ચંદ્ર પર આશા કરતા વધારે પાણી મળ્યું, ISRO ની નવી શોધમાં હાથ લાગ્યું નવુ જીવન
ISRO Study : ચંદ્રના ઉત્તર ધ્રુવ પર આશા કરતાં પાંચથી આઠ ગણું વધારે પાણી... ઈસરોની નવી સ્ટડીમાં થયો મોટો ખુલાસો... ભવિષ્યના લૂનર મિશનમાં ઈસરો સહિત અનેક એજન્સીઓને થશે ફાયદો...
Trending Photos
water ice on moon : પૃથ્વી હાલ ગ્લોબલ વોર્મિંગનો સામનો કરી રહી છે. ભવિષ્યમાં પૃથ્વી પાણીની તંગીનો સામનો કરશે. ત્યારે અન્ય ગ્રહો પર પાણીની શોધ અને જીવનની શક્યતા તપાસવામાં આવી રહી છે. જેમાં ઈસરોને મોટી સફળતા મળી છે. ચંદ્ર પર આશા કરતા વધુ પાણી મળી આવ્યું છે. ઈસરો અને કેટલાક અન્ય વૈજ્ઞાનિકોએ મળીને આ શોધ કરી છે. ચંદ્રના બંને ધ્રુવ પર પાણીનો મોટો ખજાનો છે. ઉત્તરી ધ્રુવ પર દક્ષિણી ધ્રુવની સરખામણી ડબલ પાણી છે.
ચંદ્રમા પર આશા કરતા વધારે બરફ છે. પરંતુ તે તેની સપાટીની નીચે છે. તેને ખોદીને કાઢી શકાય છે. તેનો ઉપયોગ ચંદ્ર પર કોલોના બનાવવા માટે કરી શકાય છે. આ ખુલાસો ઈસરોએ કર્યો છે. ઈસરોના સ્પેસ એપ્લીકેશન સેન્ટર, આઈઆઈટી કાનપુર, યુનિવર્સિટી ઓફ સાઉધર્ન કેલિફોર્નિયા, જેટ પ્રોપલ્શન લેબોરેટરી અને આઈઆઈટી-આઈએસએમ ધનબાદના વૈજ્ઞાનિકોએ મળીને આ રિસર્ચ કર્યું છે.
નવી સ્ટડીમાં આ ખુલાસો થયો છે કે, ચંદ્રની જમીની એટલે કે સપાટીની નીચે અંદાજે બે-ચાર મીટર નીચે બરફનો મોટો જથ્થો છે. પહેલાની સરખામણીમાં પાંચથી આઠ ગણો વધારે બરફ છે. બરફનો આ ખજાનો ચંદ્રના બંને ધ્રુવ પર છે. તેથી જમીનમાં ડ્રિલિંગ કરીને બરફને કાઢી શકાય છે. જેથી ભવિષ્યમાં લાંબા સમય માટે માણસ ચંદ્રમા પર રહી શકે. તેનાથી દુનિયાની કોઈ પણ સ્પેસ એનજ્સીઓને ફાયદો થશે.
હવે સવાલ એ છે કે ચંદ્ર પર આટલો બધો બરફ કેવી રીતે આવ્યો. તો આ સવાલના જવાબમાં ઈસરોએ જણાવ્યું કે, આ ઈંબ્રિંયન કાળનો મામલો છે. ત્યારે ચંદ્ર બની રહ્યો હતો. વોલ્કેનિઝમ એટલે કે જ્વાળામુખી ગતિવિધિઓથી નીકળેલી ગેસ લાખો વર્ષોથી ધીરે ધીરે સપાટીની નીચે બરફના રૂપમાં જમા થતી ગઈ છે.
ચોંકાવનારી બાબત એ છે કે, આ નવા અભ્યાસથી જૂના અભ્યાસને સમર્થન મળે છે. ગત સ્ટડીમાં પણ ઈસરોના સ્પેસ એપ્લીકેશન સેન્ટરે ચંદ્રયાન-2 ના ડ્યુઅલ ફ્રિક્વન્સી અપર્ચર રડાર અને પાર્લામેન્ટરી રડાર ડેટાનો ઉપયોગ કર્યો હતો. ત્યારે ચંદ્રના ધ્રુવીય ખાડાની અંદર બરફની હાજરી મળી આવી છે.
આ સ્ટડીમાં ઈસરો સહિત સમગ્ર દુનિયાની સ્પેસ એજન્સીઓને પોતાના ફ્યૂચર લૂનર મિશનમાં મદદ મળશે. પાણી શોધવા માટે ઈસરો કે અન્ય સ્પેસ એજન્સીઓ ધ્રુવો પર પોતાના મિશન અને ડ્રિલિંગ મશીન મોકલી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે