5G સર્વિસ આવવાથી યૂઝર્સને મળશે આ 5 મોટા ફાયદા, તમે પણ જાણો
5G Launch in India: ભારતમાં આજથી 5જી સર્વિસ શરૂ થઈ ગઈ છે અને ત્યારબાદ યૂઝર્સને ઘણા ફાયદા મળશે. 5જી ઈન્ટરનેટના ઘણા ફાયદા છે પરંતુ આજે અમને તમને સરળ ભાષામાં સમજાવી રહ્યાં છીએ 5જી સર્વિસના પાંચ મોટા ફાયદા...
5જી સર્વિસ શરૂ થયા બાદ તમને જબરદસ્ત ઈન્ટરનેટ સ્પીડ મળશે ત્યારબાદ તમારે ઈન્ટરનેટ ચલાવવામાં કોઈ મુશ્કેલી પડશે નહીં. હાઈ સ્પીડ ઈન્ટરનેટને કારણે લોકો 5જી સર્વિસની રાહ જોઈ રહ્યાં હતા. હવે દેશના લોકો આ સર્વિસનો લાભ લઈ શકશે.
5જી સર્વિસ આવ્યા બાદ હવે લોકોને કોલ ડ્રોપથી આઝાદી મળશે. 4જી સર્વિસમાં કોલ ડ્રોપની સમસ્યા મહત્વની થઈ ગઈ હતી અને ઘણીવાર યૂઝર્સ તેના કારણે મુશ્કેલીનો સામનો કરતા હતા. પરંતુ 5જી સર્વિસમાં આવી સમસ્યાથી લોકોને છુટકારો મળી જશે.
કોલ ડ્રોપ તો એક સમસ્યા હતી આ સાથે ક્લિયર ઓડિયો ન મળી શકવાને કારણે કોલિંગ ડિસ્ટર્બ થતું હતું. 5જી સર્વિસ આવ્યા બાદ તમારે કોલિંગ દરમિયાન એક નેક્સ્ટ લેવલ અનુભવ મળશે અને આવું સંભવ થશે ક્રિસ્ટલ ક્લિયર ઓડિયોની સાથે.
હાઈ સ્પીડ ઈન્ટરનેટની સાથે હવે ગ્રાહકોને 5G સર્વિસ લોન્ચ થયા બાદ સુપર ફાસ્ટ ડાઉનલોડિંગ સ્પીડ જોવા મળશે જે જૂની સર્વિસના મુકાબલે ખુબ સારી હશે અને તેનાથી તમારો સમય બચી જશે. ક્વોલિટી ફિલ્મો અને વીડિયો ઝડપથી ડાઉનલોડ થઈ જશે.
વીડિયો કોલની સાથે એક સમસ્યા આવતી હતી કે ઈન્ટરનેટ કનેક્ટિવિટી ગમે તેવી સારી કેમ ન હોય હંમેશા વીડિયો સ્લો રહેતો હતો પરંતુ 5જી સર્વિસની સાથે હવે વીડિયો કોલિંગ સર્વિસ સારી થશે અને તેની ક્વોલિટી પણ સારી જોવા મળશે.
Trending Photos