મોડી રાત સુધી જાગનારા લોકો લાંબુ જીવી શકતા નથી.. સ્ટડીમાં થયો ચોંકાવનારો ખુલાસો
જે લોકોને મોડી રાત સુધી જાગવાની આદત છે, તેમણે હવે આ આદત બદલી નાખવી જોઈએ. કારણ કે આનાથી શરીરમાં અનેક પ્રકારના જોખમો પેદા થઈ શકે છે.
Trending Photos
શું તમને પણ મોડી રાત સુધી જાગવાની આદત છે? શું તમને રાત્રે ઊંઘવામાં તકલીફ થાય છે અને આખી રાત ફોન પર કે ટીવી જોવામાં પસાર કરો છો? તો આ તમારા માટે ખતરો બની શકે છે. વાસ્તવમાં, અમે આ એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે રાત્રે જાગતા લોકો પર વહેલા મૃત્યુનો ખતરો મંડરાઈ રહ્યો છે. ઘણા અભ્યાસોમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે રાત્રે જાગવું એ અનેક રોગોને આમંત્રણ આપવા જેવું છે.
સ્ટડીમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જે લોકોને રાત્રે જાગવાની આદત હોય છે, એવા લોકોમાં નાની ઉંમરમાં જ મૃત્યુનું જોખમ રહેલું છે. નિષ્ણાતો કહે છે કે જે લોકો રાત્રે જાગે છે તેઓ દિવસની સરખામણીમાં ધુમ્રપાન અને આલ્કોહોલનો નશો વધારે કરે છે, જે શરીર માટે વધુ ઘાતક સાબિત થાય છે.
લગભગ 23,000 જોડિયા બાળકોના ડેટાને જોયા બાદ સંશોધકોએ આ વાત કહી છે. આ તમામ જોડિયા બાળકોએ 1981 થી 2018 દરમિયાન ફિનિશ ટ્વીન કોહોર્ટ સ્ટડીમાં ભાગ લીધો હતો. તેમાંથી 8,728 લોકોના મોત થયા છે. જ્યારે મૃત્યુના આંકડાઓનું વિશ્લેષણ કરવામાં આવ્યું તો ચોંકાવનારી માહિતી મળી. એવું જાણવા મળ્યું હતું કે જે લોકો રાત્રે જાગે છે તેઓ સવારે વહેલા જાગનારા લોકો કરતા 9 ટકા વધુ મૃત્યુ પામે છે.
જો કે આ અભ્યાસમાં એક રાહતની વાત પણ કહેવામાં આવી છે. જે લોકો રાત્રે જાગતા રહે છે અને ડ્રગ્સ લેતા નથી, તેમને આ રીતે વહેલા મૃત્યુનું જોખમ નથી. પરંતુ મોડી રાત સુધી જાગતા અને દારૂ પીનારા લોકોના મોતનું કારણ નશો છે.
ફિનિશ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઓક્યુપેશનલ હેલ્થ ફિનલેન્ડની રાજધાની હેલસિંકીમાં સ્થિત છે. અહીંથી ક્રિસ્ટર હબ્લિને આ અભ્યાસ લખ્યો છે. તેમણે એક નિવેદનમાં જણાવ્યું હતું કે રાત્રિ સુધી જાગનાર વ્યક્તિમાં મૃત્યુનું જોખમ મુખ્યત્વે ત્યારે જ વધે છે જ્યારે તે તમાકુ અને દારૂનું વધુ માત્રામાં સેવન કરે છે. આ અભ્યાસ 'ક્રોનોબાયોલોજી ઇન્ટરનેશનલઃ ધ જર્નલ ઓફ બાયોલોજિકલ એન્ડ મેડિકલ રિધમ રિસર્ચ'માં પ્રકાશિત થયો છે.
આ પણ વાંચો:
CM ભૂપેન્દ્ર પટેલે કરી પહિંદ વિધિ, જાણો શું છે પહિંદ વિધિ અને ક્યારથી થઈ તેની શરૂઆત
ગૃહમંત્રી અમિત શાહે મંગળા આરતીમાં લીધો ભાગ, ભગવાન જગન્નાથ રથમાં થયા બિરાજમાન
આજે ભુલથી પણ અમદાવાદના આ રસ્તાઓ પર ગયા તો સો ટકા ફસાયા સમજો, કારણ કે..
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે