સિંધિયા હાઉસની આગમાં નથી સળગ્યા PNB ગોટાળાનાં ડોક્યુમેન્ટ્સ: IT
નીરવ મોદીથી માંડીને વિજય માલ્યા સુધીમાં તમામ કૌભાંડીઓની તપાસની ફાઇલો આ ઓફીસ ખાતે જ મુકવામાં આવે છે
Trending Photos
મુંબઇ : પંજાબ નેશનલ બેંક ગોટાળાનાં મુખ્ય આરોપી નીરવ મોદીએ મુંબઇની સિધિયા હાઉસ (મુંબઇ)માં લાગેલી આગમાં નષ્ટ થયેલા દસ્તાવેજોનાં સમાચારો પર આવકવેરા વિભાગનું નિવેદન આપ્યું છે. સમાચાર એજન્સી એએનઆઇનાં અનુસાર આવકવેરા વિભાગે સ્પષ્ટ કર્યું કે નીરવ મોદી અને મેહુલ ચોકસીની વિરુદ્ધ ચાલી રહેલી તપાસનાં દસ્તાવેજ મુલ્યાંકન પ્રક્રિયા હેઠળ પહેલા જ અન્ય ઇમારતોની ગણત્રી એકમને ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા છે. સિંધિયા હાઉસમાં આગમાં રેકોર્ડનાં નુકસાનની આશંકા ખોટી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, દક્ષિણ મુંબઇ ખાતે આવકવેરા વિભાગની ઓફીસ સિંધિયા હાઉસમાં શુક્રવારે સાંજે આગ લાગી ગઇ હતી. મળતી માહિતી અનુસાર આવકવેરા વિભાગે આ જ ઓફીસમાં નીરવ મોદી જેવા ઘણા આર્થિક ગુનાખોરો સાથે જોડાયેલા કેટલાક કાયદાકીય દસ્તાવેજો મુક્યા હતા. સાથે જ કરચોરી અંગેના અન્ય કેટલાક કેસની ફાઇલો પણ અહીં જ મુકવામાં આવી હતી.
It's clarified that records/documents of ongoing probe against #NiravModi & #MehulChoksi were already transferred to assessment units housed in other buildings as part of assessment process. Apprehensions of damage to records in fire in Scindia House (Mumbai) misplaced: I-T dept pic.twitter.com/JoYYP5grCW
— ANI (@ANI) June 3, 2018
આવકવેરા વિભાગે ટ્વીટ કરીને કહ્યું કે, મીડિયાનાં કેટલાક હિસ્સામાં રિપોર્ટનો ખુલાસો કરતા આરોપો લગાવાઇ રહ્યા છેકે નીરવ મોદી અને મેહુલ ચોક્સીની તપાસ સંબંધિત દસ્તાવેજો મુંબઇમાં આવકવેરા વિભાગનાં સિંધિયા હાઉસની આગમાં નનષ્ટ થઇ ગયા છે. આ સમાચાર ખોટા છે. દક્ષિણ મુંબઇ ખાતે આવકવેરા વિભાગની ઓફીસ સિંધિયા હાઉસમાં 300 કરતા વધારે કર્મચારીઓ કામ કરે છે. બેનામી સંપત્તી સહિત આવકવેરા વિભાગ સાથે જોડાયેલા કેટલાક કિસ્સાઓમાં મહત્વનાં દસ્તાવેજો પણ આ જ ઇમારતમાં મુકાય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, નીરવ મોદી અને વિજય માલ્યા જેવા આર્થિક ગુનાખોરો પ્રત્યાર્પણ માટે ભારત સરકાર સતત પ્રયાસરત્ત છે પરંતુ તેમ છતા પણ એવા ઘણા ગુનાખોરો હજી પણ કાયદાનાં વર્તુળની બહાર છે. નીરવ મોદી અને મેહુલ ચોક્સી પંજાબ નેશનલ બેંક સાથે આશરે 13 હજાર કરોડ રૂપિયાની ગુનાખોરીના આરોપી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે