INDvsNZ: ન્યૂઝીલેન્ડ સામે વનડેમાં સૌથી વધુ રન બનાવનાર 5 ભારતીય બેટ્સમેન

ભારતનો ન્યૂઝીલેન્ડ પ્રવાસ 23 જાન્યુઆરીથી શરૂ થઈ રહ્યો છે. ભારતીય ટીમ ત્યાં પાંચ વનડે તથા ત્રણ ટી-20 મેચ રમશે. ટીમ ઈન્ડિયા માટે આ પ્રવાસ મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે હવે થોડા મહિના બાદ વિશ્વકપ છે અને તે પહેલા ભારતનો આ અંતિમ વિદેશ પ્રવાસ છે. ઓસ્ટ્રેલિયાની ધરતી પર ટેસ્ટ અને વનડે સિરીઝ જીત્યા બાદ ભારતીય ટીમ શાનદાર ફોર્મમાં છે. 
 

ટીમ ઈન્ડિયાના ન્યૂઝીલેન્ડનો પ્રવાસ તે ખેલાડીઓ માટે ખૂબ મહત્વપૂર્ણ રહેવાનો છે જેનું પ્રદર્શન ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં ખાસ રહ્યું નથી. જેમ કે અંબાતી રાયડૂ, કુલદીપ યાદવ, રવિન્દ્ર જાડેજા અને ખલીલ અહમદ જેવા ખેલાડીઓ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ આશા પ્રમાણે પ્રદર્શન કરી શક્યા નથી. જો તેણે વિશ્વકપની ટીમમાં પોતાની જગ્યા બનાવવી છે તો ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝમાં સારૂ પ્રદર્શન કરવાનું છે. તો આપણે અહીં ન્યૂઝીલેન્ડ સામે વનડે મેચોમાં સૌથી વધુ રન બનાવનાર પાંચ ભારતીય બેટ્સમેનોની વાત કરીશું. 
 

સચિન તેંડુલકર

1/5
image

ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકર આ યાદીમાં પ્રથમ સ્થાને છે. સચિને ન્યૂઝીલેન્ડ સામે પોતાના કરિયર દરમિયાન 42 એકદિવસીય મેચ રમી છે. જેમાં તેણે 1750 રન ફટકાર્યા છે. તેના નામે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ પાંચ સદી અને આઠ અડધી સદી છે. 

વિરેન્દ્ર સહેવાગ

2/5
image

એક જમાનામાં ટીમ ઈન્ડિયાના વિસ્ફોટક ઓપનર વીરેન્દ્ર સહેવાગનું નામ આ યાદીમાં બીજા સ્થાને આપે છે. પોતાની બેટિંગ દ્વારા તમામને મનોરંજન કરાવનાર વીરુનું પ્રદર્શન ન્યૂઝીલેન્ડ સામે ખાસ રહ્યું છે. તેણે કરિયર દરમિયાન કુલ 23 મેચ રમી જેમાં 1157 રન નબાવ્યા છે. વીરૂએ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ છ સદી અને 3 અડધી સદી ફટકારી હતી. 

વિરાટ કોહલી

3/5
image

હાલના સમયમાં વિશ્વના સર્વશ્રેષ્ઠ બેટ્સમેનોમાં સામેલ વિરાટ કોહલી પણ આ લિસ્ટમાં સામેલ છે. ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ આ દિગ્ગજે 19 મેચ રમી છે જેમાં 1154 રન બનાવ્યા છે. વિરાટે આ દરમિયાન પાંચ સદી અને છ અડધી સદી ફટકારી છે. 

મોહમ્મદ અઝહરુદ્દીન

4/5
image

ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીનનું નામ આ યાદીમાં ચોથા સ્થાને આવે છે. ભારતીય ટીમ માટે 334 વનડે મેચ રમનાર આ ખેલાડીએ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ 40 મેચોમાં ટીમ ઈન્ડિયાનું પ્રતિનિધિત્વ કર્યું અને આ મેચોમાં તેણે 1118 રન બનાવ્યા છે. તેના નામે ન્યૂઝીલેન્ડ સામે એક સદી અને સાત અડધી સદી છે.   

સૌરવ ગાંગુલી

5/5
image

ભારતીય ટીમના દિગ્ગજ કેપ્ટનોમાંથી એક સૌરવ ગાંગુલી આ યાદીમાં પાંચમાં સ્થાને છે. તેણે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ પોતાના કરિયરમાં 32 મેચ રમી જેમાં 1079 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 3 સદી અને 6 અડધી સદી ફટકારી હતી. ગાંગુલીનું નામ પોતાના જમાનાના દિગ્ગજોમાં આવે છે. તેને ઓફ સાઇડમાં શોટ રમવાની મહારથ હાસિલ હતી.