#MeToo: વિંતા નંદા રેપ કેસમા આલોક નાથે દાખલ કરી આગોતરા જમાનત અરજી

 બળાત્કારના આરોપી એક્ટર આલોકનાથે અગ્રિમ જમાનત માટે મુંબઈની એક અદાલતમાં અરજી દાખલ કરી છે. આ અરજી ગુરુવારે અતિરિક્ત સત્ર ન્યાયાધીશ એસ.એસ.ઓઝાની સમક્ષ દાખલ કરાઈ છે.

#MeToo: વિંતા નંદા રેપ કેસમા આલોક નાથે દાખલ કરી આગોતરા જમાનત અરજી

નવી દિલ્હી : બળાત્કારના આરોપી એક્ટર આલોકનાથે અગ્રિમ જમાનત માટે મુંબઈની એક અદાલતમાં અરજી દાખલ કરી છે. આ અરજી ગુરુવારે અતિરિક્ત સત્ર ન્યાયાધીશ એસ.એસ.ઓઝાની સમક્ષ દાખલ કરાઈ છે.

અદાલતે શુક્રવારે આ મામલાની સુનવણી 20 ડિસેમ્બર  સુધી સ્થગિત કરી દીધી છે. આ પહેલા ફરિયાદ કરનાર લેખિકા-નિર્માતાના વકીલે આલોકનાથની જમાનત અરજીની વિરુદ્ધ જવાબ દાખલ કરવા માટે સમય માંગ્યો હતો. લેખિકા-નિર્માતાએ આલોકનાથ પર આરોપ લગાવ્યો હતો કે, તેઓએ 19 વર્ષ પહેલા તેમની સાથે બળાત્કાર કર્યો હતો. મુંબઈ પોલીસે 21 નવેમ્બરના રોજ આ કેસ ફાઈલ કર્યો હતો. 

Alok Nath

આલોક નાથ બોલિવુડમાં બાબુજી તરીકે પ્રખ્યાત છે. જેમણે મૈને પ્યાર કિયા, હમ આપકે હૈ કૌન, હમ સાથ સાથ હૈ અને વિવાહ જેવી ફિલ્મોમાં સંસ્કારી પિતાની રોલ ભજવ્યો છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news