EC અને સ્વાસ્થ્ય મંત્રાલયની બેઠક યોજાઈ, ચૂંટણી ટાળવા અંગે કરી આ વાત
ચૂંટણી પંચ અને સ્વાસ્થ્ય મંત્રાલયની આગામી વિધાનસભા ચૂંટણીને લઈને આજે થયેલી બેઠક પૂરી થઈ.
Trending Photos
નવી દિલ્હી: ચૂંટણી પંચ અને સ્વાસ્થ્ય મંત્રાલયની આગામી વિધાનસભા ચૂંટણીને લઈને આજે થયેલી બેઠક પૂરી થઈ. જો કે હજુ સુધી પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી ટાળવા અંગે કોઈ નિર્ણય લેવાયો નથી. પાંચ રાજ્યમાં વિધાનસભા ચૂંટણીને ટાળવા અંગે થયેલી બેઠકમાં ચૂંટણી પંચે સ્વાસ્થ્ય સચિવ પાસેથી ચૂંટણીવાળા રાજ્યોની કોરોના વાયરસના ઓમિક્રોન વેરિએન્ટ સહિત રસીકરણની સંપૂર્ણ જાણકારી લીધી.
સૂત્રોના જણાવ્યાં મુજબ બેઠકમાં કહેવાયું કે હાલ જે પાંચ રાજ્યોમાં ચૂંટણી યોજનારી છે ત્યાં કોરોના રસીના પહેલા ડોઝની સ્થિતિ સંતોષજનક છે અને આ રાજ્યોમાં 100માંથી 70 ટકા લોકોને કોરોનાનો પહેલો ડોઝ મળ્યો છે. આ દરમિયાન કહેવાયું કે યુપીમાં 83 ટકા અને પંજાબમાં 77 ટકા લોકોને કોરોનાનો પહેલો ડોઝ મળી ચૂક્યો છે. આ બાજુ મણિપુરમાં 70 ટકા લોકોને કોરોનાનો પહેલો ડોઝ મળી ચૂક્યો છે. બેઠકમાં કહેવાયું કે 5 રાજ્યોમાં ચૂંટણી રેલી પર કોઈ પણ પ્રકારનો નિર્ણય ચૂંટણી આચાર સંહિતા લાગૂ થયા બાદ લેવાશે.
અલાહાબાદ હાઈકોર્ટે કરી હતી અપીલ
બેઠકમાં પાંચ રાજ્યોમાં આગામી વિધાનસભા ચૂંટણી માટે હાલની કોરોનાની સ્થિતિ પર ચર્ચા થઈ. ચૂંટણી પંચે સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણ પાસેથી કોવિડ સ્થિતિની સમીક્ષા કરી. આ દરમિયાન અનેક મોટા અધિકારીઓ પણ સામેલ થયા. અત્રે જણાવવાનું કે અલાહાબાદ હાઈકોર્ટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચૂંટણી પંચને કોરોનાના કારણે બગડતી પરિસ્થિતિ જોતા વિધાનસભા ચૂંટણી હાલ ટાળવાની અપીલ કરી હતી.
ત્યારબાદ મુખ્ય ચૂંટણી કમિશનરે ઉત્તર પ્રદેશની મુલાકાત લઈ હાલાતની સમીક્ષા લીધા બાદ કોઈ નક્કર નિર્ણય લેવાની વાત કરી હતી. પંચે ચૂંટણીની પૂર્વ તૈયારીઓની સમીક્ષા માટે પંજાબ, ગોવા અને ઉત્તરાખંડની પણ મુલાકાત લીધી છે. નોંધનીય છે કે ગોવા, પંજાબ, ઉત્તરાખંડ, મણિપુરમાં આગામી વર્ષ માર્ચમાં વિધાનસભા ચૂંટણીઓનો કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે. જ્યારે ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીનો કાર્યકાળ મે મહિનામાં પૂરો થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે