isro

કચ્છમાંથી મળી આવ્યા મંગળના ખડકો, NASA અને ISRO દ્વારા શરૂ કરાયુ સંશોધન

માર્સ મિશન કે જે અમેરિકન સ્પેસ એજન્સી નાસા અને ભારતની અંતરિક્ષ એજન્સી ઇસરો સંસ્થા દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. આ મિશન દરમિયાન મંગળ ગ્રહ પરની અસમતોલ જમીન પરની જેરોસાઈટ નામક ખનીજ કચ્છના માતાના મઢ ખાતેથી મળી આવ્યું હતું. જેનું નાસા સહિતની વિવિધ સંસ્થાના વૈજ્ઞાનિકો દ્વારા સંશોધન કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. પરંતુ કોરોના કાળમાં સંશોધનમાં રૂકાવટ આવી હતી ત્યારે ફરીથી આ સંશોધન આગામી ફેબ્રુઆરીથી શરૂ કરવામાં આવશે.

Oct 26, 2021, 06:56 PM IST

Chandrayaan-2 મિશનની મોટી સફળતા, ઓર્બિટરે ચંદ્ર પર જોયા પાણીના અણુ

ભારતના બીજા ચંદ્ર મિશન ચંદ્રયાન-2 (Lunar Mission Chandrayaan-2) એ ચંદ્ર પર પાણીના અણુઓ(Water Molecules) ની હાજરીની ભાળ મેળવી છે.

Aug 12, 2021, 06:18 PM IST

ધરતી પર નજર રાખનાર ઉપગ્રહ EOS-3 નું મિશન ફેલ, જાણો લોન્ચ બાદ શું આવી સમસ્યા

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO) ના ચેરમેન કે સિવને (K Sivan) એ જણાવ્યુ કે ક્રાયોજેનિક સ્ટેજ (Cryogenic Stage) માં આવેલી તકનીકી વિસંગતતાને કારણે જીએસએલવી-એફ10/ઈઓએસ-03નું મિશન પૂરુ થઈ શક્યું નહીં. 

Aug 12, 2021, 06:20 AM IST

આઝાદીના જશ્ન પહેલા ISRO આપશે ખુશખબર, આકાશમાં વોચડોગ કરશે તૈનાત

સમાચાર એજન્સી પીટીઆઈ પ્રમાણે ઇસરોએ કહ્યું કે, પ્રક્ષેપણ 12 ઓગસ્ટે સવારે પાંચ કલાક 43 મિનિટ પર કરવામાં આવશે. પરંતુ તે હવામાનની સ્થિતિ પર નિર્ભર રહેશે. ઈઓએસ-03 અત્યંત અદ્યતન ઉપગ્રહ છે. 
 

Aug 8, 2021, 02:29 PM IST

સૌરાષ્ટ્રના આકાશમાં ચમકતી લાઈટ અને ભેદી ધડાકાનું રહસ્ય વૈજ્ઞાનિકોએ ખુલ્લુ પાડ્યું

  • અવકાશમાં લાઈટ જોવા મળી છે એ જોતાં અવકાશથી તૂટી પડેલો કોઈ સેટેલાઈટ હોય એવું લાગે છે. ભૂતકાળમાં પણ આવી ઘટનાઓ બની છે
  • ઉપલેટામાં એક ઘડાકો પણ સંભળાયો હતો, એના લીધે એવું પણ અનુમાન લગાવી શકાય કે કોઈ એરક્રાફ્ટ ક્રેશ થયું હોય

Jun 22, 2021, 02:01 PM IST

સાબરકાંઠામાં દેખાઈ રહસ્યમય રોશની, હોય શકે છે UFO?

સાબરકાંઠાના દરબારગઢમાં આકાશમાં રાતના જોવા મળેલ રોશની લોકો માટે રહસ્યમય બની ગઈ છે. જેને લઈને અનેક તર્ક વિતર્ક સર્જાઈ છે. અનેક ગામના લોકો તેને UFO એટલે કે UNIDNETIFIED FLIYNG OBJECT હોવાનું માની રહ્યા છે. આમતો દુનિયાના ઘણા ભાગોમાં UFO દેખાવાના દાવા કરવામાં આવ્યા છે. જેને એલિયન્સ સાથે પણ જોડવામાં આવે છે. 

Mar 12, 2021, 11:38 PM IST

સરહદની દરેક ગતિવિધિ પર નજર રાખશે આ સેટેલાઇટ, ISRO 28 માર્ચે લોન્ચ કરશે GISAT-1

અંતરિક્ષ વિભાગમાં સચિવ અને ઇસરોના અધ્યક્ષ કે સિવને પાછલા સપ્તાહે કહ્યુ હતુ કે જે ટેકનીકલ મુદ્દાને કારણે જીસેટ-1 મિશનને સ્થગિત કરી દેવામાં આવ્યું હતું, જેનું સમાધાન થઈ ગયું છે. કોવિડ-19ને કારણે લાગેલા લૉકડાઉનને કારણે સામાન્ય કામકાજ પ્રભાવિત થવાથી તેના પ્રક્ષેપણમાં વધુ વિલંબ થયો. 
 

Mar 7, 2021, 10:08 PM IST

ISRO એ લોન્ચ કર્યો PSLV-C51/Amazonia-1, અંતરિક્ષમાં આત્મનિર્ભર ભારતની ઉડાણ

આત્મનિર્ભર ભારત માટે આજનો દિવસ ઐતિહાસિક  છે. અંતરિક્ષમાં પણ જય હિન્દ ગૂંજશે. ઈસરોનું પોલર સેટેલાઈટ લોન્ચ વ્હીકલ આ વખતે પોતાની સાથે સેટેલાઈટ ઉપરાંત ભગવદ ગીતાની એક ઈલેક્ટ્રોનિક કોપી લઈને ઉડાણ ભરી ચૂક્યું છે. 

Feb 28, 2021, 09:42 AM IST

પોતાને ઝેર અપાયાનો દાવો કરનાર ISROના વૈજ્ઞાનિક તપન મિશ્રાનો Exclusive ઈન્ટરવ્યૂ

ઈસરોના વૈજ્ઞાનિકે પોતાને ઝેર આપવાની વાત કહેતા દેશભરમાં ખળભળાટ મચી ગયો છે. ઈસરો  (ISRO) ના વૈજ્ઞાનિક અને અમદાવાદ સ્પેસ એપ્લિકેશન સેન્ટરના પૂર્વ ડાયરેક્ટર તપન મિશ્રાએ ફેસબુક પોસ્ટથી દાવો કર્યો કે, તેઓને વર્ષ 2017 માં ઝેર આપીને મારવાનો પ્રયાસ કરાયો હતો. તપન મિશ્રા (Tapan Misra) એ આરોપ લગાવ્યો કે, તેઓને 23 મે, 2017ના રોજ ઝેર આપવામાં આવ્યું હતું. ત્યારે આ ખુલાસા બાદ તપન મિશ્રાએ ઝી 24 કલાક સાથે વાત કરી હતી. ઝી 24 કલાક સાથેના એક્સક્લુઝીવ ઈન્ટરવ્યૂમાં તેઓએ અનેક મોટા ખુલાસા કર્યાં. 

Jan 6, 2021, 11:32 AM IST

ISROએ 42મી કોમ્યુનિકેશન સેટેલાઇટ લોન્ચ કરી, ફ્રીક્વન્સી સ્પેક્ટ્રમ સેવાઓ થશે વધુ સરળ

ઇસરો (ISRO)ના ચેરમેન ડો. કે સિવને જણાવ્યુ કે, PSLV-C50 પૂર્વનિર્ધારિત કક્ષામાં CMS01 સંચાર ઉપગ્રહને સફળતાપૂર્વક ઇંજેક્ટ કરી દેવામાં આવ્યો છે. 
 

