શપથ ગ્રહણ સમારોહ માટે માયાવતી, અખિલેશ અને મુલાયમ સિંહને આમંત્રણ, યોગી આદિત્યનાથે કર્યો ફોન

યોગી આદિત્યનાથ શુક્રવારે બીજીવાર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરવાના છે. આ પહેલાં યોગી આદિત્યનાથે અખિલેશ યાદવ, માયાવતી અને મુલાયમ સિંહ યાદવને ફોન કરી આમંત્રણ આપ્યું છે. 

શપથ ગ્રહણ સમારોહ માટે માયાવતી, અખિલેશ અને મુલાયમ સિંહને આમંત્રણ, યોગી આદિત્યનાથે કર્યો ફોન

લખનઉઃ યોગી આદિત્યનાથ સતત બીજીવાર શુક્રવારની સાંજે ઉત્તર પ્રદેશની સત્તા સંભાળશે. શપથ ગ્રહણ સમારોહ માટે તૈયારીઓ અંતિમ તબક્કામાં છે. આ વચ્ચે યોગી આદિત્યનાથે સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવને ફોન કરી શપથ ગ્રહણ સમારોહ માટે આમંત્રણ આપ્યું છે. 

યોગીએ ખુદ ફોન કરી અખિલેશને આમંત્રણ આપ્યું છે. આ એટલા માટે વધુ મહત્વપૂર્ણ છે કારણ કે બે દિવસ પહેલા સપા પ્રમુખે તેને લઈને શંકા જાહેર કરી હતી. અખિલેશે કહ્યુ હતુ કે તેમને નથી લાગતુ કે શપથ ગ્રહણ સમારોહમાં તેમને બોલાવવામાં આવશે. અખિલેશે તે પણ કહ્યુ હતુ કે તે સમારોહમાં જવા ઈચ્છતા નથી. 

યોગી આદિત્યનાથે અખિલેશની સાથે મુલાયમ સિંહ યાદવ અને માવાયતીને પણ ફોન કરી શુક્રવારે યોજાનારા શપથ ગ્રહણ સમારોહમાં આવવા માટે આમંત્રણ આપ્યું છે. માવાયતી પરંતુ આ પ્રકારના કાર્યક્રમોથી દૂર રહે છે. તેમ છતાં યોગી આદિત્યનાથ દ્વારા આમંત્રણ આપવુ પરંપરા અને શિષ્ટાચારના નાતે સારૂ પગલું માનવામાં આવી રહ્યું છે. 

યોગી આદિત્યનાથના પાછલા કાર્યકાળના શપથ ગ્રહણમાં મુલાયમ સિંહ પણ સામેલ થયા હતા. યોગી આદિત્યનાથે ખુદ આમંત્રણ આપ્યા બાદ હવે નજરો અખિલેશ યાદવ પર પણ હશે. લખનઉના ઇકાના સ્ટેડિયમમાં યોજાનારા યોગી આદિત્યનાથના શપથ ગ્રહણ માટે ભવ્ય તૈયારીઓ કરવામાં આવી છે. 

સમારોહમાં પીએમ મોદીની સાથે કેન્દ્ર સરકારના ઘણા મંત્રી અને ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રી લખનઉ પહોંચવાના છે. એનડીએના સહયોગી દળ જેડીયૂના નેતા અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પણ સમારોહમાં જઈ રહ્યાં છે. આ સિવાય આશરે 200થી વધુ વીઆઈપી ગેસ્ટની યાદી બની છે. તેમાં ઘણા ઉદ્યોગપતિ અને ફિલ્મ જગત સાથે જોડાયેલા લોકો છે. સમારોહમાં મોટી સંખ્યામાં સાધુ સંત અને લાભાર્થી જોવા મળશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news