Salman Khan ને પોતાના લગ્નના સમાચાર પર લગાવી મોહર? VIDEO જોયા પછી ચોંક્યા ફેન્સ

જોકે, સલમાન ખાનને પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં એક નહીં બે બે સલમાન ખાન જોવા મળી રહ્યા છે. એક સલમાન ખાન જૂના જમાનાનો છે અને એક આજનો સલમાન ખાન છે.

Salman Khan ને પોતાના લગ્નના સમાચાર પર લગાવી મોહર? VIDEO જોયા પછી ચોંક્યા ફેન્સ

નવી દિલ્હી: બોલિવુડ અભિનેતા સલમાન ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'ટાઈગર 3'નું ટીઝર રિલીઝ કરીને ફેન્સને મોટું સરપ્રાઈઝ આપ્યું છે. જ્યારે, આજે તેમણે ફરી એકવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કંઈક શેર કર્યું છે, જેને જોઈને પ્રશંસકોનું મન ચકરાવે ચઢી ગયું છે. તેમણે એક વીડિયો શેર કર્યો છે જેમાં તેઓ તેમના લગ્નના અહેવાલોની પુષ્ટિ કરતા જોવા મળી રહ્યા છે. રસપ્રદ વાત એ છે કે આ વીડિયોમાં એક નહીં પરંતુ બે સલમાન ખાન જોવા મળી રહ્યા છે. તમને જણાવી દઈએ કે અગાઉ સોનાક્ષી સિંહા સાથેના તેમના લગ્નની એક નકલી તસવીર વાયરલ થઈ હતી.

વાયરલ થયો વીડિયો
જોકે, સલમાન ખાનને પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં એક નહીં બે બે સલમાન ખાન જોવા મળી રહ્યા છે. એક સલમાન ખાન જૂના જમાનાનો છે અને એક આજનો સલમાન ખાન છે. 5 સેકેન્ડના આ વીડિયોમાં વ્હાઈટ આઉટફિટ પહેરેલો સલમાન પુછે છે, અને લગ્ન?.... તેના પર બ્લેક ટી શર્ટ પહેરેલો સલમાન જવાબ આપે છે કે 'થઈ ગયા'. એટલે કે આ વીડિયોમાં સલમાન પોતાના જ સવાલ પર લગ્નના અહેવાલ કંફર્મ કરતો જોવા મળી રહ્યો છે. અહીં જુઓ વાયરલ થઈ રહેલો આ વીડિયો....

પરંતુ આ છે ટ્વિસ્ટ
આ વીડિયોને શેર કરતા સલમાન ખાનને કેપ્શનમાં લખ્યું છે, 'થયું કે ના થયું...જાણવા માટે પરમ દિવસે જુઓ'. જ્યારે, કેપ્શનમાં સલમાન ખાનને જે હેશટેગ શેર કર્યા છે તેને જોઈને ખબર પડે છે કે આ વીડિયો તેમના પ્રશંસકોને ચોંકાવવા માટે શેર કર્યો છે, કારણ કે હેશટેગ છે #ad જેનો મતલબ થાય છે કે સામે આવેલો આ વીડિયો સલમાનની આગામી એડની એક ઝલક છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news