Dec 17, 2020, 05:58 PM IST

ISRO આજે ફરી રચશે ઇતિહાસ, પ્રાપ્ત કરશે આ મોટી સફળતા

અંતરિક્ષની દુનિયામાં ઘણી સફળતા ઝંડા લગાવી ચૂકેલા ઇસરો (ISRO) માટે આજે વધુ એક મહત્વપૂર્ણ દિવસ છે. જેનું કાઉન્ટડાઉન હજુ પણ ચાલુ છે. ઇસરો આજે ફરી અંતરિક્ષમાં પોતાનો પરચમ લહેરાવશે

Nov 7, 2020, 08:31 AM IST

Chandrayaan-2એ મેળવી વધુ એક મોટી સિદ્ધિ, હજુ 7 વર્ષ કરશે કામગીરી 

ચંદ્રયાન-2(Chandrayaan-2)એ ચંદ્રની કક્ષામાં પરિક્રમા કરતા એક વર્ષ પૂરું કરી લીધુ છે. આ અવસરે અંતરિક્ષ એજન્સી ઈસરો (ISRO)એ મિશન સંબંધિત પ્રાથમિક ડેટા જાહેર કર્યો છે અને કહ્યું કે ભલે વિક્રમ લેન્ડર સોફ્ટ લેન્ડિંગમાં નિષ્ફળ ગયું પરંતુ ઓર્બિટરે ચંદ્રમાની ચારે બાજુ 4400 પરિક્રમા પૂરી કરી છે અને તમામ આઠ ઓનબોર્ડ ઉપકરણ સારું પ્રદર્શન કરી રહ્યાં છે. ઓર્બિટરમાં ઉચ્ચ ટેક્નોલોજીવાળા કેમેરા  લાગેલા છે. જેથી કરીને ચંદ્રની બહારના વાતાવરણ અને તેની સપાટી અંગે જાણકારી ભેગી કરી શકાય. 

Aug 21, 2020, 01:50 PM IST

અંતરિક્ષમાં રચાશે નવો ઈતિહાસ! ઈસરોની મદદથી Skyroot કરશે આ 'ચમત્કાર'

ભારત અંતરિક્ષની નવી મહાશક્તિ બની ચૂક્યું છે. ઈસરો વૈજ્ઞાનિક અનેક ઉપલબ્ધિઓ મેળવી ચૂક્યા છે અને આ સિલસિલો હજુ પણ ચાલુ છે. મેક ઈન ઈન્ડિયા અને મેક ફોર વર્લ્ડના મંત્ર વચ્ચે એક ભારતીય કંપની સ્પેસ સેક્ટરમાં નવું ડગલું ભરી રહી છે. ભારતની એરોસ્પેસ કંપની સ્કાયરૂટ (Skyroot) ઈસરોની મદદથી ડિસેમ્બર 2021 સુધીમાં અંતરિક્ષમાં રોકેટ લોન્ચ કરશે. સ્કાયરૂટે પોતાના પહેલા લોન્ચ વ્હિકલનું નામ વિક્રમ-1 (Vikaram-I) રાખ્યું છે. સ્કાયરૂટ એરોસ્પેસ પહેલી ભારતીય સ્ટાર્ટઅપ કંપની છે જેના દ્વારા દેશના પહેલા ખાનગી રોકેટ એન્જિન રમણનું સફળ પરિક્ષણ પૂરું થયું. 

Aug 16, 2020, 01:31 PM IST

ચંદ્રયાન-2એ કેદ કરી ચંદ્રના ક્રેટરની તસવીર, ISROએ નામ આપ્યું વિક્રમ સારાભાઇ

ચંદ્રયાન-2 (Chandrayaan-2)એ ચંદ્ર (Moon)ની કેટલીક તસવીરોની સાથે તેના એક ક્રેટરને પણ કેમેરામાં કેદ કર્યો છે. આ ક્રેટરનું નામ ભારતીય અંતરિક્ષ કાર્યક્રમના જનક વિક્રમ સારાભાઇ (Vikram Sarabhai)ના નામ પર રાખ્યું છે. પ્રધાનમંત્રી કાર્યાલયમાં રાજ્યમંત્રી જિતેન્દ્ર સિંહે શુક્રવારના આ વિશે જાણકારી આપતા કહ્યું કે, સારાભાઇનું જન્મ શતાબ્દી વર્ષ 12 ઓગસ્ટે પૂર્ણ થયું હતું અને આ તેમને શ્રદ્ધાંજલિ છે.

