Deoghar Ropeway: રોપવે અકસ્માત સમયનો હચમચાવી નાખતો Video આવ્યો સામે
રોપવે અકસમાતનો એક હચમચાવી નાખતો વીડિયો સામે આવ્યો છે.
Trending Photos
રાંચી: ઝારખંડના દેવઘરમાં થયેલા રોપવે અકસ્માતમાં ચાર લોકોના મોત થયા. આ અકસ્માતમાં ફસાયેલા લોકોને બચાવવા માટે અનેક એજન્સીઓએ સંયુક્ત રેસ્ક્યૂ ઓપરેશન ચલાવ્યું હતું. આ અકસ્માત કેવી રીતે થયો, તેની પાછળ કોણ જવાબદાર છે જેવા સવાલોના જવાબ મળવામાં સમય લાગશે. આ બધા વચ્ચે રોપવે અકસમાતનો એક હચમચાવી નાખતો વીડિયો સામે આવ્યો છે.
જે સમયે અકસ્માત થયો ત્યારે ટ્રોલીમાં સવાર લોકોમાં હડકંપ મચી ગયો હતો, ભયના માર્યા લોકો બૂમો પાડતા હતા. લગભગ 1 મિનિટ 17 સેકન્ડના આ વીડિયોમાં ભગવાનને યાદ કરતા લોકોના અવાજ વીડિયોમાં સંભળાઈ રહ્યા છે. કોઈ હનુમાનજીને યાદ કરતા હતા તો કોઈ ગભરાટમાં રડી રહ્યા હતા.
વીડિયોમાં ત્રિકુટ પહાડની ઊંચાઈ સ્પષ્ટપણે જોવા મળી રહી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે એક જ ઝટકે રોપવે હલી ગયો. તમે પણ જુઓ આ એક્સક્લુઝિવ વીડિયો....
देवघर रोपवे हादसे का अनदेखा वीडियो आया सामने....#DeogarhAccident
अन्य खबरों के लिए क्लिक करें - https://t.co/asaJAv45ul pic.twitter.com/3qQZcFpjrz
— Zee News (@ZeeNews) April 13, 2022
સરકારે વળતરની કરી જાહેરાત
આ અકસ્માત અંગે ઝારખંડ સરકારે મૃતકોના પરિજનો માટે 5-5 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી છે. આ મહાઅભિયાનમાં ભારતીય સેનાના એક બ્રિગેડિયર, બે કર્નલની સાથે 50 જવાન અને મેડિકલ ટીમ અહીં રાત દિવસ લોકોને બચાવવામાં લાગી હતી. જ્યારે આઈટીબીપીના 50 જવાન તથા અધિકારી પણ રેસ્ક્યૂમાં લાગેલા હતા. NDRF ના 70 જવાનોની સાથે જ વાયુસેનાના 5 હેલિકોપ્ટરની સાથે લગભગ 20 લોકોની ટીમ રોપવેમાં ફસાયેલા લોકોને કાઢવામાં લાગી હતી. દેવઘર જિલ્લા પ્રશાસનના અધિકારીઓની સાથે 100થી વધુ પોલીસકર્મી પણ રેસ્ક્યૂ વર્કમાં સામેલ હતા.
હાઈકોર્ટ સુધી પહોંચ્યો મામલો
ત્રિકુટ પર્વત અકસ્માત પર ઝારખંડ હાઈકોર્ટે સૂઓમોટો લીધો છે. કોર્ટે કેસની તપાસના આદેશ આપ્યા છે. રાજ્ય સરકારને જવાબ દાખલ કરવાના આદેશ મામલે આગામી સુનાવણી 26 એપ્રિલે થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે