઠાકોરની જીતમાં જો કોઈએ સૌથી મોટો રોલ ભજવ્યો હોય તો તે ભાભર તાલુકો છે. એ ભાભર તાલુકો જ્યાં બનાસકાંઠાના કોંગ્રેસના સાંસદ ગેનીબહેન ઠાકોરનું ઘર છે. બનાસની બહેન ગેનીબહેનના ગઢમાં જ ભાજપે ન માત્ર ગાબડું પાડ્યું પરંતુ સ્વરૂપજીની જીત માટે રસ્તો સાફ કરી નાંખ્યો...ત્યારે જુઓ 21 રાઉન્ડ સુધી આગળ ગુલાબસિંહ 22 અને 23મા રાઉન્ડમાં કેવી રીતે પટકાયા?...જુઓ આ અહેવાલમાં....
વાવમાં વિશ્વાસનું કમળ ખીલ્યું છે તેવું સ્વરૂપજી ઠાકોરે કહ્યું, પરંતુ આ કમળ ખિલ્યું તે પહેલા જે માહોલ હતો તે હજારો ભાજપના કાર્યકરો અને સમર્થકોના શ્વાસ ઉપર નીચે કરનારું હતું...હવે તમે વાવમાં કયા રાઉન્ડમાં કેવી રસાકસી હતી તે તમામ રાઉન્ડ વાઈઝ જોઈ લો....પ્રથમ રાઉન્ડમાં કોંગ્રેસને 4190 મતથી આગળ, બીજા રાઉન્ડમાં કોંગ્રેસ 287 મતથી આગળ, ત્રીજા રાઉન્ડમાં કોંગ્રેસ 1173 મતથી આગળ, ચોથા રાઉન્ડમાં 1410 મતથી આગળ, પાંચમા રાઉન્ડમાં 2621 મતથી આગળ, છઠ્ઠા રાઉન્ડમાં 7610 મતે કોંગ્રેસ આગળ, સાતમા રાઉન્ડમાં 11,444 મતથી કોંગ્રેસ આગળ, આઠમા રાઉન્ડમાં કોંગ્રેસ 12,665 મતથી આગળ, નવમા રાઉન્ડમાં 13,195 મતથી આગળ, 10મા રાઉન્ડમાં કોંગ્રેસ 12,407 મતથી આગળ, 11મા રાઉન્ડમાં 12, 814 મતથી કોંગ્રેસ આગળ, 12મા રાઉન્ડમાં કોંગ્રેસ 13 હજાર 7 મતથી આગળ, 13મા અને 14મા રાઉન્ડમાં પણ કોંગ્રેસ આગળ રહ્યું...અહીં સુધી કોંગ્રેસની સ્થિતિ એકદમ સારી હતી...14મા રાઉન્ડમાં કોંગ્રેસની લીડ 14 હજાર 46 હતી...પણ 15મા રાઉન્ડથી કોંગ્રેસની પનોતી શરૂ થઈ...15મા રાઉન્ડમાં કોંગ્રેસની લીડ ઘટીને 13,499 થઈ, 16મા રાઉન્ડમાં લીડ 12,557 થઈ, 17મા રાઉન્ડમાં લીડ ઘટીને 10,424 થઈ, 18મા રાઉન્ડમાં લીડ ઘટીને 8,193 થઈ, 19મા રાઉન્ડમાં લીડ ઘટીને 6 હજાર 10 થઈ, 20મા રાઉન્ડમાં લીડ ઘટીને 3897 થઈ, 21મા રાઉન્ડમાં લીડ ઘટી અને 727 થઈ...ત્યારપછી 22મા રાઉન્ડથી ભાજપે લીડ લેવાનું શરૂ કર્યું અને 23મા રાઉન્ડના અંતે સ્વરૂપજીએ મેદાન મારીને 2442 મતથી જીત મેળવી લીધી....
કયા રાઉન્ડમાં કોણ આગળ?
પ્રથમ રાઉન્ડમાં કોંગ્રેસને 4190 મતથી આગળ
બીજા રાઉન્ડમાં કોંગ્રેસ 287 મતથી આગળ
ત્રીજા રાઉન્ડમાં કોંગ્રેસ 1173 મતથી આગળ
ચોથા રાઉન્ડમાં 1410 મતથી આગળ
પાંચમા રાઉન્ડમાં 2621 મતથી આગળ
છઠ્ઠા રાઉન્ડમાં 7610 મતે કોંગ્રેસ આગળ
સાતમા રાઉન્ડમાં 11,444 મતથી કોંગ્રેસ આગળ
આઠમા રાઉન્ડમાં કોંગ્રેસ 12,665 મતથી આગળ
નવમા રાઉન્ડમાં 13,195 મતથી આગળ
10મા રાઉન્ડમાં કોંગ્રેસ 12,407 મતથી આગળ
11મા રાઉન્ડમાં 12,814 મતથી કોંગ્રેસ આગળ
12મા રાઉન્ડમાં કોંગ્રેસ 13,007 મતથી આગળ
13મા અને 14મા રાઉન્ડમાં પણ કોંગ્રેસ આગળ રહ્યું
14મા રાઉન્ડમાં કોંગ્રેસની લીડ 14 હજાર 46 હતી
15મા રાઉન્ડથી કોંગ્રેસની પનોતી શરૂ થઈ
15મા રાઉન્ડમાં કોંગ્રેસની લીડ ઘટીને 13,499 થઈ
16મા રાઉન્ડમાં કોંગ્રેસની લીડ 12,557 થઈ
17મા રાઉન્ડમાં કોંગ્રેસની લીડ ઘટીને 10,424 થઈ
18મા રાઉન્ડમાં કોંગ્રેસની લીડ ઘટીને 8,193 થઈ
19મા રાઉન્ડમાં લીડ ઘટીને 6010 થઈ
20મા રાઉન્ડમાં કોંગ્રેસની લીડ 3897 થઈ
21મા રાઉન્ડમાં કોંગ્રેસની લીડ ઘટીને 727 થઈ
22મા રાઉન્ડથી ભાજપે લીડ લેવાનું શરૂ કર્યું
23મા રાઉન્ડના અંતે સ્વરૂપજીએ મેદાન મારીને 2442 મતથી જીત મેળવી
વાવની ચૂંટણી જાહેર ત્યારથી જ દરેક પાર્ટી માટે વટનો સવાલ હતો...આખરે ભાજપનો વટ રહી ગયો અને કોંગ્રેસના ગઢમાં ગાબડું પડી ગયું....જોવું રહ્યું કે સત્તાધારી પાર્ટીમાં જોડાયેલા વાવ વાસીઓને કેટલો લાભ આગામી સમયમાં થાય છે તે જોવું રહ્યું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે