Corona: Kerala માં સ્થિતિ બેકાબૂ, સતત ચોથા દિવસે 20 હજારથી વધુ નવા કેસ

કેરળમાં (Kerala) કોરોના મહામારી કોરોના વાયરસે (Coronavirus) ફરી માથું ઉચક્યું છે. ત્યાં કોરોનાના કેસ ખુબજ ઝડપથી વધી રહ્યા છે. કેરળમાં સતત ચોથા દિવસે શુક્રવારે કોરોના વાયરસ સંક્રમણના 20 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે

Corona: Kerala માં સ્થિતિ બેકાબૂ, સતત ચોથા દિવસે 20 હજારથી વધુ નવા કેસ

તિરુવનંતપુરમ: કેરળમાં (Kerala) કોરોના મહામારી કોરોના વાયરસે (Coronavirus) ફરી માથું ઉચક્યું છે. ત્યાં કોરોનાના કેસ ખુબજ ઝડપથી વધી રહ્યા છે. કેરળમાં સતત ચોથા દિવસે શુક્રવારે કોરોના વાયરસ સંક્રમણના 20 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 116 દર્દીઓના મોત થયા છે. હાલ કેરળમાં કોરોના સંક્રમણનો દર 13.61 ટકા છે.

સંક્રમિતોની કુલ સંખ્યા લગભગ 34 લાખ
કેરળ (Kerala) સરકારે કહ્યું કે રાજ્યમાં કોરોના વાયરસથી (Coronavirus) સંક્રમિતોની સંખ્યા વધીને 33 લાખ 70 હજાર 137 થઈ ગઈ છે. તેમાંથી 31 લાખ 92 હજાર 104 લોકો કોરોનાથી સાજા થયા છે. જ્યારે 1 લાખ 60 હજાર 824 દર્દીઓ હોસ્પિટલોમાં સારવાર લઈ રહ્યા છે.

કોરોનાથી અત્યાર સુધીમાં 16 હજારથી વધુ લોકોના મોત
કેરળમાં (Kerala) કોરોના વાયરસથી (Coronavirus) મૃત્યુ પામેલા લોકોની કુલ સંખ્યા વધીને 16 હજાર 701 થઈ ગઈ છે. કેરળ સરકારે કહ્યું કે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 1 લાખ 52 હજાર 639 લોકોના કોરોના સેમ્પલ લેવામાં આવ્યા છે. આ સાથે રાજ્યમાં તપાસના કુલ આંકડા હવે વધીને 2 કરોડ 70 લાખ 49 હજાર 431 થઈ ગયા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news