અમદાવાદના એસજી હાઈવે પર મહાકાય કન્ટેનર સાથે સર્જાયો ભયાનક અકસ્માત, PHOTOs

Ahmedabad News અમદાવાદ : અમદાવાદના એસજી હાઇવે પર વિશાળ કન્ટેનર સાથે ભયાનક અકસ્માત સર્જાયો હતો. મહાકાય ટેન્કર પલટી ગયું હતું. હેબતપુર સ્પીલ્ટ ફ્લાયઓવર પાસે આ દુર્ઘટના બની હતી. 
 

1/3
image

હેબતપુર સ્પ્લીટ ફ્લાયઓવર પર નીચે ઉતરવાની દિશામાં કન્ટેનર પલટી ગયુ હતું. હાઈવેના બે ભાગ પડતા હોવાનો ચાલકને અંદાજ ન આવ્યો હોવાની સંભાવના છે. 

2/3
image

બે ભાગ પડવાની જગ્યાએ પૂરતા સાઈનબોર્ડ અને રીફલે્કટર ન હોવાથી આ ઘટના બની હતી. અક્સમાતને પગલે ફ્લાયઓવર ઉપરથી હેબતપુર ક્રોસરોડ માટે નીચે જવાનો માર્ગ બંધ કરાયો હતો. 

3/3
image

આ કન્ટેનર ગાંધીનગર તરફથી આવી રહ્યું હતું. આ ઘટનામાં કન્ટેનર ચાલક અને ક્લીનરને સામાન્ય ઇજા પહોંચી છે. હાલ વિશાળ ક્રેનની મદદથી કન્ટેનરને હટાવવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી.