રાહુલે લંડનમાં RSSની કટ્ટરવાદી મુસ્લિમ સંગઠન બ્રધરહુડ સાથે કરી તુલના

આરએસએસની તુલના અરબ દેશોના ઇસ્લામિક કટ્ટરપંથી સંગઠન મુસ્લિમ બ્રધરહુડ સાથે કરી હતી

રાહુલે લંડનમાં RSSની કટ્ટરવાદી મુસ્લિમ સંગઠન બ્રધરહુડ સાથે કરી તુલના

લંડન : બર્લિન બાદ હવે લંડનથી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (RSS) પર મોટો હૂમલો કર્યો છે. તેમણે આરએસએસની તુલના અરબ દેશોના મુસ્લિમ બ્રધરહુડ સાથે કરી છે. લંડન સ્થિત થિંક ટેક ઇન્ટરનેશનલ ઇન્સ્ટીટ્યૂટ ફોર સ્ટ્રેટેજિક સ્ટડીઝમાં લોકોને સંબોધિત કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે, આરએસએસની સોચ અરબ દેશોનાં મુસ્લિમ સંગઠન બ્રધરહુડ જેવી છે. આરએસએસ ભારતની પ્રકૃતિની બદલવાનાં પ્રયાસો કરી રહ્યા છે. અન્ય પાર્ટીઓએ ભારતની સંસ્થાઓ પર કબ્જો કરવા માટે ક્યારે પણ હૂમલો નથી કર્યો, જો કે આરએસએસ કરી રહ્યા છે. 

RSSનું હતું નોટબંધીનો નિર્ણય: રાહુલ ગાંધી
શુક્રવારે કોંગ્રેસ અધ્યક્ષે નોટબંધીના નિર્ણયને પણ આરએસએસનો નિર્ણય ગણાવ્યો છે. તેમણે કહ્યું કે, નોટબંધીનો વિચાર નાણામંત્રી અને આરબીઆઇને નંજર અંદાજ કરીને સીધા આરએસએસથી આવ્યો અને વડાપ્રધાનમંત્રીનાં મગજમાં બેસાડી દેવામાં આવ્યું. તેમણે કહ્યું કે, જો તમે તમારા દેશના ઢાંચાને ઉંડાઇથી સમજે છે, તો તમે સંતુલિત શક્તિનો ઉપયોગ કરશો. આજે હું ભારતને પોતાની શક્તિઓ વધારતી નથી જોઇ શકતો. 
રાહુલ ગાંધીએ કહ્યું કે, વર્ષ 1947માં પશ્ચિમને ભારત પર ભરોસો નહોતો, જો કે ભારતે પશ્ચિમને ખોટું સાબિત કરી દીધું. અમને સફળતા એટલા માટે મળી કારણ કે હજારો લોકોએ સંસ્થાઓનું નિર્માણ કર્યું અને તે સંસ્થાઓ છે, જે અંગે આજે હૂમલાઓ થઇ રહ્યા છે. 

બર્લિન કરતા પણ કોંગ્રેસ અધ્યક્ષ આરએસએસ પર કર્યો હતો હૂમલો
અગાઉ બર્લિનમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આરએસએસ અને ભાજપ પર પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, ભાજપ અને કોંગ્રેસમાં વિચારધારાનું અંતર છે. આરએસએસમાં ક્યારે તમને કોઇ મહિલા નહી જોવા મળે. તે લોકો મહિલાઓની સાથે ભેદભાવ કરે છે, પરંતુ કોંગ્રેસમાં આ તમને નહી જોવા મળે. તેમણે કહ્યું કે, ભાજપ અને આરએસએસ દેશને વહેંચવાના પ્રયાસો કરી રહ્યા છે, તે લોકો નફરત ફેલાવી રહ્યા છે. 

આરએસએસએ પણ રાહુલ પર કર્યો હતો વળતો હૂમલો
બર્લિનમાં રાહુલ ગાંધી દ્વારા કરાયેલા હૂમલા અંગે આરએસએસ દ્વારા પણ વળતો હૂમલો કરવામાં આવ્યું. આરએસએસના પ્રવક્તા રાજીવ તુલીએ કહ્યું કે, રાહુલ ગાંધીને દિવસ-રાત આરએસએસના સપના આવે છે. તેને અમારી ચિંતા નહી કરતા પોતાની પાર્ટીની ચિંતા કરવી જોઇએ. તુલીએ કહ્યું કે આરએસએસના સપનાને જોવાના કારણે રાહુલ ગાંધીની પાર્ટી 44 સીટો પર આવી ગઇ. ક્યાંય એવું ન થાય કે આગામી લોકસભા ચૂંટણીમાં તેમની સીટો વધારે ઘટી જાય. 
રાજીવ તુલીએ કહ્યું કે, આરએસએસ ની રચના વર્ષ 1925માં થયું હતું. ત્યાર બાદ વર્ષ 1936માં રાષ્ટ્ર સેવિકા સમિતી બની હતી. તેની દેશમાં 5 હજાર કરતા વધારે શાખાઓ છે, જે દેશમાં મહિલાઓનાં વિકાસ માટે કામ કરે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news