Russia-Ukraine War: યુદ્ધ સ્તર પર ચાલી રહ્યું છે ઓપરેશન ગંગા મિશન, વધુ 183 ભારતીયોની થઈ વાપસી

ઓપરેશન ગંગા હેઠળ યુક્રેનમાં ફસાયેલા વધુ 183 ભારતીય નાગરિકોને લઈને એક વિશેષ ફ્લાઇટ દિલ્હી પહોંચી છે. કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે વિદ્યાર્થીઓનું સ્વાગત કર્યું હતું. 

Russia-Ukraine War: યુદ્ધ સ્તર પર ચાલી રહ્યું છે ઓપરેશન ગંગા મિશન, વધુ 183 ભારતીયોની થઈ વાપસી

નવી દિલ્હીઃ યુક્રેન-રશિયામાં આજે 11માં દિવસે યુદ્ધ ચાલી રહ્યું છે. આ વચ્ચે ભારત સરકાર દ્વારા ત્યાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે ઓપરેશન ગંગા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ હેઠળ આજે સવારે યુક્રેનમાં ફસાયેલા વધુ 183 ભારતીય નાગરિકોને લઈને એક વિશેષ ફ્લાઇટ દિલ્હી પહોંચી છે. કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આ યાત્રીકોનું સ્વાગત કર્યું હતું. મહત્વનું છે કે ઓપરેશન ગંગા મિશન હેઠળ શનિવારે વિશેષ વિમાન હંગરીની રાજધાની બુડાપેસ્ટથી રવાના થયું હતું. 

એક વિદ્યાર્થી બે બિલાડીને સાથે લાવ્યો
યુક્રેનથી ભારત પરત આવેલો એક વિદ્યાર્થી બે બિલાડીને સાથે લાવ્યો છે. વિદ્યાર્થીનું કહેવું છે કે આ બંને તેની ખાસ મિત્ર છે. એએનઆઈ સાથે વાતચીતમાં તેણે કહ્યુ કે, આ બિલાડીઓ મારી જિંદગી છે, હું તેને યુક્રેન છોડીને આવી શક્યો નહીં. વિદ્યાર્થીએ કહ્યું કે, ભારતીય દૂતાવાસે તેના પાલતૂ પશુને લાવવામાં ખુબ મદદ કરી છે. 

— ANI (@ANI) March 6, 2022

પીએમ મોદીની ઉચ્ચ સ્તરીય બેઠક
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે યુક્રેન સંકટ પર એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી. બેઠકમાં યુક્રેનમાં ફસાયેલા ભારતીયોની સુરક્ષિત વાપસીની સમીક્ષા કરવામાં આવી હતી. છેલ્લા એક સપ્તાહમાં યુક્રેન સંકટ પર પીએમ મોદી અનેક બેઠક યોજી ચુક્યા છે. મહત્વનું છે કે શનિવારે યોજાયેલી બેઠકમાં વિદેશ મંત્રી એસ જયશંકર અને વાણિજ્ય મંત્રી પીયુષ ગોયલની સાથે ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. પ્રધાનમંત્રી મોદી યુક્રેન સંકટ પર બેઠક કરીને સતત અધિકારીઓ પાસેથી માહિતી મેળવી રહ્યાં છે. 

અત્યાર સુધી 13 હજારથી વધુ ભારતીયોની થઈ વાપસી
વિદેશ મંત્રાલયે શનિવારે કહ્યું કે, ઓપરેશન ગંગા હેઠળ 63 ઉડાનોથી અત્યાર સુધી લગભગ 13300 લોકો યુક્રેનથી ભારત પરત ફર્યા છે. તેમણે કહ્યું કે, છેલ્લા 24 કલાકમાં લગભગ 2900ને લઈને 15 ઉડાનો ઉતરી છે. એક બ્રીફિંગમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યુ- છેલ્લા 24 કલાકમાં લગભગ 2900 લોકોની સાથે 15 ઉડાનો ઉતરી છે. ઓપરેશન ગંગા હેઠળ 63 ઉડાનોથી અત્યાર સુધી 13300 લોકો ભારત પરત ફર્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news