ક્રિકેટ રેકોર્ડ 2018: વનડેમાં 10 સર્વશ્રેષ્ઠ વ્યક્તિગત સ્કોર

2017ની જેમ 2018મા પણ વનડે ક્રિકેટમાં એક બેટ્સમેને બેવડી સદી ફટકારી, પરંતુ આ વખતે રેકોર્ડ રોહિત શર્માની જગ્યાએ પાકિસ્તાનના ફખર જમાને બનાવ્યો. ફખરે 210 રનની ઈનિંગ રમી અને પાકિસ્તાન તરફથી વનડેમાં બેવડી સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન બન્યો હતો. આ સિવાય આઠ બેટ્સમેનોએ 150નો આંકડો પાર કર્યો અને બે વાર આ રેકોર્ડ રોહિત શર્મા અને વિરાટ કોહલીએ બનાવ્યો હતો. 

તો આવો નજર કરીએ 2018મા વનડેના ટોપ-10 વ્યક્તિગત સ્કોર પર

ફખર જમાન (પાકિસ્તાન), 210* vs ઝિમ્બાબ્વે

1/10
image

પાકિસ્તાનના ઓપનર ફખર જમાને 20 જુલાઈએ બુલાવાયોમાં ઝિમ્બાબ્વે વિરુદ્ધ 156 બોલમાં 24 ફોર અને 5 સિક્સની મદદથી અણનમ 210 રન ફટકાર્યા અને વનડેમાં બેવડી સદી ફટકારનારો પ્રથમ પાકિસ્તાની બેટ્મસેન બન્યો હતો. પાકે આ મેચમાં 1 વિકેટ પર 399 રન બનાવ્યા અને ઝિમ્બાબ્વેને 244 રને હરાવ્યું હતું. 

રોસ ટેલર (ન્યૂઝીલેન્ડ), 181* vs ઈંગ્લેન્ડ

2/10
image

ન્યૂઝીલેન્ડના દિગ્ગજ બેટ્સમેન રોસ ટેલરે 7 માર્ચે ઈંગ્લેન્ડ વિરુદ્ધ ડુનેડિનમાં 147 બોલમાં 17 ફોર અને 6 સિક્સની મદદથી 181 રન ફટકાર્યા. ટેલરની આ શાનદાર ઈનિંગના દમ પર ન્યૂઝીલેન્ડને ઈંગ્લેન્ડને 5 વિકેટે પરાજય આપ્યો હતો. 

જેસન રોય (ઈંગ્લેન્ડ), 180 vs ઓસ્ટ્રેલિયા

3/10
image

ઈંગ્લેન્ડના ઓપનર જેસન રોયે 14 ફેબ્રુઆરીએ મેલબોર્નમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 151 બોલમાં 16 ચોગ્ગા અને 5 સિક્સની મદદથી 180 રન બનાવ્યા હતા. આ મેચમાં ઈંગ્લેન્ડ 5 વિકેટથી જીત્યું હતું. 

રોહિત શર્મા (ભારત), 162 vs વેસ્ટ ઈન્ડિઝ

4/10
image

રોહિત શર્માએ 2018નો બીજો 150થી ઉપરનો સ્કોર વિન્ડિઝ વિરુદ્ધ બનાવ્યો હતો. 29 ઓક્ટોબરે મુંબઈમાં રોહિતે 137 બોલમાં 20 ફોર અને ચાર સિક્સની મદદથી 162 રન ફટકાર્યા અને આ મેચમાં ભારત 224 રને જીત્યું હતું. 

વિરાટ કોહલી (ભારત), 160* vs દક્ષિણ આફ્રિકા

5/10
image

ભારતીય ટીમના કેપ્ટન કોહલીએ 7 ફેબ્રુઆરીએ જોહનિસબર્ગમાં દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ 159 બોલમાં 12 ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી અણનમ 160 રનની ઈનિંગ રમી હતી. ભારતે આ મેચમાં આફ્રિકાને 124 રનથી હરાવ્યું હતું. 

કૈલમ મૈકલિયોડ (સ્કોટલેન્ડ), 157* vs અફગાનિસ્તાન

6/10
image

સ્કોટલેન્ડના કૈલમ મૈકલિયોડે 4 માર્ચે બુલાવાયોમાં આઈસીસી વિશ્વ કપ ક્વોલિફાયના મેચમાં અફગાનિસ્તાન વિરુદ્ધ 146 બોલમાં 23 ફોર અને એક સિક્સની મદદથી 157 રન બનાવ્યા અને તેની ટીમને સાત વિકેટે જીત અપાવી હતી. 

વિરાટ કોહલી (ભારત), 157* vs વેસ્ટ ઈન્ડિઝ

7/10
image

ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ 24 ઓક્ટોબર વિશાખાપટ્ટનમમાં વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ 129 બોલમાં 13 ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી 157 રન બનાવ્યા અને ભારતીય ટીમે 50 ઓવરમાં 321 રન બનાવ્યા હતા. જેના જવાબમાં વિન્ડીઝની ટીમ પણ 50 ઓવરમાં 321 રન બનાવી શકી અને મેચ ટાઈ રહ્યો હતો. 

રોહિત શર્મા (ભારત), 152* vs વેસ્ટ ઈન્ડિઝ

8/10
image

ભારતીય ટીમના દિગ્ગજ ઓપનર રોહિત શર્માએ 21 ઓક્ટોબરે વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ગુવાહાટીમાં 117 બોલમાં 15 ફોર અને 8 સિક્સની મદદથી 152 રનની અણનમ ઈનિંગ રમી અને વિરાટ કોહલી (140)ની સાથે મળીને ભારતને આઠ વિકેટે જીત અપાવી હતી. 

ટોની ઉરા (પાપુઆ ન્યૂ ગિની), 151 vs આયર્લેન્ડ

9/10
image

પાપુઆ ન્યૂ ગિનીના ટોની ઉરાએ 6 માર્ચે હરારેમાં આઈસીસી વિશ્વકપ ક્વોલિફાયરના મેચમાં આયર્લેન્ડ વિરુદ્ધ 142 બોલમાં 10 ફોર અને 6 સિક્સની મદદથી 151 રન બનાવ્યા હતા. પરંતુ તેમ છતાં ટીમ માત્ર 235 રન બનાવી શકી અને આયર્લેન્ડે આ મેચ 4 વિકેટે જીતી લીધી હતી. 

એલેક્સ હેલ્સ (ઈંગ્લેન્ડ), 147 vs ઓસ્ટ્રેલિયા

10/10
image

ઈંગ્લેન્ડના એલેક્સ હેલ્સે 19 જૂને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ નોટિંઘમમાં 92 બોલમાં 16 ફોર અને 5 સિક્સની મદદથી 147 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડે આ ઈનિંગમાં રેકોર્ડ 481/6નો સ્કોર બનાવ્યો હતો. વિશ્વ રેકોર્ડ બન્યા બાદ ઈંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયાને આ મેચમાં 242 રનના મોટા અંતરથી પરાજય આપ્યો હતો.