Khatu Shyam Temple Stampede: ખાટુ શ્યામજી મંદિરમાં ભાગદોડ મચી, 3 શ્રદ્ધાળુઓના મોત, અનેક ઘાયલ

Khatu Shyam Temple Stampede: રાજસ્થાનના સીકર જિલ્લામાં પ્રસિદ્ધ ખાટુ શ્યામજી મંદિરમાં સવાર સવારમાં મંદિરના કપાટ ખુલતા જ ભાગદોડ મચી ગઈ. આ ભાગદોડમાં 3 શ્રદ્ધાળુઓના જીવ ગયા જ્યારે કેટલાક લોકો ઘાયલ થયા. એવું કહેવાય છે કે સવારે 5 વાગે મંદિરના કપાટ ખુલતા જ ભીડનું દબાણ વધવાના કારણે ભાગદોડ મચી ગઈ. આ દરમિયાન અનેક મહિલા અને પુરુષ શ્રદ્ધાળુઓ પડી ગયા અને તેમને ઉઠવાની તક જ ન મળી.

Khatu Shyam Temple Stampede: ખાટુ શ્યામજી મંદિરમાં ભાગદોડ મચી, 3 શ્રદ્ધાળુઓના મોત, અનેક ઘાયલ

સીકર: રાજસ્થાનના સીકર જિલ્લામાં પ્રસિદ્ધ ખાટુ શ્યામજી મંદિરમાં સવાર સવારમાં મંદિરના કપાટ ખુલતા જ ભાગદોડ મચી ગઈ. આ ભાગદોડમાં 3 શ્રદ્ધાળુઓના જીવ ગયા જ્યારે કેટલાક લોકો ઘાયલ થયા. ઘટનાસ્થળે હાજર પોલીસકર્મીઓ અને મંદિર કમિટીના ગાર્ડ્સે વ્યવસ્થા સંભાળી અને તમામ ઘાયલોને હોસ્પિટલમાં ખસેડ્યા. હાલ ખાટુશ્યામજી પોલીસ મથક સમગ્ર મામલે તપાસમાં લાગી છે. 

એવું કહેવાય છે કે સવારે 5 વાગે મંદિરના કપાટ ખુલતા જ ભીડનું દબાણ વધવાના કારણે ભાગદોડ મચી ગઈ. આ દરમિયાન અનેક મહિલા અને પુરુષ શ્રદ્ધાળુઓ પડી ગયા અને તેમને ઉઠવાની તક જ ન મળી. અફડાતફડીમાં ભીડને માંડ કંટ્રોલ કરાઈ અને સુરક્ષા વ્યવસ્થામાં લાગેલા કર્મચારીઓએ મોરચો સંભાળતા ઘાયલોને હોસ્પિટલ ખસેડ્યા, જ્યાં 3 મહિલાઓએ દમ તોડ્યો. 

— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) August 8, 2022

આ બાજુ સૂચના મળતા જ પોલીસ અને પ્રશાસનની ટીમો ઘટનાસ્થળે અને  હોસ્પિટલ પહોંચી. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે મૃતકોમાં સામેલ એક મહિલાની ઓળખ થઈ ચૂકી છે. હાલ મામલાની આગળના કાર્યવાહી ચાલુ છે. અત્રે જણાવવાનું કે કોરોનાકાળ બાદ ખાટુશ્યામમાં દર મહિને લાગતા માસિક મેળામાં પણ શ્રદ્ધાળુઓની સંખ્યા લાખોમાં રહે છે. પરંતુ મંદિરનું ક્ષેત્રફળ ઓછું હોવાના કારણે અને સારી રીતે દર્શનની સુવિધા ન હોવાથી અહીં આ પ્રકારની ઘટનાઓ ઘટતી રહે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news