Aug 15, 2020, 01:13 PM IST

2020ની શરૂઆતમાં જ ISROએ સર્જયો રેકોર્ડ, તાકાતવાર ઉપગ્રહ GSAT-30 કર્યો લોન્ચ

ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠને (ISRO) મોટી સફળતા મેળવતા તાકાતવર સંચાર ઉપગ્રહ જીસેટ-30 (GSAT-30) ને સફળતાપૂર્વક લોન્ચ કર્યો છે. ઈસરોનું GSAT-30 યુરોપિયન હેવી રોકેટ એરિયન-5 (Ariane-5)  દ્વારા શુક્રવારે વહેલી સવારે 2.35 મિનીટ પર છોડવામાં આવ્યું, જે જિયોસિંક્રોનસ ટ્રાન્સફર ઓર્બિટમાં સફળતાપૂર્વક લોન્ચ થયો. આ રીતે ભારતે આ વર્ષે એટલે 2020ના પહેલા મિશનને સફળતાની સાથે પૂરું કર્યું. આ ઉપગ્રહ ભારતની ટેલિકમ્યુનિકેશન સેવાઓને વધુ સારી બનાવવામાં મદદ કરશે. જીસેટ-30 સંચાર ઉપગ્રહ ઈનસેટ-4એની જગ્યા લેશે. જેને વર્ષ 2005માં લોન્ચ કરવામાં આવ્યો હતો.

Jan 17, 2020, 08:07 AM IST

નવા વર્ષે ISROએ દેશને આપ્યાં ખુશખબર, ચંદ્રયાન-3 મિશન અંગે કરી આ મોટી જાહેરાત

નવા વર્ષે ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ISRO)એ પોતાના નવા સંકલ્પોને જાહેર કર્યા છે. વર્ષના પહેલા દિવસે ઈસરોના ચેરમેન કે સિવને દેશને ખુશખબર આપતા કહ્યં કે મિશન ચંદ્રયાન 3 (Chandrayan-3) ના પ્રોજેક્ટને મંજૂરી મળી ગઈ છે અને તે દિશામાં કામ પણ શરૂ થઈ ગયુ છે. આ સાથે જ તેમણે કહ્યું કે ગગનયાન મિશનનું કામ લગભગ પૂરું થઈ ગયું છે. ગગનયાન (Gaganyan) મિશનની ડિઝાઈનિંગનું કામ પૂરું થયું. 

Jan 1, 2020, 02:15 PM IST

જ્યારે ઇસરોના વૈજ્ઞાનિકે વગાડી વાંસળી, જુઓ મંત્રમુગ્ધ કરી દેતો આ VIDEO

કુન્હીકૃષ્ણનના આ શાનદાર પ્રદર્શનનો વીડિઓ કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે પોતાના સત્તાવાર ટ્વીટર એકાઉન્ટ પર શેર કર્યો છે. 
 

Dec 30, 2019, 05:04 PM IST

જમીન પર પડેલી પાણીની બોટલને 576 કિમી ઉંચાઈથી પણ શોધી કાઢશે ઈસરોનો RISAT-2BR 1 સેટેલાઈટ

ભારતે 11 ડિસેમ્બરના રોજ પોતાનો સર્વિલાંસ સેટેલાઈટ લોન્ચ કર્યો છે. 15 દિવસોમાં લોન્ચ કરાયેલો આ બીજો સર્વિલાંસ સેટેલાઈ છે, જે અંતરિક્ષના ચક્કર લગાવતા તે આપણા દુશ્મનોની જાસૂસી પણ કરી શકે છે. તેને આપમે સ્પેસમાં સૌથી શાનદાર અને સટીક જાસૂસ પણ કહી શકીએ છીએ. PSLV-C48 રોકેટે દેશમાં બનેલ (રિસેટ) RISAT-2BR 1 સેટેલાઈની સાથે 4 દેશોના 9 Satellitesને અંતરિક્ષમાં સફળતાપૂર્વક પહોંચાડી દીધા છે. આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાથી બુધવારે બપોરે 3 વાગીને 25 મિનીટ પર આ સેટેલાઈટ લોન્ચ કરાયા છે. અને માત્ર 21 મિનીટમાં તમામ 10 ઉપગ્રહ અંતરિક્ષમાં પોતાના ભ્રમણ કક્ષામાં પહોંચી ગયા છે.

Dec 12, 2019, 01:53 PM IST
isro launches risat 2br1 and 9 customer satellites PT4M19S

ISROએ સફળતાપૂર્વક લોન્ચ કર્યો સૌથી શક્તિશાળી સેટેલાઇટ

ભારતીય સ્પેસ એજન્સી ઈસરોએ તેના મહત્વકાંક્ષી ઉપગ્રહ RISAT-2BR1નું પીએસએલવી-સી 48 દ્રારા સફળતાપૂર્વક લોન્ચ કર્યો છે. શ્રીહરિકોટા સ્પેસ સ્ટેશનથી શક્તિશાળી રડાર ઈમેજિંગ સેટેલાઈટ RISAT-2BR1 ઉપગ્રહ બપોરે 3.25 કલાકે લોન્ચ કરાયો. લોન્ચિંગ બાદ હવે દેશની સરહદો પર નજર રાખવી ખુબ સરળ થઈ પડશે. આ સેટેલાઈટ રાતના અંધારા અને ખરાબ હવામાનમાં પણ કામ કરશે. એટલે કે ધરતી પર ગમે તેટલું ખરાબ હવામાન હોય તો પણ તે કામ કરી શકશે. ગમે તેટલા વાદળ છવાયા હોય, તેની નજર વાદળોને ચીરીને સરહદોની સ્પષ્ટ તસવીર લઈ શકશે. ઈસરોના જણાવ્યાં મુજબ આ સેટેલાઈટને અંતરિક્ષમાં 576 કિમીની ઊંચાઈએ કક્ષામાં સ્થાપિત કરવામાં આવશે.

Dec 11, 2019, 07:30 PM IST

ISROએ સફળતાપૂર્વક લોન્ચ કર્યો RISAT-2BR1 સેટેલાઈટ, બાલાકોટ જેવા મિશનમાં મળશે મદદ

ભારતીય સ્પેસ એજન્સી ઈસરોએ તેના મહત્વકાંક્ષી ઉપગ્રહ RISAT-2BR1નું પીએસએલવી-સી 48 દ્રારા સફળતાપૂર્વક લોન્ચ કર્યો છે. શ્રીહરિકોટા સ્પેસ સ્ટેશનથી શક્તિશાળી રડાર ઈમેજિંગ સેટેલાઈટ RISAT-2BR1 ઉપગ્રહ બપોરે 3.25 કલાકે લોન્ચ કરાયો. લોન્ચિંગ બાદ હવે દેશની સરહદો પર નજર રાખવી ખુબ સરળ થઈ પડશે. આ સેટેલાઈટ રાતના અંધારા અને ખરાબ હવામાનમાં પણ કામ કરશે. એટલે કે ધરતી પર ગમે તેટલું ખરાબ હવામાન હોય તો પણ તે કામ કરી શકશે. ગમે તેટલા વાદળ છવાયા હોય, તેની નજર વાદળોને ચીરીને સરહદોની સ્પષ્ટ તસવીર લઈ શકશે. ઈસરોના જણાવ્યાં મુજબ આ સેટેલાઈટને અંતરિક્ષમાં 576 કિમીની ઊંચાઈએ કક્ષામાં સ્થાપિત કરવામાં આવશે. 

Dec 11, 2019, 04:03 PM IST