Petrol થી મળશે છૂટકારો, 9મા ધોરણના વિદ્યાર્થીએ કબાડમાંથી બનાવી ઈ-બુલેટ, એકવાર ચાર્જ થઈને 100 KM દોડશે
એવું કહે છે કે સફળતા કોઈ ઉંમરની મોહતાજ હોતી નથી. આ વાતને દિલ્હીના 9માં ધોરણમાં ભણતા વિદ્યાર્થીએ સાબિત કરી છે.
Trending Photos
નવી દિલ્હી: એવું કહે છે કે સફળતા કોઈ ઉંમરની મોહતાજ હોતી નથી. આ વાતને દિલ્હીના 9માં ધોરણમાં ભણતા વિદ્યાર્થીએ સાબિત કરી છે. વાત જાણે એણ છે કે દિલ્હીના 15 વર્ષના બાળકે રોયલ એનફિલ્ડ બુલેટ (Royal Enfield) ને ઈ-બુલેટમાં ફેરવી દીધી છે. આ માટે તેણે દિવસ રાત મહેનત કરી અને લગભગ 45 હજાર રૂપિયા ખર્ચ કર્યા. ઈ બુલેટ એકવાર ચાર્જ થયા બાદ 100 કિમી સુધી દોડી શકે છે.
મળતી માહિતી મુજબ 15 વર્ષનો રાજન દિલ્હીના સુભાષ નગર સ્થિત સર્વોદય વિદ્યાલયમાં 9માં ધોરણમાં ભણે છે. તેને નકામા સામાનમાંથી કામની વસ્તુઓ બનાવવાનો શોખ છે. આ શોખના પગલે તેણે લોકડાઉનમાં ઈ સાઈકલ બનાવી હતી. ઈ-સાઈકલનો ઉપયોગ કરતી વખતે તે પડી ગયો જેના કારણે તેને ઈજા થઈ હતી. ઈ-સાઈકલ સફળ ન થઈ. જેના કારણે તેના પિતા દશરથ શર્માએ તેને ફટકાર પણ લગાવી હતી અને આવું કામ કરવાની ના પાડી હતી.
ઘરે ખોટું બોલ્યો
ઈન્ડિયા ટુડેમાં છપાયેલી એક ખબર મુજબ રાજને પિતાની વઢ બાદ પણ ઈ-બાઈક બનાવવાનું નક્કી કરી લીધુ. આ માટે તેણે ઘરે ખોટું કહ્યું કે શાળામાંથી ઈ-બાઈક બનાવવાનો પ્રોજેક્ટ મળ્યો છે. બાઈકનું નામ સાંભળીને પિતાએ એકવાર તો ના પાડી દીધી કે તેના માટે પૈસા ક્યાથી આવશે. પરંતુ પુત્રએ વારંવાર કહેતા તેઓ રાજી થઈ ગયા અને ઈ બાઈક માટે જરૂરી સામાન અપાવ્યો. આ પ્રોજેક્ટ તૈયાર કરવામાં રાજનને ત્રણ મહિનાનો સમય લાગ્યો.
માત્ર ત્રણ દિવસમાં બનાવી ઈ બુલેટ
રાજન જણાવે છે કે આ ઈ બાઈક નોર્મલ બાઈક જેવી જ છે. બસ જ્યાં એન્જિન હોય છે ત્યાં બેટરી લગાવવામાં આવી છે. આ બાઈકને આમ તો તેણે ત્રણ દિવસમાં જ બનાવી દીી હતી પરંતુ તેના માટે સામાન ભેગો કરતા તેને ત્રણ મહિના લાગી ગયા. જૂની બુલેટ ચેસેસ નંબરની હોવાના કારણે મળતી નહતી. ત્યારબાદ ખુબ શોધખોળ કરીને કબાડીની દુકાનમાંથી રાજનના પિતા 10 હજારમાં બાઈક લઈ આવ્યા. રાજનના પિતાને તો વિશ્વાસ જ નહતો કે તેમનો આટલો નાનો પુત્ર આ કેવી રીતે બનાવશે. આમ છતાં તેમણે પુત્રને બાઈક બનાવતા રોક્યો નહીં.
ભવિષ્યમાં બનાવશે ઈ કાર
રાજને બાઈક બનાવવા માટે ગૂગલ અને યુટ્યુબની મદદ લીધી. આ ઈ બાઈકની સ્પીડ 50 કિમી પ્રતિ કલાક છે. પરંતુ હાઈવે પર કે ઓવરટેક કરવા માટે તેની સ્પીડ 80 કિમી પ્રતિ કલાક વધારી શકાય છે. રાજન ભવિષ્યમાં ઈ કાર બનાવવાની પણ યોજના ઘડી રહ્યો છે. આ માટે તેણે એક મોડલ પણ તૈયાર કરી લીધુ છે. તે માને છે કે જૂની ગાડીઓને ઈ-બાઈકમાં ફેરવી શકાય છે. તેનાથી પ્રદૂષણના ટેન્શનથી પણ બચી શકાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે