'હર ઘર તિરંગા'ના સવાલ પર ફારૂક અબ્દુલ્લાએ પત્રકારોને કહ્યુ- તે તમારા ઘરમાં રાખજો

નેશનલ કોન્ફરન્સ પ્રમુખ ફારૂક અબ્દુલ્લાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. હકીકતમાં અબ્દુલ્લાએ તિરંગા પર વિવાદિત નિવેદન આપ્યું છે. 
 

'હર ઘર તિરંગા'ના સવાલ પર ફારૂક અબ્દુલ્લાએ પત્રકારોને કહ્યુ- તે તમારા ઘરમાં રાખજો

નવી દિલ્હીઃ હંમેશા પોતાના નિવેદનથી વિવાદ ઉભો કરનારા નેશનલ કોન્ફરન્સના નેતા ફારૂક અબ્દુલ્લાએ ફરી વિવાદિત નિવેદન આપી દીધુ છે. આ વખતે તેમણે કોઈ નેતા કે પાકિસ્તાન પર ટિપ્પણી કરી નથી, પરંતુ તેમણે ભારતીય ઝંડા તિરંગાનું અપમાન કરી દીધુ છે. 

અબ્દુલ્લાના નિવેદનથી વિવાદ
શ્રીનગરની બજારમાં પત્રકારો સાથે વાત કરતા ઈદ અને યશવંત સિન્હાના મુદ્દા પર બોલ્યા બાદ જ્યારે એક પત્રકારે પૂછ્યુ કે હર ઘરમાં તિરંગો તો અબ્દુલ્લાએ જવાબ કાશ્મીરીમાં આપ્યો. તેમણે કાશ્મીરી ભાષામાં કહ્યુ- તે તારા ઘરમાં રાખવો. તેમના આ નિવેદન બાદ વિવાદ ઉભો થઈ શકે છે. લોકો કહી રહ્યાં છે કે તે આ સવાલનો સીધો જવાબ આપી શકતા હતા, પરંતુ તે ઈરાદાપૂર્વક આવા નિવેદન આપે છે. 

જુઓ ફારૂક અબ્દુલ્લાનું વિવાદિત નિવેદન

— Zee News (@ZeeNews) July 6, 2022

મુહિમને સફળ બનાવવાની માંગ
તમને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા કાશ્મીર ગ્રામીણ વિકાસ વિભાગે એક ઓર્ડર જારી કરી પોતાના કર્મચારીઓને કહ્યું હતું કે હર ઘર તિરંગા મુહિમને સફળ બનાવવામાં આવે.

શું છે હર ઘર તિરંગા અભિયાન?
ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે આઝાદીના અમૃત મહોત્સવ હેઠળ 15 ઓગસ્ટના દિવસે 'હર ઘર તિરંગા' અભિયાન શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. આ સિવાય લોકોને પોતાના ઘરોમાં તિરંગો ફરકાવવા પ્રોત્સાહિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news