ખતરનાક દેશી જુગાડઃ પેટ્રોલ વગરની બાઇક માત્ર લાકડા સળગાવીને દોડાવી, Video જોઇને લોકો ચોંકી ઉઠ્યા

સોશિયલ મીડિયા યુઝર્સ આ અનોખા પ્રયોગને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા છે. આ સાંભળીને ભલે તમને અજીબ લાગતું હોય, પરંતુ આ વીડિયો જોયા પછી તમારે વિશ્વાસ કરવો જ પડશે. કારણ કે તે વીડિયોમાં વાસ્તવિકતા જેવું લાગે છે.

ખતરનાક દેશી જુગાડઃ પેટ્રોલ વગરની બાઇક માત્ર લાકડા સળગાવીને દોડાવી, Video જોઇને લોકો ચોંકી ઉઠ્યા

Shocking Video: તમે સોશિયલ મીડિયા (Social Media) પર ઘણા ચોંકાવનારા વીડિયો જોયા હશે. દેશી જુગાડ કરીને તમે ઘણા ચમત્કારો જોયા જ હશે. પરંતુ આજે અમે તમને જે વીડિયો બતાવવા જઈ રહ્યા છીએ તે જોઈને તમારી આંખો ખુલ્લી જ રહી જશે. આવો ખતરનાક પ્રયોગ (Experiment) તમે પહેલા ક્યારેય નહિ જોયો હોય.

પેટ્રોલ વગર યુવકે બાઇક હંકારી
આ અદ્ભુત પ્રયોગ જોઈને તમે ચોંકી જશો. વાસ્તવમાં એક યુવકે પેટ્રોલ વગર માત્ર લાકડા સળગાવીને બાઇક ચલાવી હતી. સોશિયલ મીડિયા યુઝર્સ આ અનોખા પ્રયોગને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા છે. આ સાંભળીને ભલે તમને અજીબ લાગતું હોય, પરંતુ આ વીડિયો જોયા પછી તમારે વિશ્વાસ કરવો જ પડશે. કારણ કે તે વીડિયોમાં વાસ્તવિકતા જેવું લાગે છે.

આ વીડિયો યુટ્યુબ પર પોસ્ટ કરવામાં આવ્યો છે. વીડિયો (Viral Video) માં તમે જોઈ શકો છો કે એક યુવક એક મોટા મેદાનમાં બાઇક લઈને આવ્યો છે. તેની સાથે બીજા પણ ઘણા યુવકો છે. યુવક કહે છે કે આજે તેની કાર પેટ્રોલ પર નહીં, લાકડા પર ચાલશે. ત્યારબાદ તે લાકડા સાથે બાઇક ચલાવીને બતાવે છે. તે પોતાની સાથે ઘણી વસ્તુઓ લાવ્યા છે. જુઓ વિડિયો-

લાકડાના ગેસથી ચાલે છે બાઈક
તે લાકડા (Wood) થી એક બોક્સ ભરે છે અને તેમાં ગેસ જનરેટ કરે છે. તેના માટે તે લાકડાને લાંબા સમય સુધી બોક્સમાં રાખે છે અને તેને ગરમ કરે છે. ત્યારબાદ લાકડાને ગરમ કર્યા બાદ જે ગેસ બને છે તેને તે ટ્યુબમાં ભરીને બાઇકમાં ગેસ નાખીને ચલાવે છે. યુવાનનો આ પ્રયોગ જોઈને મોટર મિકેનિક્સ પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news