LGBTQ મુદ્દા પર બનેલી આ ફિલ્મો છે દમદાર, જોનારનો બદલી જાય દ્રષ્ટિકોણ
LGBTQ Films: બોલીવુડમાં છેલ્લા કેટલાક સમયથી બોલ્ડ અને સંવેદનશીલ વિષયો પર ફિલ્મો બનવા લાગી છે. લોકો આ ફિલ્મો જોવાનું પસંદ પણ કરે છે. આવો જ એક સંવેદનશીલ મુદ્દો છે LGBTQ. આ સમુદાય પર પણ બોલીવુડમાં ઘણી ફિલ્મો બની છે. ફિલ્મોના માધ્યમથી આ મુદ્દાને સ્ક્રીન પર ખૂબ જ શાલીનતા સાથે રજૂ કરવામાં આવ્યો છે. બોલીવુડમાં એક કે બે નહીં પણ 5 શાનદાર ફિલ્મો બની છે જેમાં LGBTQ ની વાતને સારી રીતે લોકો સમક્ષ રજૂ કરવામાં આવી છે.
માર્ગરીટા વિથ અ સ્ટ્રો
આ ફિલ્મમાં કલ્કિ કોચલિન લૈલાની ભૂમિકામાં જોવા મળે છે. જે સેરેબ્રલ પાલ્સીથી પીડિત છે. તે એક ભારતીય યુવતીનું પાત્ર ભજવે છે જેને એક અંધ પાકિસ્તાની છોકરી સાથે પ્રેમ થઈ જાય છે. આ ફિલ્મનું નિર્દેશન શોનાલી બોસે કર્યું છે.
કપૂર એન્ડ સન્સ
આ ફિલ્મમાં રાહુલ કપૂરના જીવનને દર્શાવવામાં આવ્યું છે. આ પાત્ર ફવાદ ખાન દ્વારા ભજવવામાં આવ્યું, જે ન્યૂયોર્કમાં રહે છે જે પોતાની જાતિયતા પરિવારથી છુપાવે છે. પરંતુ રાહુલના પરિવારને જ્યારે તેના વિશે ખબર પડે છે તો તેઓ તેને સ્વીકારે છે.
બધાઈ દો
ભૂમિ પેડનેકર અને રાજકુમાર રાવ આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે કે કેવી રીતે બે લોકો સમાજથી પોતાની જાતિયતાનું સત્ય છુપાવવા એકબીજા સાથે લગ્ન કરે છે. આ ફિલ્મમાં સમાજની વાસ્તવિકતા ખૂબ જ સુંદર રીતે દર્શાવવામાં આવી છે.
ચંદીગઢ કરે આશિકી
અભિષેક કપૂરની આ ફિલ્મની વાર્તા ટ્રાન્સજેન્ડર પર આધારિત છે. ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે કે એક સામાન્ય યુવક ટ્રાન્સજેન્ડરના પ્રેમમાં પડે છે ત્યારબાદ સમાજમાં કેવી રીતે સ્વીકારવામાં આવે છે. આ ફિલ્મમાં આયુષ્માન ખુરાના અને વાણી કપૂર મુખ્ય ભૂમિકામાં જોવા મળે છે.
શુભ મંગલ ઝ્યાદા સાવધાન
આ ફિલ્મમાં આયુષ્માન ખુરાના અને જિતેન્દ્ર કુમાર મુખ્ય ભૂમિકામાં છે. તેઓ ફિલ્મમાં ગેનું પાત્ર ભજવે છે. આ ફિલ્મની ખાસ વાત એ છે કે ગે કપલનું અપમાન ન થાય તે રીતે ફિલ્મને પડદા પર રજૂ કરવામાં આવી છે.
Trending Photos