વિદેશોમાં ઉજવાતા વિકેન્ડ વિન્ડોની જેમ અમદાવાદમાં બનાવાયું શાંતા વિલેજ, બાળકો માટે એવા આકર્ષણ ઉભા કરાયા છે કે...

મૌલિક ધામેચા/અમદાવાદ: ક્રિસમસનો તહેવાર નજીક આવી રહ્યો છે. અમદાવાદમાં ખાસ વિકેન્ડ વિન્ડો દ્વારા સાન્તા વિલેજનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અમદાવાદનું સૌથી ઊંચું 30 ફૂટ ઊંચું ક્રિસ્મસ ટ્રી મુકવામાં આવ્યું છે. જે ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. સાંતા વિલેજમાં બાળકોને નવો અનુભવ કરાવવા માટે વાઈટ ફોરેસ્ટ, સ્ટાર ગેજીંગ અને પેટિંગ ઝુ પણ બનાવવામાં આવ્યું છે. 

1/5
image

અમદાવાદીઓ પહેલાથી જ કઈંક નવું જોવાનું પસંદ કરે છે અને વિકેન્ડ વિન્ડો અવનવી વસ્તુઓ શહેર માટે લાવવા માટે વખણાય છે. ત્યારે 2022ના વર્ષની સમાપ્તિના પર્વે લેવિશ ગ્રીન્સ, સિંધુ ભવન ખાતે 23 થી 25 મી ડિસેમ્બર દરમિયાન સાન્તા વિલેજનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદના બાળકોએ અત્યાર સુધી ન જોયેલ એક્સપિરિયન્સ આપવાના હેતુસર અમે સાન્તા વિલેજ નું આયોજન કર્યું છે.

2/5
image

30 ફિટના સૌથી ઊંચા ક્રિસ્મસ ટ્રીની સાથે આ ઇવેન્ટમાં નાના નાના ક્રિસ્મસ ટ્રી લઈને વાઈટ ફોરેસ્ટનું નિર્માણ કર્યું છે, જે બાળકોને ખુબ જ પસંદ આવી રહ્યું છે. અમદાવાદની આસપાસ ક્યાંય બાળકોને જંગલ જોવા મળતો નથી. તેથી તેમને અહીંયા નવું અનુભવ થશે. જોકે આજકાલ ઝૂનું કન્સટન્ટ ખુબજ ઓછું છે.

3/5
image

આ ઇવેન્ટમાં એક નાનકડા ઝૂનું નિર્માણ કર્યું છે. જેમાં નાના નાના પ્રાણીઓ મુખ્ય છે. જેમની સાથે બાળકો રમી શકે. 23મી ડિસેમ્બરે વર્ષની સૌથી લાંબી રાત્રી છે. જેમાં બાળકોને એસ્ટ્રોનોમીને ધ્યાનમાં રાખીને સ્ટાર ગેજીંગ દેખાડવામાં આવશે. જ્યા બાળકોને મનોરંજનની સાથે શિક્ષણ પણ મળી રહેશે.

4/5
image

વિકેન્ડ વિન્ડોના આયોજક મીરા શાહે જણાવ્યું કે “અમદાવાદના બાળકોએ અત્યાર સુધી ન જોયેલ એક્સપિરિયન્સ આપવાના હેતુસર અમે સાન્તા વિલેજનું આયોજન કર્યું છે. 30 ફિટના અમદાવાદના સૌથી ઊંચા ક્રિસ્મસ ટ્રીની સાથે અમે આ ઇવેન્ટમાં નાના નાના ક્રિસ્મસ ટ્રી લઈને વાઈટ ફોરેસ્ટ નું નિર્માણ કર્યું છે. જે બાળકોને ખુબજ ગમશે એની અમને ખાતરી છે, કારણ કે અમદાવાદની આસપાસ ક્યાંય બાળકોને જંગલ જોવા મળતો નથી. તેથી તેમને અહીંયા નવું અનુભવ થશે.

5/5
image

હાલ આજકાલ ઝૂનું કન્સેપટ ખુબ જ ઓછું  છે ત્યારે અમે આ ઇવેન્ટમાં એક નાનકડા ઝૂનું નિર્માણ કર્યું છે. જેમાં નાના નાના પ્રાણીઓ મુખ્ય છે. જેમની સાથે બાળકો રમી શકે. 23મી ડિસેમ્બરે વર્ષની સૌથી લાંબી રાત્રી છે. જેમાં બાળકોને એસ્ટ્રોનોમીને ધ્યાનમાં રાખીને સ્ટાર ગેજીંગ દેખાડવામાં આવશે. જ્યાં બાળકોને મનોરંજનની સાથે શિક્ષણ પણ મળી રહેશે.