નિર્ભયાના દોષિતોને કાલે થશે ફાંસી, પહેલાં અને પછી શું થશે? જાણો આખી પ્રક્રિયા
કેદીને ફાંસીના તખતા પર ચડાવતી વખતે જલ્લાદ બંને પગ દોરડાથી બાંધી દે છે
Trending Photos
નવી દિલ્હી : શુક્રવારે નિર્ભયા કેસ (Nirbhaya Case)ના ચારેય દોષિતોને ફાંસી આપવામાં આવશે. તેમની સામેના તમામ કાયદાકીય વિકલ્પોનો અંત આવી ગયો છે. આજે સુપ્રીમ કોર્ટમાં દોષી પવનની અરજી પર સુનાવણી થશે. હકીકતમાં નિર્ભયાના દોષી પવને મંગળવારે સુપ્રીમ કોર્ટમાં એક ક્યુરેટિવ પિટીશન દાખલ કરી હતી કે આ ઘટના બની ત્યારે તે સગીર હતો અને એટલે તેની ફાંસીની સજા રદ કરવામાં આવશે. આ ક્યુરેટિવ પિટીશન પર સુપ્રીમ કોર્ટના જજ(Supreme Court) સુનાવણી કરશે. જો દોષિતોને ફાંસી થશે તો તેની આખી પ્રક્રિયા પણ અલગ જ છે.
ફાંસી આપતી વખતે જ્યારે કેદીને ફાંસીના તખતા પર ઉભો કરવામાં આવે છે ત્યારે જલ્લાદ તેના બંને પગ દોરડાથી બાંધી દે છે અને પછી ગળામાં ફાંસીનો ફંદો નાખી દે છે. પહેલાં આ ફંદો ઢીલો રાખવામાં આવે છે અને પછી મેડિકલ ટીમ એને ચેક કરે છે. આ પછી જલ્લાદ ફાંસીનો ફંદો ખેંચવા માટે લીવર દબાવે છે. આ પછી કેદીને અડધી કલાક સુધી કેદીને ફાંસીના ફંદામાં લટકાવી રાખવામાં આવે છે. મેડિકલ ટીમ જ્યારે કેદી મરી ચુક્યો છે એવું સર્ટિફિકેટ આપે છે અને પછી એ સર્ટિફિકેટ સુપ્રિટેન્ડન્ટને આપવામાં આવે છે. આ પછી જેલ મેન્યુઅલ પ્રમાણે બોડીને સન્માન સાથે કેદીની બોડીને પરિવારને મોકલી દેવામાં આવે છે. જો સુપ્રિટેન્ડન્ટને લાગે કે બોડી પરિવારને આપ્યા પછી વાતાવરણ બગડી શકે છે તો તેઓ જેલમાં પણ અંતિમ સંસ્કાર કરવામાં આવે છે.
જે દિવસે ફાંસી આપવામાં આવે છે એ દિવસે જેલ મેન્યુઅલ પ્રમાણે કેદીને સૂરજ ઉગે એ પહેલાં ઉઠાડવામાં આવે છે. આ દિવસે સુપ્રિટેન્ડન્ટ તમામ મેઇલ અને કાગળ ચેક કરે છે અને ફાંસીને લગતી અપડેટ નથી આવીને એની ખાસ તપાસ કરી લે છે. કેદીનું ડેથ વોરંટ જાહેર થાય એ પછી તેની પાસે કામ કરાવવાનું બંધ કરી દેવામાં આવે છે અને તેની પર 24 કલાક નજર રાખવામાં આવે છે. આ પછી સતત 24 કલાક તેની પર નજર રાખવામાં આવે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે