'લક્ષ્મી' ઘરમાં આવતાની સાથે જ દીપિકા પાદુકોણનું નસીબ ખુલ્યું, ખરીદ્યું કરોડોનું ઘર

Deepika Padukone New House: દીપિકા પાદુકોણ અને રણવીર સિંહને દીકરીનો જન્મ થતાં જ તેમના ઘરમાં ખુશીઓ છવાઈ ગઈ હતી. હોસ્પિટલમાંથી રજા મળતા જ દીપિકા તેની લાડલી દીકરીને ઘરે લઈ આવી હતી. હવે જો રિપોર્ટ્સનું માનીએ તો અભિનેત્રીએ દીકરી ઘરે આવતાની સાથે જ પોતાનું બીજું ઘર ખરીદી લીધું છે. આ ઘર ખરીદ્યા બાદ દીપિકા પોતાના ઘરના એક ખાસ સભ્યની પાડોશી બની ગઈ છે. તેઓ કોણ છે તે જાણો.
 

દીપિકાનું નવું ઘર

1/5
image

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે દીપિકા પાદુકોણે પુત્રીને જન્મ આપ્યા બાદ પોતાનું એક ઘર ખરીદ્યું છે. આ ઘર તેમના સાસૂ અંજૂ ભાવનાનીના બાંદ્રા સ્થિત એપાર્ટમેન્ટની પાસે છે. જેમાં તેમની પુત્રી રિતિકા પોતાના પતિ જુગજીત સિંહ ભાવનાનીની સાથે ભાડે રહે છે.

1.7 કરોડ સ્ટેમ્પ ડ્યૂટી

2/5
image

જાણકારી પ્રમાણે દીપિકાનું આ ઘર સાગર રેશન હાઉસિંગ સોસાયટીમાં છે. જેમાં 4 અને 5 બીએચકે છે. તો અભિનેત્રીનું આ ઘર 15માં ફ્લોર પર છે. જેનપે ડોટ કોમ પ્રમાણે નવી પ્રોપર્ટી માટે અભિનેત્રીએ 1.7 કરોડની સ્ટેમ્પ ડ્યૂટી ભરી છે અને રજીસ્ટ્રેશન માટે 30 હજાર ભર્યા છે. 

કિંમત 17.8 કરોડ

3/5
image

રિપોર્ટ્સ પ્રમાણે માતા બન્યા બાદ દીપિકા પાદુકોણે જે ઘર ખરીદ્યું છે તેની કિંમત આશરે 17.8 કરોડ છે અને તે 171.47 સ્ક્વેર મીટરમાં ફેલાયેલું છે. આ લક્ઝરી એપાર્ટમેન્ટમાં અભિનેત્રીને કાર પાર્કિંગની સુવિધા પણ મળી છે. 

 

શાહરૂખની પણ છે પાડોશી

4/5
image

હવે દીપિકા અને રણવીર સિંહનું 100 કરોડી ઘર બની તૈયાર છે. બાંદ્રામાં બનેલું આ ઘર શાહરૂખ ખાનના મન્નત બરાબર છે, જેથી દીપિકા અને રણવીર સિંહ કિંગ ખાનના પોડાશી પણ છે. 

માતૃત્વનો આનંદ માણી રહી છે

5/5
image

વર્કફ્રંટની વાત કરીએ તો દીપિકા છેલ્લે કલ્કિમાં જોવા મળી હતી અને આ સમયે માતૃત્વનો આનંદ લઈ રહી છે.