Gujarat Rain: ઉનાળો હજુ પૂરો થયો નથી ત્યાં જ ગુજરાતમાં ચોમાસું આવી ગયું હોય તેવો માહોલ સર્જાયો છે. ચૈત્ર અને અષાઢ જેવા ધમધોકાર વરસાદે ગુજરાતના અનેક જિલ્લાને તરબોળ કરી દીધો છે. આકાશમાંથી જાણે પાણીના પ્રવાહ વહી રહ્યા હોય તેમ રોડ-રસ્તા પાણી-પાણી થઈ ગયા છે. અનેક જિલ્લામાં કમોસમી વરસાદે કહેર મચાવ્યો છે અને ખેડૂતો પર આફત તૂટી પડી છે.
Gandhinagar News: રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો કુલ સરેરાશ 51.16 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છ રીઝીયનમાં સૌથી વધુ 58.46 ટકા વરસાદ વરસ્યો છે. રાજ્યના કુલ 206 ડેમ પૈકી 26 ડેમ સંપૂર્ણ ભરાયા છે. તેમજ અત્યાર સુધીમાં કુલ 50.27 લાખ હેક્ટર વિસ્તારમાં ખરીફ પાકનું વાવેતર થયું છે.
Gandhinagar News: સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC, ગાંધીનગરના અહેવાલ મુજબ સમગ્ર રાજ્યમાં 33 જિલ્લામાં હળવાથી ભારે વરસાદ વરસ્યો છે. રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ 51.09% જેટલો વરસાદ નોંધાયો છે.
Gujarat Rain: ચોમાસાના આગમની હવામાન વિભાગે સત્તાવાર જાહેરાત કરી છે. વેરાવળ, ભાવનગર અને વડોદરાથી ચોમાસાનું આગમન થયું છે. હવામાન વિભાગે 17 જૂન સુધી ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે. સુરત, નવસારી, વલસાડ અને દાદરાનગર હવેલીમાં વરસાદના રેડ એલર્ટ અપાયું છે, તો સુરેન્દ્રનગર, પોરબંદર, જામનગર, ભરૂચ, આણંદ, વડોદરા, નર્મદા, છોટાઉદેપુર, ડાંગ અને તાપીમાં ભારે વરસાદની આગાહી છે. કાલે કચ્છ, ગીર સોમનાથ અને જૂનાગઢમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે. તો 18થી 22 જૂન દરમિયાન ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસી શકે છે. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે.
Cyclone Alert: રાજ્યમાં આગામી ચાર દિવસ તોફાની વરસાદની હવામાન વિભાગે આગાહી કરી હતી. અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરને પગલે ગુજરાતમાં સુરત, તાપી, વલસાડ, ડાંગ, નવસારી, અમરેલી અને ભાવનગર જિલ્લાઓમાં પવન ફૂંકાવાની અને વરસાદની આગાહી હવામાન વિભાગે કરીને યલો એલર્ટ આપેલું છે.
Paresh Goswami Agahi: રાજ્યમાં આજથી 10 મે સુધી ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે. રાજસ્થાન અને તેની આસપાસ આ સિસ્ટમ સક્રિય છે. જેના કારણે ગુજરાતમાં આજે ભાવનગર,અમરેલી,સુરત, ભરૂચમાં ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, આણંદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદનું ઓરેન્જ અલર્ટ અપાયું છે.
Rajkot HeavyRains: ગુજરાતમાં હાલ કાળઝાળ ગરમીનું મોજું ફરી વળ્યું છે, તેમ છતાં દેશના અનેક રાજ્યોમાં વાવાઝોડું અને વરસા હંકાવી રહ્યો છે. આજે ગુજરાતના વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે.
Gujarat Weather 2025: દેશભરના મેદાની રાજ્યોમાં તાપમાનમાં વધારાને કારણે ગરમી આકરી બની છે. આજે IMD એ દેશના 5 રાજ્યોમાં વરસાદને લઈને એલર્ટ જાહેર કર્યું છે. ચાલો IMD ના હવામાન અપડેટ વિશે જાણીએ. ગુજરાતમાં પણ સમયની સાથે ગરમી વધી રહી છે. અમદાવાદથી રાજકોટ અને સુરેન્દ્રનગર સહિત રાજ્યના લગભગ તમામ જિલ્લાઓમાં તાપમાન 38-40ની વચ્ચે છે.
Weather 2025: ગુજરાતમાં ગરમીએ પોતાનું ગંભીર સ્વરૂપ બતાવ્યું છે. અમદાવાદ, રાજકોટ અને સુરેન્દ્રનગર સહિત રાજ્યના 7 જિલ્લામાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી ગયું છે.
Gujarat Weather Upadate: પશ્ચિમી ભેજવાળા પવનના કારણે આગામી 1 એપ્રિલ સુધી રાજ્યનું વાતાવરણ પલટાઈને વાદળછાયું બની શકે છે. આ દરમિયાન 29થી 1 એપ્રિલ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે 10 મીમી સુધી એટલે કે અડધા ઇંચથી ઓછો કમોસમી વરસાદ વરસવાની શક્યતા છે. દેશ હવામાનનો બેવડો ફટકો અનુભવી રહ્યો છે. કેટલાક સ્થળોએ ભારે વરસાદ અને કરા પડી રહ્યા છે અને અન્ય સ્થળોએ તે અત્યંત ગરમ છે. 24 માર્ચે પશ્ચિમ હિમાલય પ્રદેશમાં વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પહોંચશે. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની 26 માર્ચથી રાજ્યમાં અસર જોવા મળશે.
Unseasonal rains in Gujarat: દેશ હવામાનનો બેવડો ફટકો અનુભવી રહ્યો છે. કેટલાક સ્થળોએ ભારે વરસાદ અને કરા પડી રહ્યા છે અને અન્ય સ્થળોએ તે અત્યંત ગરમ છે. 24 માર્ચે પશ્ચિમ હિમાલય પ્રદેશમાં વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પહોંચશે. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની 26 માર્ચથી રાજ્યમાં અસર જોવા મળશે.
Ambalal Patel Forcast: હવામાન વિભાગે શનિવારે જણાવ્યું કે આગામી સાત દિવસ વાતાવરણ સૂકું રહેશે. ત્રણ દિવસ વાતાવરણ યથાવત રહશે. ત્રણ દિવસ બાદ તાપમાનમાં 2 થી 3 ડીગ્રીનો ઘટાડો થશે. પવનની દિશા ઉત્તર પૂર્વ છે જે દિશા બાદલાતા ઠંડીનો અનુભવ થશે.
Weather Forecast: દેશના ઘણા રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી રહ્યો છે. ગુજરાતમાં સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે અનેક રાજ્યોમાં વરસાદ માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. IMDએ ભારે પવન સાથે મુંબઈ, ઠાણે, પાલઘર અને દક્ષિણ કોંકણમાં ભારે વરસાદ માટે યલો એલર્ટ જારી કર્યું છે.
Ambalal Patel Forecast: આમ તો ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસું વિદાય લેતું હોય છે, પરંતુ દિવાળી પહેલા અનેક વિસ્તારોમાં અષાઢી માહોલ જામ્યો છે. અંબાલાલ પટેલે આ વર્ષે દિવાળી બગડવાની પણ આગાહી કરી છે. તેમણે કહ્યું છે કે દિવાળી આસપાસ વાદળવાયુ વાતાવરણ રહેશે. અરબી સમુદ્રની સિસ્ટમને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે.
સાયકલોનિક સર્ક્યુલેશનની મોન્સૂન ટ્રફ ગુજરાતમાં એક્ટિવ થતા વરસાદની શક્યતાઓ સર્જાઈ હતી. આગામી 24 કલાક પછી આગામી દિવસોમાં વરસાદનું જોર ઘટશે. હવામાન વિભાગે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે.
Weather Alert: વરસાદ ગયો એ ભૂલી જાઓ, વરસાદની વિદાય વચ્ચે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. IMD વૈજ્ઞાનિક ડૉ. નરેશ કુમારે કહ્યું, અમારું અનુમાન છે કે આગામી 48 કલાકમાં કોંકણ, ગોવા અને મધ્ય મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થશે. આ માટે રેડ એલર્ટ પણ જાહેર કરાયું છે.
Cyclonic Circulation Alert IMD: બે દિવસથી સતત વરસાદ બાદ બંગાળની ખાડીમાં હવામાન ખરાબ થઈ રહ્યું છે. આ અઠવાડિયે ચક્રવાત સર્જાવાની સંભાવના છે. સાયક્લોનિક સરક્યુલેશનને કારણે બંગાળથી લઈને આંધ્રપ્રદેશ સુધી એક સપ્તાહ સુધી વરસાદની આગાહી કરી છે.
Ambalal Patel Prediction: ગુજરાતમાંથી ચોમાસું હવે વિદાય તરફ જઈ રહ્યું છે. પરંતુ અંબાલાલ પટેલે આગાહી કરી છે કે નવરાત્રિ ટાંકણે ગુજરાતમાં વરસાદી માહોલ બનશે. જી હા.. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ફરીથી ભારે વરસાદની આગાહી કરી છે. આગામી સાત દિવસ માટે સૌરાષ્ટ્ર સહિત રીજનલમાં છૂટાછવાયા સ્થળો પર હળવાથી સામાન્ય વરસાદની આગાહી છે.
Ambalal Patel Monsoon Prediction: રાજ્યમાં ચોમાસું લગભગ વિદાય થવાનું હોય તેવું વાતાવરણ સર્જાયું છે. ભાદરવાનો તાપ શરૂ થયો છે. ગરમીનો પારો સતત વધી રહ્યો છે. પરંતુ અંબાલાલ પટેલની આગાહી કંઈક બીજું જ કહી રહી છે, જતા જતા પણ વરસાદ હેરાન કરશે.
Ambalal Patel Weather Update: ગુજરાતના આગાહીકાર અંબાલાલ પટેલની આગાહીમાં હંમેશાં મતભેદ રહ્યાં છે. 1 જૂનથી અત્યાર સુધીમાં ગુજરાતમાં કુલ 46 ટકા વધારે વરસાદ નોંધાયો છે. આ સાથે હાલ ગુજરાત પર કોઈ નવી સિસ્ટમ ન હોવાથી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની હાલ કોઈ શક્યતા દેખાઈ નથી રહી.
Gujarat Heavy Rainfall Alert: ફરી એકવાર બંગાળની ખાડીમાં લો-પ્રેશર બનવાનું શરુ થઈ ગયું છે. જે વરસાદી સિસ્ટમ આગામી સમયમાં મધ્યપ્રદેશ પર આવશે ત્યાં સુધીમાં ડિપ્રેશન બની જશે. જો આ ડીપ ડિપ્રેશન ગુજરાત સુધી આવે તો ફરીથી વરસાદી સંકટ લાવશે.
Gujarat Rain Red Alert: ગુજરાતમાં વરસાદ લાવતી ત્રણ સિસ્ટમ સક્રિય થઈ છે. જેથી આગામી ચાર દિવસ ગુજરાતમાં છુટોછવાયો અને ભારે વરસાદ વરસી શકે છે. સપ્ટેમ્બર માસ દરમિયાન સામાન્ય કરતા વધુ વરસાદ રહેશે. સૌરાષ્ટ્ર-કચ્છમાં છુટાછવાયા ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે.