આવતીકાલથી આ જિલ્લાઓમાં ભુક્કા કાઢી નાખશે વરસાદ, શરૂ થશે નવો રાઉન્ડ, જાણો અંબાલાલની આગાહી
Gujarat Rain Alert: ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનો ચાલી રહ્યો છે, પરંતુ હજુ મેઘરાજા વિરામ લઈ રહ્યાં નથી. ઓગસ્ટના છેલ્લા સપ્તાહમાં આવેલા અતિભારે વરસાદને કારણે ઘણી જગ્યાએ પૂરની સ્થિતિનું નિર્માણ થયું હતું. પરંતુ ફરી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં બનેલી વરસાદી સિસ્ટમ ખતરનાક બની છે, જે ગુજરાતમાં વરસાદ લાવશે.
અંબાલાલ પટેલની આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આ વચ્ચે ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલે કહ્યુ કે રાજ્યમાં અતિભારે વરસાદ પડી શકે છે. કેટલાક જિલ્લામાં તો 24 ઈંચ જેટલો વરસાદ ખાબકી શકે છે. અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે 11 સપ્ટેમ્બરથી હવામાનમાં પલટો આવવાનો છે. તેમણે કહ્યું કે એક ડીપ ડિપ્રેશન બની રહ્યું છે.
ગુજરાતમાં પણ થશે અસર
અંબાલાલ પટેલે કહ્યું કે આ ડીપ ડિપ્રેશન બિહાર, ઝારખંડ, વિશાકાપટ્ટનમ, ઓડિશા અને મધ્યપ્રદેશમજાં ભારે વરસાદ લાવશે. તો ગુજરાતમાં પણ વરસાદની સંભાવના છે. તેમણે જણાવ્યા પ્રમાણે પંચમહાલ જિલ્લામાં અતિભારે વરસાદની સંભાવના છે. આ સિવાય સાબરકાંઠા, હિંમતનગર, ઉત્તર ગુજરાત, મધ્યગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદ પડવાની સંભાવના છે.
એક સપ્તાહ બાદ બનશે નવી સિસ્ટમ
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે 17-18 સપ્ટેમ્બરે પણ વધુ એક સિસ્ટમ બનશે. રાજ્યમાં 22થી લઈને 26 સપ્ટેમ્બર સુધી પણ ભારે વરસાદની શક્યતા છે.
હવામાન વિભાગની આગાહી
ગુજરાતના હવામાન વિભાગ દ્વારા પણ આગામી 7 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. બે દિવસ માટે અતિભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે કહ્યું કે ઓફ શોર, ટ્રફ સાયક્લોનિક સર્ક્યુલેશન અને ડિપ્રેશનને કારણે વરસાદ પડવાનો છે.
ગુજરાત માટે આગામી સમય ચિંતાજનક?
રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ અને તેલંગણામાં જે પ્રકારે વરસાદ પડ્યો, પૂર આવ્યા તેનાથી સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે ભારતમાં પૂરનો નક્શો બદલાઈ રહ્યો છે. કારણ કે પહેલા નક્શામાં ફક્ત યુપી, બિહાર, ઉત્તર પૂર્વી રાજ્યોમાં પૂરનું જોખમ જોવા મળતું હતું. હવે શહેરી 'જળ પ્રલય' ની સીમા બદલાઈ રહી છે. સરકારે નવો નક્શો બનાવવાની જરૂર છે. સમગ્ર દેશમાં વરસાદનું મૌસમ બદલાઈ ચૂક્યું છે. એવું અનુમાન છે કે આ વખતે ચોમાસું જશે પણ મોડું. કારણ કે બંગાળની ખાડી અને અરબ સાગર પર બનનારા ચક્રવાત, ડિપ્રેશન અને લો પ્રેશર એરિયા તેના માટે કારણભૂત છે. હવે તો તોફાનની એક નવી પેટર્ન આવી ગઈ છે. આ પેટર્ન છે જમીન પર બનનારા તોફાન. પછી ધીરે ધીરે સરકીને તે સમુદ્રમાં જતા રહે છે. ત્યારબાદ તેની તાકાત વધી જાય છે અને શક્તિશાળી બને છે.
Trending Photos