Anupama માં થશે Hot & Sexy એક્ટ્રેસની એન્ટ્રી, શાહ પરિવારમાં મચી જશે ખળભળાટ

રૂપાલી ગાંગુલી (Rupali Ganguly) સ્ટારર ટીવી શો 'અનુપમા' (Anupama) માં કાવ્યા (Madalsa Sharma) અને વનરાજ (Sudhanshu Pandey) ના છૂટાછેડા બાદ હવે એક મોટી એન્ટ્રીથી ધમાકો થવા જઈ રહ્યો છે. શોમાં ટીવી જગતની હોટ અને સેક્સી એક્ટ્રેસ અનેરી વજાની (Aneri Vajani) ની એન્ટ્રી થવા જઈ રહી છે. શોમાં એન્ટ્રી લેતા પહેલા તેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ છે. શોમાં અનેરી અનુજ કપાડિયા (Anuj Kapadia) એટલે કે ગૌરવ ખન્ના (Gaurav Khanna) ના જીવનનો એક મહત્વનો ભાગ બનીને સામે આવશે. પરંતુ અનેરીની એન્ટ્રીથી શાહ પરિવારમાં ખળભળાટ (Anupama Upcoming Twist) મચવાની તૈયારી મેકર્સ કરી ચુક્યા છે. આવો તસવીરો સાથે જાણીએ અનેરી અને શોમાં આવનારા મોટા ટ્વિસ્ટ વિશે...

ટૂંક સમયમાં થશે અનેરીની એન્ટ્રી

1/6
image

ટીવી શો અનુપમામાં હવે એક એન્ટ્રીથી આખી સ્ટોરીમાં જોરદાર ટ્વિસ્ટ આવી રહ્યું છે. શોમાં હવે ટૂંક સમયમાં એક્ટ્રેસ અનેરી વજાનીની એન્ટ્રી થવા જઈ રહી છે. (ફોટો સાભાર: Instagram@AneriVajani)

કેવી રીતે થઈ એન્ટ્રી

2/6
image

અનેરીએ હાલમાં જ એક મીડિયા ઇન્ટરવ્યૂમાં આ વાતની જાણકારી આપી હતી કે, નિર્માતા રાજન શાહીથી મળવા પહોંચી હતી. એક કલાક ઓડિશન અને ચર્ચા બાદ તેને ફાઈનલ કરવામાં આવી છે. (ફોટો સાભાર: Instagram@AneriVajani)

શું હશે અનેરીનું પાત્ર

3/6
image

તમને આ પણ સવાલ થઈ રહ્યો હશે કે અનેરીનું પાત્ર શું હશે. તો તેમને જણાવી દઇએ કે અનેરી આ શોમાં અનુજની બહેન અથવા કઝિન બનીને એન્ટ્રી કરી રહી છે. (ફોટો સાભાર: Instagram@AneriVajani)

કિંજલનું જીવન કરશે બરબાદ

4/6
image

ટાઈમ્સ નાઉના સમાચાર અનુસાર શોમાં જ્યાં એક તરફ તોષુ અને કિંજલનો સંબંધ તૂટી રહ્યો છે, ત્યારે હવે તોષૂના જીવનમાં અનેરીની એન્ટ્રી થશે. જેથી કિંજલના વિવાહિત જીવનમાં મુશ્કેલીઓ શરૂ થઈ જશે. (ફોટો સાભાર: Instagram@AneriVajani)

સોશિયલ મીડિયા પર છે એક્ટિવ

5/6
image

અનેરી ટીવી શોમાં તો લોકોનું દિલ જીતી ચુકી છે, ત્યારે સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ છે. હવે સુપરહિટ શોમાં એન્ટ્રીના સમાચાર બાદ તેની આ તસવીરો વાયરલ થઈ રહી છે. (ફોટો સાભાર: Instagram@AneriVajani)

કોણ છે અનેરી વજાની

6/6
image

અનેરીની વાત કરીએ તો તે 'બેહદ' અને 'પવિત્ર ભાગ્ય' જેવા અનેક ડેલી સોપમાં જોવા મળી ચુકી છે. (ફોટો સાભાર: Instagram@AneriVajani)