આ 5 રાશિના જાતકો પર Shani Dev ની નજર, સંકટ ટાળવા માટે Shravan ના પહેલા શનિવારે કરો આ કામ

સનાતન ધર્મમાં શ્રાવણ મહિનો (Shravan Month) ખૂબ મહત્વનો માનવામાં આવે છે. ખાસ કરીને ભગવાન શિવના (Lord Shiva) કરોડો ભક્તો આખા વર્ષ દરમિયાન આ મહિનાની રાહ જુએ છે

આ 5 રાશિના જાતકો પર Shani Dev ની નજર, સંકટ ટાળવા માટે Shravan ના પહેલા શનિવારે કરો આ કામ

નવી દિલ્હી: સનાતન ધર્મમાં શ્રાવણ મહિનો (Shravan Month) ખૂબ મહત્વનો માનવામાં આવે છે. ખાસ કરીને ભગવાન શિવના (Lord Shiva) કરોડો ભક્તો આખા વર્ષ દરમિયાન આ મહિનાની રાહ જુએ છે.

માનવામાં આવે છે કે, આ મહિનામાં નિષ્ઠાવાન હૃદયથી ભગવાન શિવની (Lord Shiva) પૂજા કરવાથી વ્યક્તિને તમામ પ્રકારના દોષોથી મુક્તિ મળે છે અને જીવન સુખથી ભરાઈ જાય છે. આ મહિનામાં, વિધિ-વિધાનથી ભગવાન શિવની પૂજા-અર્ચના કરવા પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે.

આ રાશિઓ પર શનિની વક્ર નજર
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, આ સમયે શનિદેવની (Shani Dev) અશુભ અસર પાંચ રાશિ પર જોવા મળી રહી છે. તેમાં મિથુન, તુલા, કુંભ, ધન અને મકર રાશિનો સમાવેશ થાય છે. આમાં, મિથુન અને તુલા રાશિમાં શનિની ઢૈય્યા ચાલી રહી છે. બીજી બાજુ મકર, કુંભ અને ધન રાશિમાં શનિનો સાડા સાતી ચાલી રહી છે.

સરળ શબ્દોમાં કહીએ તો આ 5 રાશિના જાતકો પર આ સમયે શનિની (Shani Dev) નજર છે. આવી સ્થિતિમાં શ્રાવણમાં ભગવાન શિવનું (Lord Shiva) વધુને વધુ ધ્યાન કરવું તેમના માટે જરૂરી છે.

શનિવારે નિષ્ઠાવાન હૃદયથી ભોળાને કરો યાદ
શનિની સાડા સાતી અને ઢૈય્યાને કારણે વ્યક્તિનું જીવન ખરાબ રીતે પ્રભાવિત થાય છે. આવી સ્થિતિમાં જો આપણે શ્રાવણ મહિનાના (Shravan Month) શનિવારે સાચા હૃદયથી ભગવાન શિવની (Lord Shiva) સાથે શનિદેવની પૂજા કરીએ તો શનિની સાડા સાતી અને ઢૈય્યાની અશુભ અસર સમાપ્ત થાય છે.

શનિદેવનો પ્રકોપ સમાપ્ત કરવા માટે કરો આ ઉપાય
શ્રાવણ મહિના (Shravan Month) દરમિયાન દરરોજ શિવલિંગને જળ ચઢાવો. શનિવારે પણ શિવલિંગને જળ અર્પણ કરો અને અંતકરણથી ભગવાન શિવની (Lord Shiva) સ્તુતિ કરો. લિંગાષ્ટકમ સ્તોત્રના પાઠ કરવાથી વ્યક્તિને ભગવાન શંકરની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. ભગવાન શંકરની કૃપાથી શનિદેવના (Shani Dev) દોષથી વ્યક્તિને પૂર્ણ મુક્તિ મળે છે.

(નોટ: આ લેખમાં આપવામાં આવેલી જાણકારી સમાન્ય જાણકારી અને માન્યતાઓના આધારે છે. ZEE News તેની પુષ્ટિ કરતું નથી.)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news