શિલોંગમાં ટોળાએ સુરક્ષાદળો પર પેટ્રોલ બોંબ ફેક્યા: રિજિજુએ શાંતિ જાળવવા કરી અપીલ
- ઇન્ટરનેટ અને મેસેન્જીંગ સેવા પણ બંધ કરી દેવાઇ
- આખી રાત હિંસા ચાલી જેમાં પોીસ અધિક્ષક ઘાયલ
- તોફાનીઓને હટાવવા માટે ટીયર ગેસનાં શેલ છોડાયા
Trending Photos
શિલોન્ગ : પુર્વોત્તરનાં સુંદર શહેરોમાંથી એક શિલોન્ગમાં પરિસ્થિતી હિંસક થઇ ગઇ છે. શિલોન્ગનાં જીએસ રોડ પર ઉપદ્રવીઓએ સુરક્ષા દળોને ટાર્ગેટ કરતા પેટ્રોલ બોમ્બ અને પથ્થર ફેંક્યા હતા. જવાબમાં સુરક્ષા દળોએ ભીડને કાબુમા લેવા માટે ટીયર ગેસનાં સેલ છોડ્યા છે. પોલીસે પાંચ લોકોની ધરપકડ પણ કરી છે. કેન્દ્રીય ગૃહરાજ્યમંત્રી કિરણ રિજિજુએ ટ્વીટ કરીને લોકોને અફવા પર ધ્યાન નહી આપવા માટે અપીલ કરી છે.
રિજિજુએ ટ્વીટ કરીને કહ્યું કે, મેઘાલયમાં લઘુમતી સીખ સમુદાયનાં કોઇ પણ ગુરૂદ્વારાને કોઇ નુકસાન નથી પહોંચ્યું. કાયદો અને વ્યવસ્થાની સ્થિતી નિયંત્રણમાં છે અને રાજ્ય સરકાર સ્થિતીને સામાન્ય બનાવવા માટેના ભરચક પ્રયાસો કરી રહ્યા છે. જો કે રાજ્ય સરકારે સતર્કતા વર્તતા મેઘાલયની રાજધાની શિલોન્ગનાં કેટલાક વિસ્તારોમાં રહેલા સુરક્ષા દળોની સંખ્યા વધારી દેવામાં આવી છે.
શિલોન્ગમાં સિખોની સુરક્ષાને ખતરાનાં સમાચારોથી ચિંતિત પંજાબની અમરિંદર સિંહ સરકારે કેબિનેટ મંત્રી સુખજિંદર રંધાવાનાં નેતૃત્વમાં ચાર સભ્યોની એક ટીમ મેઘાલયની રાજધાની મોકલી છે. એક અધિકારીક પ્રવક્તાની ટીમ સંકટગ્રસ્ત વિસ્તારમાં પરિસ્થિતીને કાબુમાં લેવા માટે દરેક સંભવ પ્રયાસો કરી રહ્યા છે. બીજી તરફ સિખ સમુદાયને દરેક સંભવ મદદ કરવા માટેની પણ ખાત્રી આપી હતી. મુખ્યમંત્રી ટીમને સોમવારે સવારે શિલોન્ગ રવાના થવા માટે કહ્યું.
અમરિંદરે ટીમને તણાવવાળા વિસ્તારમાં પહોંચ સુનિશ્ચિત કરવા માટે મેઘાલયનાં મુખ્યમંત્રી કોનરાડ સંગમાનો સહયોગ માંગ્યો છે. પ્રવક્તાએ જણાવ્યું કે,અમરિંદરે સંગમાને સિખ સમુદાય અને તેમની ધાર્મિક સંસ્થાઓને રાજ્યમાં સુરક્ષા પુરી પાડવા માટેની અપીલ કરી.
શિલોન્ગમાં સામાન્ય ઘર્ષણ કોઇ સાંપ્રદાયિક હિંસા નહી: મુખ્યમંત્રી
મેઘાલયનાં મુખ્યમંત્રી કોનરાડ કે સંગમાએ કહ્યું કે, ગુરૂવારે હિંસા સ્થાનીક મુદ્દે ભડકી હતી અને તે સાંપ્રદાયીક નહોતી. કર્ફ્યુમાં શનિવારે સાત કલાકની ઢીલ વરતવામાં આવી. બે સમુદાયો સાથે થયેલા ઘર્ષણને ધ્યાને રાખી દિલ્હીથી શિરોમણી અકાલી દળનાં નેતાઓએ એક દળે મેઘાલયની રાજધાનીની મુલાકાત લીધી હતી. હિંસામાં ઓછામાં ઓછા 10 લોકો ઘાયલ થઇ ગયા હતા.
અધિકારીઓએ જણાવ્યું કે, ઇસ્ટ ખાસી હિલ્સ જિલ્લા તંત્રએ સવારે આઠ વાગ્યાથી બપોરે ત્રણ વાગ્યા સુધી કર્ફ્યુમાં ઢીલ વર્તતા રવિવારની પ્રાર્થના માટે લોકોને ચર્ચમાં જવાની પરવાનગી આપી હતી. સમસ્યા એક ખાસ મુદ્દે સ્થાનીક સ્તરની છે. બસ વાત જાણે એમ છે કે બે ખાસ સમુદાયોનાં લોકો તેમાં સમાવિષ્ટ હતા, જો કે આ સાંપ્રદાયીક નહોતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે