Polyandry Traditions: આ છે દુનિયાના અજબ-ગજબ દેશ... જ્યાં મહિલાઓ કરે છે એકથી વધુ લગ્ન, લિસ્ટમાં ભારતનું પણ નામ

Unique Tribes Practices: વિશ્વમાં એવી ઘણી પરંપરાઓ છે જે પોતાનામાં અનોખી છે. સામાન્ય રીતે આપણે આપણે પુરૂષોની ઘણી પત્નીઓ વિશે સાંભળીએ છીએ, પરંતુ શું તમે જાણો છો કે ઘણી જગ્યાઓ પર મહિલાઓ પણ એકથી વધુ પતિ રાખે છે? તેને પોલીએન્ડ્રી કહેવામાં આવે છે, જેમાં એક મહિલાના બે કે તેથી વધુ પતિ હોય છે. આવો જાણીએ પાંચ એવી જગ્યા વિશે જ્યાં આજે પણ આ પરંપરા જોવા મળે છે. 

નાઇજીરીયા: ઇરિગ્વે જનજાતિની પરંપરા

1/5
image

નાઇજીરિયાના ઉત્તરી ભાગમાં રહેનારી ઇરિગ્વે જનજાતિમાં પહેલા મહિલાઓ સહ-પતિ રાખવાની પરંપરા નિભાવતી હતી. અહીં મહિલાઓ અલગ-અલગ ઘરોમાં રહેતી હતી અને બાળકોના પિતા તે પતિને માનવામાં આવતા હતા, જેના ઘરે મહિલા તે સમયે રહેતી હતી. પરંતુ 1968માં આ પરંપરાને ઔપચારિક રૂપે સમાપ્ત કરી દેવામાં આવી.

ભારતઃ પહાડી અને દક્ષિણ ભારતની પરંપરાઓ

2/5
image

ભારતના ઘણા ભાગોમાં હજુ પણ પોલીએન્ડ્રી જોવા મળે છે. હિમાચલ પ્રદેશના કિન્નૌર જિલ્લામાં આ પરંપરા પાંડવોની કથા સાથે સંબંધિત માનવામાં આવે છે. આ ઉપરાંત દક્ષિણ ભારતની નીલગીરીની ટોડા જાતિ અને નાયર જાતિમાં પણ આ પ્રથાના ઉદાહરણો જોવા મળે છે. 1988માં તિબેટ યુનિવર્સિટીના સર્વેક્ષણમાં જાણવા મળ્યું હતું કે તિબેટના 13% પરિવારોમાં બહુપત્નીત્વ પ્રચલિત હતું.

 

કેન્યા: પ્રેમ અને સંમતિની કહાની

3/5
image

કેન્ડામાં 2013માં પોલીએન્ડ્રીનો અનોખો મામલો સામે આવ્યો, જ્યારે બે પુરૂષોએ એક મહિલા સાથે લગ્ન કર્યાં. કેન્યાનો કાયદો પોલીએન્ડ્રી પર પ્રતિબંધ લગાવતો નથી. જેનાથી આ પરંપરાના કેટલાક મામલા કાયદાકીય રીતે માન્ય હોઈ શકે છે. મસાઈ જનજાતિમાં પોલીએન્ડ્રીના ઉદાહરણ મળે છે.

ચીન

4/5
image

ચીનના કેટલાક ક્ષેત્રોમાં ફ્રેટર્નલ પોલીએન્ડ્રીનું ચલણ છે. અહીં સામાન્ય રીતે ગરીબીને કારણે બે કે તેનાથી વધુ ભાઈ એક મહિલા સાથે લગ્ન કરે છે. આ પરંપરા પરિવારની સંપત્તિના નાના ભાગમાં ભાગલા પાડવાથી બચાવવા માટે અપનાવવામાં આવે છે. અહીં તે માન્યતા પણ છે કે એક બાળકના એકથી વધુ પિતા હોઈ શકે છે. 

 

 

દક્ષિણ અમેરિકા: બોરોરોસ અને એમેઝોનની પરંપરાઓ

5/5
image

દક્ષિણ અમેરિકાની બોરોરો જનજાતિમાં બહુપતિત્વનું ચલણ રહ્યું છે. એમેઝોનની આશરે 70 ટકા જનજાતિઓ આ પરંપરાને માને છે. જ્યાં ઘણા પિતૃત્વનો સિદ્ધાંત પ્રચતિલ હતો. તુપી-કાવાહિબ જનજાતિમાં ફ્રેટર્નલ પોલીએન્ડ્રીનું ચલણ આજે પણ જોવા મળે છે.