3 ભારતીય ખેલાડી, જેને પોતાના IPL પ્રદર્શનની મદદથી મળ્યું ટીમ ઈન્ડિયામાં સ્થાન

વિશ્વની સૌથી પ્રખ્યાત ટી20 લીગ ઈન્ડિયન પ્રીમિયર લીગની 12મી સિઝન 23 માર્ચથી શરૂ થશે. આઈપીએલે અત્યાર સુધી ખુબ દર્શકો મેળવ્યા છે, જે બીજી કોઈ લીગ હાસિલ કરી શકી નથી. 
 

આઈપીએલે ઘણા ખેલાડીઓને પોતાનું પ્રદર્શન દેખાડવા માટે એક શાનદાર મંચ આપ્યું છે, અને આ મંચ પર ઘણા ખેલાડીઓએ પોતાના પ્રદર્શનના દમથી ભારતીય ટીમમાં જગ્યા બનાવી છે. આજે અમે આઈપીએલમાં રમનાર એવા ત્રણ ખેલાડીઓની વાત કરીશું, જેણે પોતાના આઈપીએલના પ્રદર્શનના દમ પર ભારતીય ટીમમાં જગ્યા બનાવી છે અને ક્રિકેટમાં ઉચ્ચતમ સ્તર પર શાનદાર પ્રદર્શન કર્યું છે. 

અંબાતી રાયડૂ

1/3
image

ભારતીય મિડલ ઓર્ડર બેટ્સમેન અંબાતી રાયડૂએ આઈપીએલમાં પર્દાપણ મુંબઈ ઈન્ડિયન્સ માટે વર્ષ 2010માં કર્યું હતું. રાયડૂએ મુંબઈ માટે 114 મેચ રમી, જેમાં તેણે 2418 રન બનાવ્યા હતા. 

પોતાના આઈપીએલના પ્રદર્શનને કારણે વર્ષ 2013માં ભારતીય વનડે ટીમમાં પસંદગી થઈ હતી, પરંતુ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાના સાધારણ પ્રદર્શનને કારણે તે ખાસ કમાલ કરવામાં અસફળ રહ્યો અને ટીમમાં પોતાની જગ્યા પૂર્ણ રીતે પાક્કી કરી શક્યો નથી. 

પરંતુ વર્ષ 2018માં તેને ચેન્નઈ સુપર કિંગ્સે પોતાની ટીમમાં લીધો અને ચેન્નઈ માટે શાનદાર પ્રદર્શનકરીને રાયડૂએ ભારતીય વનડે ટીમમાં ફરી પોતાની જગ્યા બનાવી હતી. વર્ષ 2018ના આઈપીએલની સિઝનમાં અંબાતી રાયડૂએ ચેન્નઈ માટે 16 મેચ રમી, જેમાં તેણે 43ની એવરેજથી 602 રન ફટકાર્યા હતા. તેણે 3 અડધી સદી અને 1 સદી ફટકારી હતી. 

જો અંબાતી રાયડૂના આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રદર્શનની વાત કરીએ તો તેણે ભારત માટે 50 મેચ રમી છે, જેમાં તેણે 47ની એવરેજ અને 79ની સ્ટ્રાઇક રેટથી 1694 રન બનાવ્યા છે. અંબાતીના નામે ભારત માટે 3 સદી અને 10 અડધી સદી છે. 

યુજવેન્દ્ર ચહલ

2/3
image

ભારતીય ટીમના લેગ સ્પિનર યુજવેન્દ્ર ચહલે આઈપીએલમાં પર્દાપણ 2013માં મુંબઈ ઈન્ડિયન્સ માટે કર્યું હતું, પરંતુ વર્ષ 2014માં તે રોયલ ચેલેન્જર બેંગલુરૂની ટીમનો ભાગ બન્યો હતો. જ્યાં તેણે શાનદાર પ્રદર્શન કરીને ભારતીય ટીમમાં પોતાનું સ્થાન મેળવ્યું હતું. 

ચહલે પોતાના આઈપીએલ કરિયરમાં 70 મેચ રમી, જેમાં તેણે 23.56ની એવરેજ અને 7.77ની ઇકોનોમીની સાથે 82 વિકેટ પોતાના નામે કરી છે. આઈપીએલમાંચ ચહલનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 25 રન આપીને 4 વિકેટ છે, જે તેણે વર્ષ 2017માં પંજાબ વિરુદ્ધ લીધી હતી. 

ચહલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાનું પર્દાપણ વર્ષ 2016માં ઝિમ્બાબ્વે વિરુદ્ધ કર્યું હતું અને અત્યાર સુધી પોતાના આંતરરાષ્ટ્રીય વનડે અને ટી20 કરિયરમાં યુજવેન્દ્ર ચહલે ભારત માટે 41 અને 31 મેચ રમી, જેમાં તેણે 72 અને 46 વિકેટ ઝડપી છે.   

હાર્દિક પંડ્યા

3/3
image

હાર્દિક પંડ્યાએ આઈપીએલમાં પર્દાપણ વર્ષ 2015માં મુંબઈ ઈન્ડિયન્સ માટે કર્યું હતું અને પોતાની પ્રથમ સિઝનમાં પોતાના ઓલરાઉન્ડર પ્રદર્શનને કારણે આ ખેલાડી ભારતીય ટીમમાં વર્ષ 2016માં પોતાની જગ્યા બનાવવામાં સફળ રહી હતી. 

મુંબઈ ઈન્ડિયન્સ માટે હાર્દિક પંડ્યાએ 50 મેચ રમી છે, જેમાં તેણે 23.78ની એવરેજ અને 138.76ની સ્ટ્રાઇક રેટથી 666 રન બનાવ્યા છે. બોલિંગમાં પણ હાર્દિક પંડ્યાએ મુંહઈ ઈન્ડિયન્સ માટે સારૂ પ્રદર્શન કર્યું છે અને 28 વિકેટ ઝડપી છે. 

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારત માટે હાર્દિક પંડ્યાએ તમામ ફોર્મેટમાં 94 મેચ રમી છે, જેમાં તેણે  1498 રન બનાવ્યા છે અને 97 વિકેટ ઝડપી છે.