Daily Horoscope 20 February 2021: આ રાશિના જાતકો પર વરસશે લક્ષ્મીની કૃપા, થઇ શકે છે ફાયદો

તમામ વિઘ્નો મુશ્કેલીઓ દૂર થઇ જશે. રાશિફળ (Daily Horoscope 20 February 2021) માં જાણો તમારો આજનો દિવસ કેવો રહેશે. 

Updated By: Feb 20, 2021, 10:04 AM IST
Daily Horoscope 20 February 2021: આ રાશિના જાતકો પર વરસશે લક્ષ્મીની કૃપા, થઇ શકે છે ફાયદો

નવી દિલ્હી: શનિની સાડાસાતીથી પરેશાન છો તો આજે શનિ દેવની ઉપાસના કરો કારણ કે તમને ધન, વૈભવ શનિ જ આપે છે. સાંજના સમયે પીપળના ઝાડ નીચે સરસિયાના તેલના ચાર મુખવાળો દિપક પ્રગટાવો અને લોખંડ પણ દાન કરો. જ્યોતિષાચાર્ય પંડિત દેવસ્ય મિશ્ર અનુસાર આજે શનિ દેવની પૂજાથી મહાલક્ષ્મી પણ વિશેષ કૃપા વરસાવશે. તામ વિઘ્નો મુશ્કેલીઓ દૂર થઇ જશે. રાશિફળ (Daily Horoscope 20 February 2021) માં જાણો તમારો આજનો દિવસ કેવો રહેશે. 

મેષ
સ્વાસ્થ્ય સારું રહેશે. રિયલ એસ્ટેટ સંબંધી રોકાણ તમારા માટે ખૂબ ફાયદાકારક રહેશે. વિદેશમાં રહેતા કોઇ સંબંધી દ્રારા મળેલી ભેટથી તમને ખુશી મળે. જે લોકો સિંગલ છે તેમની મુલાકાત આજે કોઇ ખાસ વ્યક્તિ સાથે થવાની છે. પરંતુ વાત આગળ વધારતા પહેલાં તે જાણી લો કે તે વ્યક્તિ કોઇ સાથે રિલેશનશિપમાં ન હોય. પોતાના વ્યક્તિત્વ અને રંગરૂપને નિખારવાનો પ્રયત્ન સંતોષજનક સાબિત થશે. તમે તમારા વૈવાહિક જીવનની ઘણી બધી યાદો ભૂલી જશો અને આજે ભરપૂર લેશો.
ભાગ્યાંક: 8

વૃષભ
સારી જીંદગી માટે તમારું સ્વાસ્થ્ય અને વ્યક્તિત્વમાં સુધારો લાવવાનો પ્રયત્ન કરો. તમારા મનમાં જલદી પૈસા કમાવવાની તીવ્ર ઇચ્છા હશે. પારિવારિક સભ્યો સાથે શાંતિથી દિવસનો આનંદ માણો. જે લોકો તમારી પાસે મુશ્કેલીઓ લઇને આવે તેમને નજર અંદાજ કરો અને તેમને તમારી માનસિક શાંતિ ભંગ કરવા દેશો નહી. તમારું સાહસ તમને પ્રેમ અપાવવામાં સફળ રહેશે. આ રાશિના લોકો રસપ્રદ હોય છે. આ ક્યારેક લોકો વચ્ચે ખુશ રહે છે તો ક્યારેય એકલા સમય પસાર કરવો આસાન નથી તેમછતાં આજના દિવસમાં થોડો સમય જરૂર નિકાળો.
ભાગ્યાંક: 7 

મિથુન
તમે આજે પોતાને રોજની અપેક્ષાએ ઓછા ઉર્જાવાન અનુભવશો. પોતાને જરૂર કરતાં વધુ કામ નીચે ન દબાવો. થોડો આરામ કરો અને આજના કામોને કાલ પર ટાળશો નહી. આજે કોઇની મદદથી ધન મેળવવામાં સક્ષમ રહેશો. જો તમે પાર્ટી કરવાનું વિચારી રહ્યા છો તો તમે સારો મિત્રોને બોલાવશો. એવા ઘણા લોકો હશે જે તમારો ઉત્સાહ વધારશે. જો તમે ડેટ પર જઇ રહ્યા છો તો તમારા શરીરને સ્વસ્થ કરવા માટે પણ ઘણીવાર વિચારશો પરંતુ બાકી દિવસોની માફક આજે પણ આ પ્લાન ફ્લોપ રહી જશે. 
ભાગ્યાંક: 5

કર્ક
તમારો મૂડ બદલવા માટે સામાજિક મેળાવડાનો સહારો લો. તમારા માતા પક્ષ પાસેથી તમને ધન લાભ થવાની સંભાવના છે. બની શકે કે તમારા મામા અથવા નાના તમારી આર્થિક મદદદ કરે. જે લોકો સાથે તમે રહો છો તે તમારાથી ખુશ થશે નહી. ભલે તમે તેમના માટે કંઇપણ કેમ ન કર્યું હોય. જો તમે દિલથી તમારી વાત રજૂ કરશો તો તમારો પ્રેમ તમને મળશે. આ રાશિના જાતકો માટે આજના દિવસે ભાઇ બહેન સાથે ઘરે મૂવી અથવા મેચ જોઇ શકે છે.
ભાગ્યાંક: 9

સિંહ
કોઇ તમારો મૂડ ખરાબ કરી શકે છે પરંતુ એવી વસ્તુઓને પોતાના કાબૂ કરવા ન દો. વ્યર્થ ચિંતાઓ અને પરેશાઓથી તમારા શરીર પર નકારાત્મક અસર પડી શકે છે અને ત્વચા સાથે સંકળાયેલી સમસ્યાઓ પેદા કરી શકે છે. આજે તમે સારા પૈસા કમાશો પરંતુ ખર્ચમાં વધારો તમારી મુશ્કેલીઓ વધારી દેશે. બાળકોના અભ્યાસ પર ધ્યાન આપો અને ભવિષ્ય માટે યોજના યોજના બનાવવી જરૂરી છે. 
ભાગ્યાંક: 7

કન્યા
આજનો દિવસ દોડધામ ભરેલો રહેશે તમારું સ્વાસ્થ્ય બગડશે. પરંતુ ધન તમારી મુઠ્ઠીમાંથી સરળતાથી સરકી જશે,પરંતુ તમારા સિતારા તંગી આવવા દેશે નહી. આજે દરેક જણ તમારા સાથે મિત્રતા બાંધવા માંગશે અને તેમની ઇચ્છા પુરી કરવામાં ખુશી અનુભવશો. ઘણીવાર મોબાઇલ વાપરતાં વાપરતાં સમય ક્યાં પસાર થઇ જશે ખબર નહી પડે, અને તમને પસ્તાવો થશે. તમારા જીવનસાથીની સુસ્તી તમારા ઘણા કામો પર પાણી ફેરવી દેશે. 
ભાગ્યાંક: 5 

તુલા
કાર્યક્ષેત્રમાં અધિકારીઓનું દબાણ અને ઘરમાં અનબનના લીધે તમારે તણાવનો સામનો કરવો પડી શકે છે. મોટા માણસોની ઓળખાણથી લાભ થાય. પરેશાનીઓમાથી મુક્તિ મળે.  ધંધામાં નવી આવક મળે. કામકાજમાં વ્યવહારુ બનો. ધીરજથી કામની શરુઆત કરવી. પરિવારમાં વૈચારિક મતભેદ રહેશે. માનસિક તનાવ જણાય. રોજગાર માટે નવી તકો વિચારો.  બુધ્ધી શક્તિનો ઉપયોગ કરી શકો. મહેનત કરશો તો સારુ ફળ મળશે.
ભાગ્યાંક: 8 

વૃષ્વિક
ગર્ભવતી મહિલાઓ માટે વધુ સાવધાન રહેવાનો દિવસ છે. આજે ધનનો લાભ થવાની સંભાવના છે પરંતુ એવું પણ બની શકે કે તમારા ક્રોધિત સ્વભાવના લીધે પૈસા કમાવવામાં સક્ષમ ન બનો. પોતાના પરિવારની ભલાઇ માટે મહેનત કરો. કરજમાંથી મુક્તિ અથવા રાહત મળે. શેરબજારમાં સારો લાભ થશે.  વ્યવસાયમાં નવા કોન્ટ્રાક્ટ મળશે. યાત્રા પ્રવાસના કામથી લાભ થાય. મહત્વના કામમાં વિલંબ થાય અને વ્યવસાયમાં નવી તકો મળશે. 
ભાગ્યાંક: 1

ધન
તમારા પૈસાને બચાવવા માટે આજે તમારા ઘરના લોકો સાથે તમે જરૂર વાતચીત કરશો. આજે દિવસની શરૂઆત આનંદ પ્રમોદ અને મિત્રો સાથેની મુલાકાતથી થાય. તમારી વાણી અને વ્‍યવહાર સંયમિત રાખવા હિતાવહ છે. મધ્‍યાહન બાદ નવા કાર્યો શરૂ કરી શકો છો. તબિયત સાચવવી. જેને તમે પ્રેમ કરો છો તેનું દિલ દુભાવવું નહી. તમને સ્નેહ અને પ્રેમ ભરેલી ભેટ મળી શકે છે. આજે કોઇ બગીચા ફરવા જતી વખતે કોઇ એવા વ્યક્તિ સાથે મુલાકાત થશે જેની સાથે ભૂતકાળમાં મતભેદ હતા.
ભાગ્યાંક: 7 

મકર
તમારી આકરી મહેનત અને પરિવારની મદદથી ઇચ્છિત પરિણામ મેળવવામાં સફળ રહેશો. પરંતુ વિકાસ યથાવત રાખવા માટે મહેનત ચાલુ રાખવી પડશે. આજના દિવસે તમારે આર્થિક પરેશાનીનો સામનો કરવો પડશે. બની શકે કે આજે તમે જરૂર કરતાં વધુ ખર્ચ કરો અથવા તમારું પર્સ ગુમ થઇ જાય. આ રાશિવાળાને આજના દિવસ માટે સમય કાઢવો સખત જરૂરી છે.
ભાગ્યાંક: 7

કુંભ
બિમારી તમારી ઉદાસીનું કારણ બની શકે છે. દિવસની શરૂઆતમાં તમને આર્થિક નુકસાન થઇ શકે છે જેથી તમારો દિવસ ખરાબ થઇ શકે છે. મુસિબતના સમયે તમને તમારા પરિવાર તરફથી સલાહ અને મદદ મળશે. તમે બીજાના અનુભવોમાંથી શીખી શકો છો. આ આત્મવિશ્વાસની મજબૂતી માટે જરૂરી છે. ઓફિસમાં સાથ સહકારનું વાતાવરણ રહે. અધૂરા કાર્યો પૂરા થાય. મનોરંજન મેળવવા માટે આ૫ કોઇ સિનેમાગૃહની મુલાકાત લેશો. તમને જલદી જ જીવનસાથી મળી શકે છે. 
ભાગ્યાંક: 4

મીન
તમારા માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન આપો, જે આધ્યાત્મિક જીવન માટે જરૂરી છે. ભાઇ-બહેન તરફથી તમને આર્થિક લાભ મળી શકે છે. તમારા ભાઇ-બહેનની સલાહ લો. આ સમયે ગેરસમજ ટાળવી જરૂરી છે. બિનજરૂરી ખર્ચ ૫ર કાબૂ રાખવો. શારીરિક આરોગ્‍ય બગડશે. વિદ્યાર્થીઓને અભ્‍યાસમાં વિઘ્‍ન નડે. તમારા કામમાંથી આરામ લઇ આજે તમે થોડો સમય જીવનસાથી વિતાવી શકો છો. સાંસારિક જીવન સુખદ રહે.  ધનલાભનો યોગ છે. મિત્રો સંબંધીઓથી ફાયદો થશે.
ભાગ્યાંક: 2