ચાણક્ય નીતિ: આ 4 પ્રકારના કામ ન કરો જીવનમાં, નહીં તો ચોક્ક્સપણે થશો બરબાદ

ભારતની મહાન હસ્તીઓમાં આચાર્ય ચાણક્યનો પણ સમાવેશ થાય છે. તેમને અર્થશાસ્ત્ર અને નીતિશાસ્ત્રના પિતામહ કહેવામાં આવે છે. તેમની નીતિ અને જ્ઞાનના કારણે જ મોર્ય સમાજની સ્થાપના થઈ હતી. એક મામૂલી બાળક ચંદ્રગુપ્ત ભારતના છત્રપતિ સમ્રાટ બન્યાં હતાં. ચાણક્યે પોતાના નીતિશાસ્ત્રમાં અનેક એવા શ્લોકોનો ઉલ્લેખ કર્યો છે જે માનવ જીવન માટે ખુબ હિતકારી સાબિત થઈ શકે છે. જો તેને યોગ્ય રીતે સમજીને જીવનમાં ઉતારવામાં આવે તો જીવન ચોક્કસપણે સફળ થાય છે. એક શ્લોક એવો પણ છે કે જેમાં ચાર કામ ગણાવ્યાં છે. આ ચાર કામ જીવનમાં કરનારા લોકો અવશ્યપણે બરબાદ થાય છે. 

શ્લોક

1/5
image

अनालोच्य व्ययं कर्ता चानाथ: कलहप्रिय:। आर्त: स्त्रीहसर्वक्षेत्रेषु नर: शीघ्रं विनश्यति।। 

આવકથી વધુ ખર્ચ

2/5
image

જે વ્યક્તિ પોતાના જીવનમાં સફળતાની કામના કરે છે તેમણે પોતાની આવક તથા ખર્ચમાં સંતુલન જાળવવું જોઈએ. આવકથી વધુ ખર્ચ કરે, સમજ્યાવગર ખર્ચ કરે તે ભવિષ્યમાં જરૂર બરબાદીની કગાર પર પહોંચે છે. 

વાત વાત પર ઝગડો

3/5
image

જે મનુષ્ય દરેક વાત પર બીજા સાથે ઝગડા કરે તે લોકો બરબાદીની રાહ પર હોય છે. તેમને કોઈ પસંદ કરતું નથી અને જીવનમાં તેઓ એકલા પડી જાય છે. 

સ્ત્રીઓ પાછળ ભાગવું

4/5
image

જે પુરુષો અન્ય સ્ત્રીઓ પાછળ ભાગીને પોતાના ઘર બરબાદ કરે છે, તે માત્ર જીવનનો વ્યય નથી કરતા પરંતુ પરિવાર માટે પણ ઘાતક સાબિત થાય છે. આવા મનુષ્યોને શત્રુની કોઈ જરૂર નથી કારણ કે તેઓ પોતે જ પોતાના શત્રુ છે.

ધૈર્ય ન રાખવું

5/5
image

જે પુરુષો પોતાના ચરિત્ર અને આચરણમાં ધૈર્યને મહત્વ નથી આપતા તેમને સફળતા ક્યારેય મળતી નથી.