CBIએ લંડન કોર્ટને સોંપ્યો વીડિયો, માલ્યાને ભારતીય જેલમાં મળશે VIP સુવિધા

સીબીઆઇએ દસ મિનિટ લાંબો વીડિયો કોર્ટને સોંપ્યો છે, જેમાં લંડનની કોર્ટે જણાવ્યુ હતું કે જેલમાં શું શું સુવિધાઓ છે

CBIએ લંડન કોર્ટને સોંપ્યો વીડિયો, માલ્યાને ભારતીય જેલમાં મળશે VIP સુવિધા

નવી દિલ્હી : મુંબઇની આર્થર રોડ જેલમાં અમાનવીય પરિસ્થિતીનાં આરોપોને નકારતા ભારતીય તપાસ એજન્સીએ બ્રિટનની કોર્ટને એક વીડિયો સોંપ્યો છે, જેમાં દેખાયું છે કે આર્થર રોડની જે સેલ નંબર 12માં વિજય માલ્યાના પ્રત્યાર્પણ બાદ રાખવામાં આવશે ત્યાં સમગ્ર પ્રાકૃતિક હવા અને પ્રકાશ આવતા હોય. તે અગાઉ લંડનની કોર્ટે માલ્યાને ભારતના હાથે સોંપતા પહેલા જાણવા માંગ્યું હતું કે તેને જે જેલમાં રાખવામાં આવશે, ત્યાંની પિરસ્થિતી શું છે. 

એક સમાચાર ચેનલનાં જણાવ્યા અનુસાર સીબીઆઇએ દસ મિનિટ લાંબો વીડિયો કોર્ટે સોંપ્યો છે. જેમાં લંડનની કોર્ટને જણાવાયું છે કે જેલમાં શું સુવિધાઓ છે. અગાઉ વિજય માલ્યાનાંવકીલોએ પ્રત્યાર્પણનો વિરોધ કરતા આરોપ લગાવ્યો હતો કે આર્થર રોડ જેલમાં અમાનવીય દશાઓ છે. વિજય માલ્યા અંગે ભારતીય બેંકોના હજારો કરોડ રૂપિયા ગોટાળા કરવાનો આરોપ છે. 

જેલમાં મળનારી સુવિધાઓ
વીડિયોમાં દેખાડવામાં આવ્યું છે કે, મુંબઇ ખાતે આર્થર રોડ જેલની બૈરક નંબર 12માં ટેલીવિઝન સેટ, પ્રાઇવેટ ટોયલેટ, વોશિંગ એરિયા, પ્રાકૃતિક રોશનીની ભરપુર વ્યવસ્થા, પુસ્તકાલયની સુવિધા અને ફરવા માટે સુવિધાઓ ઉપલબ્ધ છે. એનડીટીવીએ એક વરિષ્ઠ અધિકારીનાં હવાલાથી જણાવ્યુ કે, બ્રિટનની કોર્ટ જાણવા માંગે છે કે શું ભારતીય જેલ સ્વચ્છ છે. અમે તેને જેલમાં સાફ-સફાઇ અને સ્વાસ્થય સુવિધાઓનાં પુરાવાઓ આપ્યા છે. વાસ્તવમાં જે બેરકમાં માલ્યાને રાખવામાં આવશે તે પુરક દિશા વાળી છે અને તેમાં સુરજનો ભરપુર પ્રકાશ આવે છે. 

માલ્યાના વકીલના પ્રત્યાર્પણને તેમ કહેતા વિરોધ કરતા કહ્યું હતું કે ભારતની જેલોમાં અમાનવીય પરિસ્થિતી છે અને અહીં તેના મુદ્દે નિષ્પક્ષ સુનવણી નહી થઇ શકે. ત્યાર બાદ બ્રિટનની કોર્ટે ભારતીય અધિકારીઓને કહ્યું કે, તેઓ બેરેક નંબર 12નું સ્ટેપ બાય સ્ટેપ વીડિયો દાખલ કરે જેથી કોઇ પ્રકારની શંકાને દુર કરવામાં આવી શકે. તે અગાઉ ભારતીય અધિકારીઓએ કોર્ટમાંબેરકની તસ્વીર જમા કરી હતી.જેને કોર્ટે અપુરતી ગણાવી અને કહ્યું કે, આ વીડિયો જમા કરે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news