T20 World Cup: સ્ટોપ ક્લોકથી લઈને રિઝર્વ ડે સુધી, ટી20 વિશ્વકપ માટે ICC કડક, હશે આ 5 નવા નિયમ

T20 World Cup 2024 New Rules: આઈપીએલ સમાપ્ત થવાની સાથે બધાની નજર ટી20 વિશ્વકપ પર છે. મેગા ઈવેન્ટની શરૂઆત 1 જૂનથી થઈ રહી છે. મેગા ઈવેન્ટ માટે આઈસીસીએ નવા નિયમનું લિસ્ટ તૈયાર કરી લીધુ છે. આ વખતે કંઈક નવું જોવા મળશે જે અત્યાર સુધીના ઈતિહાસમાં ક્યારેય જોવા મળ્યું નથી. ટી20 વિશ્વકપને લઈને આઈસીસી કડક બની ગયું છે. પાંચ નવા નિયમ બનાવવામાં આવ્યા છે, જે આ વખતે જોવા મળશે. 
 

સ્ટોપ ક્લોક નિયમ

1/5
image

સૌથી પહેલા સ્ટોપ ક્લોક નિયમ છે. આ રૂલમાં બોલિંગ કરનારી ટીમે એક ઓવર ખતમ થવાની સાથે 1 મિનિટમાં નવી ઓવર શરૂ કરવી પડશે. જો તેમ ન થાય તો 5 રનની પેનલ્ટીની જોગવાઈ છે, એટલે કે નિયમ તોડવા પર બેટિંગ કરનારી ટીમના સ્કોરમાં પાંચ રન વધારી દેવામાં આવશે. પરંતુ અમ્પાયર્સ ફીલ્ડિંગ ટીમને પહેલા બે વખત વોર્નિંગ આપશે. ત્રીજીવાર નિયમ તોડવા પર એક્શન લેવામાં આવશે. આ નિયમ પ્રથમવાર ક્રિકેટના મેદાનમાં જોવા મળશે.

3 કલાક 10 મિનિટમાં મેચ ખતમ

2/5
image

આઈસીસી મેચના ટાઈમિંગને લઈને ટી20 વિશ્વકપ માટે ગંભીર છે. આઈસીસીએ મેચ સમાપ્ત કરવા માટે 3 કલાક 10 મિનિટની સમય મર્યાદા રાખી છે. જો તેમ ન થાય તો બોલિંગ કરનારી ટીમે તેનું નુકસાન ઉઠાવવું પડશે. જો સમય મર્યાદામાં ઓવર પૂરી ન થાય તો કેપ્ટને એક ફીલ્ડરને સર્કલની અંદર બોલાવવો પડશે. તો એક ઈનિંગ ખતમ થવા માટે આઈસીસીએ 1 કલાક 25 મિનિટનો સમય રાખ્યો છે. તો ઈનિંગ બ્રેક દરમિયાન ઈન્ટરવેલ 10 મિનિટ નહીં પરંતુ 20 મિનિટનો હશે.  

રિઝર્વ ડે

3/5
image

આઈસીસીએ રિઝર્વ ડેના નિયમમાં પણ ફેરફાર કર્યો છે. ટી20 વિશ્વકપ 2024માં આવું પ્રથમવાર જોવા મળી રહ્યું છે જ્યારે બીજી સેમીફાઈનલમાં રિઝર્વ ડે રાખવામાં આવ્યો નથી. પ્રથમ સેમીફાઈનલ અને ફાઈનલ મેચ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. પરંતુ બીજી સેમીફાઈનલમાં જો વરસાદને કારણે મેચમાં વિઘ્ન આવે તો નિયમિત સમયથી 4 કલાક 10 મિનિટ એક્સ્ટ્રા આપવામાં આવશે અને મેચ પૂરી કરવાનો પ્રયાસ કરવામાં આવશે. 

સુપર ઓવર

4/5
image

મેચ ટાઈ થવા પર સુવર ઓવર જોવા મળે છે. પરંતુ સુપર ઓવર ટાઈ થઈ તો બાઉન્ડ્રી કાઉન્ટનો નિયમ હતો. આ નિયમ 2019 વિશ્વકપમાં વિવાદોમાં રહ્યો. ત્યારબાદ આ નિયમ હટાવી દેવામાં આવ્યો હતો. હવે વિશ્વકપમાં જ્યાં સુધી પરિણામ ન આવે ત્યાં સુધી સુપર ઓવર જોવા મળશે.  

વરસાદ પડ્યો તો DLS નો ક્યારે થશે ઉપયોગ

5/5
image

ટી20 મેચમાં જો વરસાદનું વિઘ્ન પડે તો ડકવર્થ લુઈસ નિયમ પ્રમાણે મેચનું પરિણામ આવશે. પરંતુ લીગ રાઉન્ડ અને નોકઆઉટ મેચ માટે અલગ-અલગ કંડીશન રાખવામાં આવી છે. લીગ રાઉન્ડ મેચોમાં ઓછામાં ઓછી 5 ઓવર સમાપ્ત થયા બાદ આ નિયમનો ઉપયોગ થશે. તો નોકઆઉટ મેચમાં 10 ઓવરની લિમિટ રાખવામાં આવી છે.