જસ્ટિસ NV Ramana બન્યા દેશના નવા CJI, રાષ્ટ્રપતિએ અપાવી શપથ
સીજેઆઇના રૂપમાં જસ્તિસ રમનાનો કાર્યકાળ 26 ઓગસ્ટ 2022 સુધી હશે. 17 ફેબ્રુઆરી 2014ના રોજ સુપ્રીમ કોર્ટમાં પોતાના પ્રમોશનથી પહેલાં જસ્ટિસ રમના દિલ્હી હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ હતા.
Trending Photos
નવી દિલ્હી: દેશના નવા ચીફ જસ્ટિસ (CJI) તરીકે જસ્ટિસ એન વી રમના (Justice NV Ramana) એ આજે દેશના મુખ્ય ન્યાયાધીશનો કાર્યભાર સંભાળી લીધો છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદએ સવારે 11 વાગે તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi), ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ, કેંદ્રીય કાનૂન મંત્રી રવિ શંકર પ્રસાદ (Ravi Shankar Prasad) સહિત સુપ્રીમ કોર્ટના ઘણા જજોની હાજરીમાં પદની શપથ અપાવી હતી. જસ્તિસ એનવી રમનાનો કાર્યકાળૅ 16 મહિનાનો હશે.
26 ઓગસ્ત 2022 સુધી કાર્યકાળ
સીજેઆઇના રૂપમાં જસ્તિસ રમનાનો કાર્યકાળ 26 ઓગસ્ટ 2022 સુધી હશે. 17 ફેબ્રુઆરી 2014ના રોજ સુપ્રીમ કોર્ટમાં પોતાના પ્રમોશનથી પહેલાં જસ્ટિસ રમના દિલ્હી હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ હતા. તેમનો જન્મ 27 ઓગસ્ટ 1957ના રોજ આંધ્ર પ્રદેશના કૃષ્ણા જિલ્લાના પોન્નવરમના એક કૃષિ પરિવારમાં થયો હતો.
બહુમુખી પ્રતિભાના ધની સીજેઆઇ રમના
જસ્ટિસ રમના કોલેજા દિવસોમાં વિદ્યાર્થી રાજકારણ સાથે સંકળાયેલા હતા. તેમણે થોડો સમય પત્રકારત્વમાં પણ કામ કર્યું. વર્ષ 1983 માં વકાલત શરૂ કરનાર રમના આંધ્ર પ્રદેશના એડિશનલ એડવોકેટ જનરલ રહેવા ઉપરાંત કેંદ્ર સરકારના પણ ઘણા વિભાગોના વકીલ રહ્યા. 2000 માં તે આંધ્ર પ્રદેશ હાઇકોર્ટના કાયમી જજ બન્યા. વર્ષ 2014 માં સુપ્રીમ કોર્ટમાં પોતાની નિયુક્તિ પહેલાં તે દિલ્હી હાઇકોર્ટ (Delhi High Court) ના મુખ્ય ન્યાયાધીશ હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે