suicide

Kerala: લગ્નના 7 જ મહિનામાં યુવતીએ જીવ દઈ દીધો, સ્યૂસાઈડ નોટમાં લખ્યું- 'પપ્પા તમે સાચા હતા'

કેરળના ઈદાયાપુરમમાં 21 વર્ષની એક લો સ્ટુડન્ટ મોફિયા પરવીન દિલશાદે આત્મહત્યા કરી. મોફિયાએ સ્યૂસાઈડ લેટરમાં લખ્યું કે પપ્પા તમે સાચા હતા. તે સારો માણસ નહતો. સ્યૂસાઈડ નોટમાં મોફિયાએ તેના પતિ મોહમ્મદ સુહૈલ, તેના સસરા યુસુફ અને સાસુ રુખિયાને પોતાના મોત માટે જવાબદાર ઠેરવ્યા છે. 

Nov 25, 2021, 11:22 AM IST

સુરતના યુવકને નગ્ન ચેટથી આત્મહત્યા કરવા મજબૂર કરનાર સુંદર યુવતી નહિ, પણ યુવક નીકળ્યો

સુરતમાં તાજેતરમાં એક યુવકે નગ્ન ચેટ વીડિયો વાયરલ કરવાની ધમકી આપવામાં આવી હતી. જેથી તેણે આત્મહત્યા કરી હતી. ત્યારે સુરત પોલીસે આ મામલે તપાસ કરતા ચોંકાવનારી માહિતી સામે આવી છે. યુવકને ઓનલાઈન પ્રેમજાળમાં ફસાવીને બ્લેકમેલ કરનાર કોઈ સુંદર યુવતી નહિ પણ, યુવક નીકળ્યો છે. જેણે યુવતીના નામનું ફેક એકાઉન્ટ બનાવ્યુ હતું. ગુનામાં સંડોવાયેલ આરોપીને હરિયાણા ખાતેથી સાયબર ક્રાઇમ (cyber crime) સેલે ઝડપી પાડ્યો છે.

Nov 20, 2021, 08:30 AM IST

યુવતીએ ગંદી વાતોમાં યુવકને લપેટી લીધો, આખરે બિભત્સ વીડિયો બન્યો તેના આત્મહત્યાનું કારણ

પોર્નના માધ્યમથી સાયબર ક્રાઈમના ગુના વધી રહ્યાં છે. યુવકોને પ્રેમજાળમાં ફસાવીને બ્લેકમેઈલ કરવાના કિસ્સાઓ લાલબત્તી સમાન છે. ત્યારે સુરતમાં આવા જ એક કિસ્સામાં યુવકને આપઘાત કરવાનો વારો આવ્યો છે. વીડિયો ચેટના ક્રેઝ વચ્ચે તેને ઈન્સ્ટાગ્રામ પર નગ્ન ચેટ વીડિયો વાયરલ કરવાની ધમકી અપાઈ હતી. જેથી યુવકે ગળે ફાંસો ખાઈ મોત વ્હાલુ કર્યું છે. 

Nov 18, 2021, 12:29 PM IST

વડોદરા સામૂહિક દુષ્કર્મ કેસ પરથી જલ્દી પડદો ઉંચકાશે, ક્રાઈમ બ્રાન્ચે 2 શકમંદની અટકાયત કરી

વડોદરા (vadodara) માં સામુહિક દુષ્કર્મ (rape case) અને આપઘાત કેસ (suicide) ની તપાસમાં પોલીસની 35 ટીમ કામે લાગી ગઈ છે. વડોદરા ક્રાઈમ બ્રાન્ચે 2 શકમંદોની અટકાયત કરી છે. ત્યારે આ કેસ મામલે પોલીસે કહ્યું કે, ટૂંક સમયમાં યુવતીને ન્યાય અપાવીશું. ત્યારે સમગ્ર ઘટના પરથી આજે પડદો ઊંચકાય તેવી શક્યતા છે. 

Nov 15, 2021, 01:28 PM IST

Shocking : ડાયરીમાં યુવતીએ દુષ્કર્મની જે આપવીતી લખી તે વાંચીને તમારું દિલ પણ રડી પડશે

વડોદરા (vadodara) માં યુવતી સાથે સામુહિક દુષ્કર્મ (gang rape) ના મામલામાં હજી સુધી આરોપી સુધી પોલીસ પકડાઈ નથી. આ પહેલા પણ વડોદરામાં અવાવરુ જગ્યા પર લઈ જઈને યુવતી સાથે બળાત્કાર ગુજારાયો હતો. ત્યારે ફરી એકવાર આવી ઘટનાથી સંસ્કાર નગરી શરમમાં મૂકાઈ છે. યુવતીએ દુષ્કર્મ કરતા પહેલા લખેલી ડાયરીમાં પોતાની સાથે થયેલા દુષ્કર્મ (rape case) ની આપવીતી રજૂ કરી હતી. યુવતીએ ઘટના બાદ ડાયરીમાં 4 પાનામાં આપવીતી વર્ણવી છે. ડાયરીમાં હેડિંગ આપ્યુ હતું, શોકિંગ ડે અગેઈન. 

Nov 15, 2021, 08:46 AM IST

ટ્રેનમાં યુવતીના આપઘાત કેસમાં મોટો વળાંક, 2 રીક્ષાવાળાઓએ ઝાડીમાં લઈ જઈ આચર્યું હતું દુષ્કર્મ

નવસારીની વતની અને વડોદરામાં રહીને અભ્યાસ કરતી સાથે વેક્સિન ઇન્સ્ટીટ્યૂટમાં થયેલા બળાત્કાર બાદ યુવતીએ આપઘાત કરી લેતા આ બનાવે શહેરમાં ભારે ચકચાર જગાવી મુકી છે. યુવતીની ડાયરીએ તેની સાથે ઘટેલી ઘટનાના તમામ રહસ્યો ખોલી દીધા છે. પોલીસને યુવતીના ઘરેથી તપાસમાં મળી આવેલી ડાયરીમાં તેની સાથે સામુહિક દુષ્કર્મ થયાનો ઉલ્લેખ કરાયો છે. યુવતીએ 22 વર્ષના 2 યુવાનોએ પીછો કર્યો હોવાનો અને 2 રિક્ષાચાલકોએ તેની પર સામુહિક દુષ્કર્મ આચર્યાનો ઉલ્લેખ કર્યો છે. સાથે જ સમગ્ર મામલામાં યુવતી જે સંસ્થામાં કામ કરતી હતી તેની શંકાસ્પદ ભૂમિકા સામે આવી છે. 

Nov 13, 2021, 02:37 PM IST

વલસાડ ટ્રેનમાં યુવતીના આપઘાત કેસમાં મોટો ખુલાસો, ડાયરીમાં પાના ભરીને લખી દુષ્કર્મની ચોંકાવનારી વિગતો

વડોદરાની યુવતીએ વલસાડ ખાતે ટ્રેનમાં આપઘાત (suicide) કરવાના કેસમાં મોટો ખુલાસો થયો છે. દિવાળીના દિવસે ટ્રેનમાં યુવતીએ ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. ત્યારે આ યુવતી પર દિવાળીના બે દિવસ પહેલા સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો ખુલાસો થયો છે. યુવતીએ પોતે ડાયરીમાં સામૂહિક દુષ્કર્મ (rape) આચર્યાની વાતનો ઉલ્લેખ પોતાની ડાયરીમાં કર્યો છે. 

Nov 13, 2021, 08:15 AM IST

બે વર્ષ રંગરેલિયા મનાવ્યા બાદ યુવકે સગાઈ તોડી નાંખી, આઘાતમાં યુવતીએ આત્મહત્યા કરી

પંચમહાલ જિલ્લાના નંદીસર ગામની યુવતીએ સગાઈ તૂટી જતા આપઘાત કર્યો છે. નવા વર્ષના દિવસે જ યુવતીના આપઘાતથી પરિવાર પર દુખનો પહાડ તૂટી પડ્યો છે. બે વર્ષ પહેલા થયેલી સગાઈ તૂટી જતા આઘાતમાં આવેલી યુવતીએ આત્મહત્યાનો રસ્તો અપનાવ્યો છે. જોકે, સ્થાનિક પોલીસે યુવતીની આત્મહત્યાની ફરિયાદ ન લેતા પરિવારે ગાંધીનગર (gandhinagar) સુધી રજૂઆત કરી હતી. આખરે સ્થાનિક પોલીસે 9 લોકો સામે આત્મહત્યા (suicide) ની ફરિયાદ નોંધી છે. 

Nov 6, 2021, 12:37 PM IST

વલસાડ : લોકોને આત્મહત્યા ન કરવાની પ્રેરણા આપનાર યુવતીએ જ ટ્રેનમાં જઈને સ્યૂસાઈડ કર્યું

  • વલસાડ રેલવે સ્ટેશન પર ગુજરાત ક્વીન ટ્રેનના કોચમા યુવતીએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી
  • ટ્રેન ખાલી થઈ ગયા બાદ યુવતીએ આત્મહત્યા કરી, સફાઈ કામદારોએ રેલવે પોલીસને જાણ કરી 

Nov 4, 2021, 12:51 PM IST

Valsad: આર્થિક મંદીથી કંટાળી યુવકે નદી ઝંપલાવવાનો કર્યો પ્રયાસ, આ રીતે બચ્યો જીવ

વલસાડ અને પારડી વચ્ચે આવેલી પાર નદી ઉપર રવિવારે સવારે પારનેરાના એક યુવકે આર્થિક સકળામણ અને ઘર કંકાસથી કંટાળીને રવિવારે સવારે પાર નદીના નાના બ્રિજ ઉપર આપઘાત કરવાના ઇરાદે આવી પહોંચ્યો હતો.

Oct 31, 2021, 02:29 PM IST

પાડોશી પરિણીતા પર આવી ગયું યુવકનું દિલ, સાથ છૂટતા જ વીડિયો બનાવીને કર્યો આપઘાત

વલસાડના યુવકે પરિણીત પ્રેમિકાનું નામ લઈને આત્મહત્યા (suicide) કરી છે. 28 વર્ષીય યુવકને પાડોશી પરિણીતા સાથે પ્રેમ થયો હતો. ત્યારે પરિણીતાના સ્વજનો સાથે તકરાર થતા યુવકે મોત વ્હાલુ કર્યુ છે. જોકે, આત્મહત્યા કરતા પહેલા તેણે વીડિયો (death video) બનાવ્યો હતો. જેમાં તેણે પરિણિત પ્રેમિકાએ છોડી દેતા યુવકે આત્મહત્યાનુ પગલુ ભર્યુ હતું. 

Oct 30, 2021, 01:56 PM IST

રાજકોટમાં ચકચારી ઘટના, દેવું વધી જતા પિતા-પુત્રએ ઓફિસમાં જ આપઘાત કર્યો

દિવાળીને હવે ગણીને પાંચ દિવસ બાકી રહ્યા છે, ત્યાં રાજકોટ (Rajkot) માં પિતા પુત્રના એકસાથે આપઘાતના કિસ્સાથી ચકચાર મચી ગઈ છે. રાજકોટના ખોડિયાર ચેમ્બરમાં પિતા પુત્રએ સામુહિક આપઘાત (suicide) કર્યો છે. બંને પિતા પુત્રએ ઓફિસમાં જ આપઘાત કરતા અરેરાટી ફેલાઈ ગઈ છે. 

Oct 30, 2021, 12:05 PM IST

અરેરાટીભર્યો અકસ્માત : વડોદરામાં પિતાપુત્રએ ટ્રેન નીચે આપઘાત કર્યો, બંનેના માથા કપાયેલા મળ્યાં

વડોદરામાં આત્મહત્યાનો ચકચારી બનાવ બન્યો છે. ઉદ્યોગપતિ પિતા પુત્રએ એકસાથે ટ્રેન નીચે પડતુ મૂકીને આત્મહત્યા (suicide) કરી છે. ફેક્ટરીના માલિક દિલીપ દલાલ અને પુત્ર રશેશ દલાલે આપઘાત કર્યો. રેલવે પોલીસે (railway accident) બંનેના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડ્યા છે.

Oct 27, 2021, 02:19 PM IST

રાજકોટમાં માવા જેટલી સહેલાઈથી મળી રહ્યુ છે ડ્રગ્સ, ડ્રગ પેડલરના ત્રાસથી સગીરાનો આત્મહત્યાનો પ્રયાસ

રાજકોટમાં યુવા ક્રિકેટરના ડ્રગ્સ કાંડ બાદ હવે રોજકાટમાં ફેલાયેલા ડ્રગ્સ કૌભાંડનો ખુલાસો થઈ રહ્યો છે. રાજકોટમાં ડ્રગ્સ પેડલર મહિલાના ત્રાસથી 17 વર્ષીય સગીરાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. ડ્રગ પેડલરની હેરાનગતિથી કંટાળેલી સગીરાએ ફીનાઇલ પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. હાલ સગીરા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. મહિલા અને તેનો બોયફ્રેન્ડ સગીરાને ડ્રગ્સ વેચવા દબાણ કરતા હોવાનો આરોપ સગીરાએ લગાવ્યો છે. 

Oct 25, 2021, 03:08 PM IST

સુરતમાં ફરી એકવાર આત્મહત્યાનો હચમચાવી દેતો કિસ્સો બન્યો, યુવતીએ ઈન્જેક્શનનો ઓવરડોઝ લઈને મોત મેળવ્યું

સુરત (surat) માં ફરી એકવાર આત્મહત્યાનો હચમચાવી દેતો કિસ્સો (crime news) બન્યો છે. સ્મીમેર હોસ્પિટલની મહિલા રેસિડન્ટ તબીબે ઈન્જેક્શનનો ઓવરડોઝ લઈને મોત વ્હાલુ કર્યુ છે. દીકરીનો મૃતદેહ જોઈને પરિવારના હૈયાફાટ રુદને આખી હોસ્પિટલનો માહોલ ગમગીન બનાવ્યો હતો. જોકે, હજી સુધી મહિલા તબીબના આત્મહત્યા (suicide) નું કારણ સામે આવ્યુ નથી. 

