Upcoming films: આ 5 ફિલ્મ રિલીઝ થવાની સાથે બોક્સ ઓફિસમાં મચી જશે ધમાલ

ફિલ્મ પ્રેમીઓને હંમેશા નવી ફિલ્મ રિલીઝ થાય તેની આતૂરતા રહે છે. જો તમે ફિલ્મ જોવાનું પસંદ કરો છો તો તમારા માટે ખુશખબરી છે કારણ કે આવનારા સમયમાં રિલીઝ થનારી પાંચ ફિલ્મો બોક્સ ઓફિસમાં ધમાલ મચાવી શકે છે.
 

1/6
image

આ વર્ષે એવી ફિલ્મ રિલીઝ થવાની છે, જેની દર્શકો રાહ જોઈ રહ્યાં છે. અમે તમને એવી પાંચ ફિલ્મો વિશે જણાવી રહ્યાં છીએ જે રિલીઝ થયા બાદ બોક્સ ઓફિસમાં ધમાલ મચાવી શકે છે. આ ફિલ્મોમાં કલ્કિથી લઈને પુષ્પા 2 સુધીનું નામ સામેલ છે.

કલ્કિ

2/6
image

સુપરસ્ટાર પ્રભાસ અને દીપિકા પાદુકોણની અપકમિંગ ફિલ્મ કલ્કિ 27 જૂને દેશભરમાં રિલીઝ થશે. તેને બનાવવામાં આશરે 600 કરોડ રૂપિયા લાગ્યા છે. નિર્માતાઓને આશા છે કે રિલીઝ બાદ તે ઘણા રેકોર્ડ તોડી દેશે.

પુષ્પા 2

3/6
image

અલ્લૂ અર્જુનની પુષ્પા 2ની રિલીઝ ડેટ 6 ડિસેમ્બર છે. પુષ્પા પાર્ટ-1 ને મળેલી સફળતા બાદ મેકર્સ આગામી પાર્ટને લઈને ઉત્સાહિત છે.

ઈન્ડિયન-2

4/6
image

1996માં બનેલી ઈન્ડિયન ફિલ્મની સિક્વલ 12 જુલાઈએ રિલીઝ થશે. આ ફિલ્મમાં કમલ હસન મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મ તમિલની સાથે તેલુગૂ અને હિન્દીમાં રિલીઝ થશે.

દેવારા

5/6
image

તેલુગૂ ભાષાની ફિલ્મ દેવારા 27 સપ્ટેમ્બરે રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં NTR જુનિયર અને જાન્હવી કપૂર લીડ રોલમાં છે.

કંગુવા

6/6
image

સાઉથ સુપરસ્ટાર સૂર્યાની ફિલ્મ કંગુવાની રિલીઝ ડેટની જાહેરાત હજુ નથી નથી. કંગુવા ફિલ્મને શિવાએ ડાયરેક્ટ કરી છે.