ચકચારી ઘટના! પ્રેમિકાએ અન્ય પ્રેમી સાથે મળીને પ્રેમીનું કાસળ કાઢી નાંખ્યું, લગ્નેતર સબંધોનો કરૂણ અંજામ

લગ્નેતર સબંધોમાં ઘણી વખત કરૂણ અંજામ આવે છે. આવી જ ઘટના મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકાના જાલી ગામે બનેલ છે. જેમા પરિણીત યુવાનની તે યુવાનને જે મહિલા સાથે પ્રેમ સંબંધ હતો, તે મહિલાએ જ બીજા પ્રેમી સાથે મળીને હત્યા કરી નાખેલ છે.

ચકચારી ઘટના! પ્રેમિકાએ અન્ય પ્રેમી સાથે મળીને પ્રેમીનું કાસળ કાઢી નાંખ્યું, લગ્નેતર સબંધોનો કરૂણ અંજામ

હિમાંશું ભટ્ટ/મોરબી: વાંકાનેર તાલુકાના જાલી ગામે રહેતી મહિલા સાથે તે જ ગામમાં રહેતા યુવાનને પ્રેમ સંબંધ હતો, તે મહિલાને અન્ય એક શખ્સની સાથે પણ પ્રેમસંબંધ હતો. જેથી મહિલાએ તેના બીજા પ્રેમીની વચ્ચે આડ ખીલી રૂપ બનતા તે યુવાનને વાડીના ઝૂંપડામાં બોલાવ્યો હતો અને ત્યાં ગળા ટુંપો આપીને તેની હત્યા કરી નાખી હતી. જે બનાવની ફરીયાદ આધારે મહિલા સહિત બે આરોપીના ધરપકડ કરેલ છે. 

લગ્નેતર સબંધનો કરૂણ અંજામ
લગ્નેતર સબંધોમાં ઘણી વખત કરૂણ અંજામ આવે છે. આવી જ ઘટના મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકાના જાલી ગામે બનેલ છે. જેમા પરિણીત યુવાનની તે યુવાનને જે મહિલા સાથે પ્રેમ સંબંધ હતો, તે મહિલાએ જ બીજા પ્રેમી સાથે મળીને હત્યા કરી નાખેલ છે. જેથી હાલમાં વાંકાનેર તાલુકાના જાલી ગામે રહેતા ચોથાભાઈ રૂપાભાઈ રંગપરા જાતે કોળી (36)એ ધનજીભાઈ કાનાભાઈ માલકીયા અને અરુણાબેન મનુભાઈ ગોરીયા રહે. બંને જાલી ગામ વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે. જેમાં તેમણે જણાવ્યુ છે કે તેના ભાઈ પાંચાભાઇ રૂપાભાઈ રંગપરા (30)ની હત્યા આ બંન્ને આરોપીઓએ કરેલ છે. 

તારા ભાઈએ ઝેરી દવા પીધી છે, તેવું કહીને હત્યા
આ બનાવમાં મૃતક પાંચાભાઇ રંગપરાને આરોપી અરુણાબેન મનુભાઈ ગોરીયા સાથે પ્રેમસંબંધ હતો અને અરુણાબેનને ધનજીભાઈ કાનાભાઈ માલકીયા સાથે પણ પ્રેમ સંબંધ હતો. જેથી કરીને અરુણાબેન તથા ધનજીભાઈ વચ્ચે ફરિયાદીનો ભાઈ આડ ખીલી રૂપ બનતો હોય ધનજીભાઈ અને અરુણાબેનએ અગાઉથી કરેલા પ્લાન મુજબ અરુણાબેન ગોરીયાએ ફરિયાદીના ભાઈ પાંચાભાઇ રૂપાભાઈ રંગપરાને જાલી ગામની સીમમાં ભુપતભાઈ ઉકાભાઇ માલકીયાની વાડીએ ઝૂંપડામાં બોલાવ્યો હતો અને ત્યાં તેને ગળા ટૂંકો આપીને તેની હત્યા કરી નાખી હતી. ત્યારબાદ ફરિયાદીને ત્યાં બોલાવીને તારા ભાઈએ ઝેરી દવા પીધી છે, તેવું કહીને હત્યાના બનાવને આત્મહત્યમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો. 

યુવાનને ગળાટૂંપો આપીને હત્યા
હત્યાનો આ બનાવ પહેલેથી શંકાસ્પદ લાગતો હતો. જેથી કરીને વાંકાનેર સિટી પોલીસની ટીમ દ્વારા મૃતક યુવાનના મૃતદેહનું ફોરેન્સિક પીએમ કરવામાં આવ્યું હતું અને તેમાં યુવાનને ગળાટૂંપો આપીને તેની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. જેથી કરીને પોલીસે હત્યાના આ બનાવમાં મૃતક યુવાનના ભાઈની ફરિયાદ લઈને આરોપી અરુણાબેન તથા ધનજીભાઈ માલકીયાની ધરપકડ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે. 

મૃતક યુવાનના દિકરાએ પિતાની છત્રછાયા ગુમાવી
પરિણીત યુવાન સાથે અકાળે પાંગરેલા પ્રેમનો કરૂણ અંજામ આવેલ છે અને યુવાનની કરવામાં આવી છે અને મહિલા સહિત બે આરોપી જેલના પાંજરે પુરાયા છે જો કે, હત્યાના આ બનાવના લીધે મૃતક યુવાનના દિકરાએ પિતાની છત્રછાયા ગુમાવી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news