Oct 24, 2021, 04:06 PM IST

ઘરકંકાસમા માસુમ જીયાનો ભોગ લેવાયો, પત્નીની આત્મહત્યા બાદ પિતા દીકરીને લઈને તાપી નદીમાં કૂદ્યો

સુરત (Surat) માં રહેતો સૌરાષ્ટ્રનો પરિવાર વિખેરાવાની દુખદ ઘટના બની છે. પત્નીએ આપઘાત (suicie) કરતા પતિ હૈયાફાટ રૂદન કરીને 7 વર્ષની પુત્રીને લઇને તાપી નદીમાં કુદ્યો હતો. જેમાં માસુમ પુત્રીનું મોત નિપજ્યુ છે અને પિતા સારવાર હેઠળ છે. સમગ્ર મામલામાં સામે આવ્યું કે, સાવકી દીકરીને લઇ થતાં પતિપત્ની વચ્ચે ઝઘડો થતા પત્નીએ ઝેર ગટગટાવ્યું હતું. ત્યારે જેલ ન જવાની બીકે પતિએ પુત્રી સાથે નદીમાં ઝંપલાવ્યું હતું. પિતા સામે પુત્રીની હત્યાનો ગુનો નોંધાયો છે. 

Oct 21, 2021, 09:46 AM IST

અમદાવાદ સિવિલના ડોક્ટરે કર્યો આત્મહત્યાનો પ્રયાસ, આપઘાત પાછળનું કારણ અકબંધ

અમદાવાદના સિવિલ હોસ્પિટલના સિનિયર તબીબએ આપધાતના પ્રયાસ કર્યાનો મામલો સામે આવ્યો છે. સિવિલ હોસ્પિટલના કિડની વિભાગના એડી સુપરિટેન્ડેન્ટ ડો. રજનીશ પટેલએ જણવ્યું હતું કે સિનિયર ડોક્ટર ચિરાગ ચૌધરીએ પીજી હોસ્ટેલમાં આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે

Oct 18, 2021, 06:57 PM IST

ભાવનગરની સરટી હોસ્પિટલમાં 22 વર્ષીય નર્સનો આપઘાત, સ્યુસાઇડ નોટમાં લખ્યું, લવ યુ પપ્પા....

ભાવનગરની સરટી હોસ્પિટલમાં એક 22 વર્ષિય નર્સે રવિવારે સાંજે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. 

Oct 18, 2021, 07:33 AM IST

અમદાવાદના પોશ વિસ્તારમાં મહિલાની આત્મહત્યા, સ્યૂસાઈટ નોટમાં લખ્યું-મારા મૃત્યુથી ઘણા ખુશ થશે

અમદાવાદ (Ahmedabad) ના પોશ એવા સેટેલાઇટ વિસ્તારના શેલરાજ બંગલોમાં એક મહિલાએ આત્મહત્યા (suicide) કરી લેતા ચકચાર મચી છે. બીમાર પતિને સાસરિયા મળવા દેતા ન હતા, તેમજ મિલકતનો વિવાદથી ઘેરાયેલી મહિલાએ સ્યૂસાઈડ નોટ મૂકીને મોત વ્હાલુ કર્યું છે. સેટેલાઇટ પોલીસે અકસ્માતે મોત નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

Oct 14, 2021, 05:26 PM IST

વિચિત્ર આત્મહત્યા : મોત માટે યુવકે કર્યો માસ્ક અને ઓક્સિજન બોટલનો ઉપયોગ, મોંઢે કોથળી પણ વીંટાળી

વડોદરા (vadodara) માં મર્ડર અને હત્યાના સિલસિલા બાદ હવે આત્મહત્યાનો કિસ્સો ચર્ચાઈ રહ્યો છે. ગોત્રી વિસ્તારમાં રહેતા બેંક કર્મચારીની રહસ્યમય સંજોગોમાં આત્મહત્યા (suicide) કરતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. મોત જલ્દી મળે તે માટે યુવા બેંક કર્મચારીએ મોત ન મળે ત્યાં સુધી પોતાનો શ્વાસ રુંધ્યો હતો. જે માટે તેણે મોઢા પર ઓક્સિજન માસ્ક લગાવી એના પર કોથળી પહેરી હતી, જેથી જલ્દી મોત મળે. 

Oct 14, 2021, 01:53 PM IST