Kisan andolan: વિરોધ કરી રહેલા કિસાન સંગઠનો સાથે વાતચીત માટે સરકાર તૈયારઃ નરેન્દ્ર સિંહ તોમર
Farmers protest: કેન્દ્રના ત્રણ કૃષિ કાયદા વિરુદ્ધ કિસાનો મહિનાઓથી આંદોલન કરી રહ્યાં છે. દિલ્હીની સરહદો પર કિસાનો બેઠા છે. કિસાન નેતા દેશમાં ફરીને કૃષિ કાયદાની વિરુદ્ધ કિસાનોને એક કરી રહ્યાં છે.
Trending Photos
નવી દિલ્હીઃ કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર (Narendra singh tomar) એ કહ્યુ કે, સરકાર કૃષિ બિલનો વિરોધ કરી રહેલા (Farmers protest) કિસાન સંગઠનો સાથે વાતચીત માટે તૈયાર છે. તેમણે કિસાન સંગઠનોને એકવાર ફરી અપીલ કરી છે કે તે પોતાનું આંદોલન સમાપ્ત કરી દે.
નરેન્દ્ર સિંહ તોમરે કહ્યુ, 'કિસાનોના મનમાં અસંતોષ નથી. જે કિસાન સંગઠન આ બિલનો વિરોધ કરી રહ્યા છે તેની સાથે સરકાર વાતચીત માટે તૈયાર છે. હું કિસાન સંગઠનોને આગ્રહ કરીશ કે તે પોતાનું આંદોલન સ્થગિત કરે જો તે વાતચીત માટે આવશે તો સરકાર તૈયાર છે.'
Many farmers unions, economists are supporting the Agricultural Bills but some farmers are protesting against the bills. The government held 11 round of talks with protesting farmer unions, we are ready for more talks: Union Agriculture Minister Narendra Singh Tomar pic.twitter.com/XUpQARNE2u
— ANI (@ANI) April 10, 2021
કેન્દ્રીય કૃષિ મંત્રીએ કહ્યુ કે, ઘણા કિસાન સંગઠન અને અર્થશાસ્ત્રી આ કૃષિ બિલનું સમર્થન કરી રહ્યાં છે. સરકારે વિરોધ કરી રહેલા કિસાન સંગઠનો સાથે 11 રાઉન્ડની વાતચીત કરી છે. અમે વધુ વાતચીત માટે તૈયાર છીએ. મહત્વનું છે કે નવા કૃષિ કાયદા વિરુદ્ધ કિસાનોનું સતત આંદોલન ચાલી રહ્યું છે.
દિલ્હીની સરહદો પર કિસાનો મહિનાઓથી આંદોલન કરી રહ્યાં છે. તો કિસાન નેતા દેશના અન્ય વિસ્તારમાં આ કાયદાની વિરુદ્ધ ખેડૂતોને એક કરી રહ્યાં છે. વિરોધ કરી રહેલા કિસાનો કેન્દ્ર પાસે ત્રણેય વિવાદાસ્પદ કાયદા પરત લેવાની અને એમએસપી પર કાયદાકીય ગેરંટી આપવાની માંગ કરી રહ્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે