600થી વધુ એડલ્ટ ફિલ્મોમાં કામ કરી ચૂકેલી ફેમસ સ્ટારનું શંકાસ્પદ સ્થિતિમાં મોત, શરીર પર ગોળીના નિશાન


પોર્ન ઈન્ડસ્ટ્રીમાં ચર્ચિત સ્ટાર ડાયલિયા સ્કાયનું શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયું છે. અમેરિકાના લોસ એન્જિલસ સ્થિત સાન ફર્નાન્ડોમાં એક કાર કારમાંથી 31 વર્ષની પોર્ન સ્ટારનો મૃતદેહ મળી આવ્યો છે. 
 

શરીર પર ગોળીઓના નિશાન

1/6
image

પોલીસ અધિકારીઓના જણાવ્યાં મુજબ પોર્ન સ્ટાર ડાહલિયા સ્કાયના શરીર પર બંદૂકની ગોળીઓના નિશાન હતા. એવી આશંકા વ્યક્ત કરાઈ રહી છે કે ડાહલિયાએ પોતાની જાતને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી. જો કે હજુ કઈ પણ સ્પષ્ટ રીતે કહેવું મુશ્કેલ છે. 

હત્યા સંલગ્ન કોઈ પુરાવા મળ્યા નથી

2/6
image

સ્થાનિક મીડિયા આઉટલેટ સાથે વાત કરતા એલએપીડી જાસૂસ ડેવ પેટેકે કહ્યું કે પોર્ન સ્ટાર ડાહલિયાનો મૃતદેહ 30 જૂનના રોજ મળી આવ્યો હતો. હાલ તપાસ આત્મહત્યાના એંગલથી થઈ રહી છે. હજુ એવા કોઈ પુરાવા મળ્યા નથી કે જેનાથી કહી શકાય કે તેની હત્યા થઈ અથવા તો તેની સાથે કઈ ખોટું થયું.

બ્રેસ્ટ કેન્સર સામે ઝઝૂમી રહી હતી પોર્ન સ્ટાર

3/6
image

એવું કહેવાય છે કે સ્કાય બ્રેસ્ટ કેન્સર સામે ઝઝૂમી રહી હતી અને હાલમાં જ તે ડિપ્રેશનનો પણ ભોગ બની હતી. એડલ્ટ ફિલ્મ નિર્માતા હંસે પણ સ્કાયની કેન્સર સામેની લડત અંગે સ્થાનિક મીડિયામાં વાત કરી હતી. તેમણે કહ્યું કે બીમારી દરમિયાન મે તેના જીવન વિશે અનેકવાર વાત કરી, આ તેના માટે સરળ નહતું. 

સ્કાયની છેલ્લી ઈન્સ્ટાગ્રામ પોસ્ટ

4/6
image

ડાહલિયાએ છેલ્લીવાર 22 જાન્યુઆરીએ ઈન્સ્ટાગ્રામ પર એક સફેદ ટોપમાં પોઝ આપતા ફોલોઅર્સને પૂછ્યું હતું કે તમે મારા આઉટફિટ વિશે શું વિચારો છો? તેના આ ફોટા પર હવે યૂઝર્સ ખુબ કમેન્ટ કરી રહ્યા છે. 

યૂઝર્સ કરી રહ્યા છે આવી કમેન્ટ

5/6
image

એક યૂઝરે લખ્યું કે ભગવાન તમારા આત્માને શાંતિ આપે રાજકુમારી, જ્યારે અન્ય એક યૂઝરે લખ્યું કે શું આ ખરેખર સાચુ છે? કાશ આવું ન હોય. ભગવાન તમારા આત્માને શાંતિ આપે સ્કાય. 

600થી વધુ એડલ્ટ ફિલ્મોમાં કામ કર્યું

6/6
image

પોતાની કરિયર દરમિયાન ડાહલિયા સ્કાયે છેલ્લા એક દાયકામાં 600થી વધુ એડલ્ટ ફિલ્મોમાં કામ કર્યું હતું. તેને ફીમેલ પરફોર્મર ઓફ ધ યરનો એવોર્ડ પણ મળ્યો હતો.