Stomach Worms: પેટના કૃમિથી તમે પણ પરેશાન છો? આ 5 ઘરગથ્થુ ઉપાયોથી એક દિવસમાં મળશે મુક્તિ

Stomach Worms: ઘણા લોકો પેટમાં કૃમિની સમસ્યાથી પરેશાન રહે છે. કૃમિના કારણે પેટમાં એટલો દુખાવો થાય છે કે ખાવાનું બંધ થઈ જાય છે. ઘણા લોકોને ભૂખ નથી લાગતી અને ઉલ્ટીઓ પણ થાય છે. જો તમે પણ આ સમસ્યાથી પરેશાન છો તો આજે તમને એવા ઘરગથ્થુ ઉપાયો જણાવીએ જે કૃમિને એક રાતમાં સાફ કરી શકે છે.

અજમા

1/5
image

પેટમાં કૃમિની સમસ્યાના કારણે પેટમાં દુખાવો થાય છે. કૃમિ આંતરડાને પણ નુકસાન કરે છે. આ સમસ્યાને દુર કરવા માટે અજમાનું સેવન કરવું જોઈએ. અજમા પેટના કૃમિને દૂર કરવામાં મદદ કરે છે.

લસણ

2/5
image

લસણ પણ કૃમિને મટાડવામાં મદદ કરે છે. જો પેટમાં કૃમિ છે તો તમારે ખાલી પેટ લસણનું સેવન કરવું જોઈએ.

લીમડાના પાન

3/5
image

લીમડાના પાન પેટના કૃમિને પળવારમાં દૂર કરે છે.  કૃમિને દુર કરવાનો આ એક રામબાણ ઉપાય છે.

તુલસીના પાન

4/5
image

તુલસીના પાન અનેક રોગોને દૂર કરવામાં મદદરૂપ છે. તુલસીનું પાણી પીવાથી મળ મારફતે કૃમિ પણ નીકળી જાય છે. 

કાચા પપૈયા

5/5
image

કાચું પપૈયું શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. તે પેટના કૃમિથી છુટકારો અપાવે છે. જો કે તેના માટે પપૈયું સવારે ખાલી પેટ જ ખાવું જોઈએ.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)