તસવીરોમાં જુઓ ભગવાન જગન્નાથની જળયાત્રાની આખી વિધિ, હવે મામાના ઘરે જશે ભગવાન

ભગવાન જગન્નાથ ની 144 મી રથયાત્રા (rathyatra) પૂર્વે યોજાનારી જળયાત્રા નીકળી હતી. સોમનાથ ભુદરના આરે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને

Jun 24, 2021, 10:08 AM IST

ઝી મીડિયા/બ્યૂરો :ભગવાન જગન્નાથ ની 144 મી રથયાત્રા (rathyatra) પૂર્વે યોજાનારી જળયાત્રા નીકળી હતી. સોમનાથ ભુદરના આરે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને
ગૃહરાજય મંત્રી પ્રદીપસિંહ જાડેજાની હાજરીમાં પૂજાવિધિ કરાઈ હતી. તેના બાદ મંદિરમાં જળ લાવીને ભગવાન પર પાણીથી અભિષેક કરાયો હતો. સાબરમતી કિનારે મર્યાદિત લોકોની હાજરીમાં કોવિડ ગાઈડલાઈનના પાલન સાથે જળયાત્રાની પૂજાવિધિ થઈ રહી છે. આજથી 15 દિવસ ભગવાન પોતાના મામાને ઘરે રહેશે. 
 

1/11

આજે જેઠ સૂદ પૂનમના દિવસથી રથયાત્રાનો વિધિવત પ્રારંભ થયો છે. ત્યારે કોરોના કાળમાં સાદગીથી જળયાત્રા યોજવામાં આવી હતી. માત્ર 50 લોકોની હાજરીમાં જળયાત્રા નીકળી હતી. જળયાત્રામાં 5 ધ્વજપતાકા, 1 ગજરાજ અને એક કળશ જ રાખવામાં આવ્યા હતા. પરંપરા મુજબ 18 ગજરાજને મંદિરમાં રખાયા હતા. વિધિ મુજબ સાબરમતી નદીની આરતી ઉતારવામાં આવી હતી. મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગૃહરાજય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ નદીની આરતી ઉતારી હતી. ગંગાપૂજન કરીને પાણી કળશમાં ભરવામાં આવ્યા હતા. 

2/11

આજે ભગવાન જગન્નાથની ગુલાબી રંગના વસ્ત્રોનો શણગાર કરાયો હતો. ભગવાનને ચઢાવવાનું જળ સાબરમતી નદીમાંથી લેવામાં આવે છે. પરંતુ કોરોનાને કારણે કોઈ ઢોલ નગારાના તાલ નથી, સંગીત નથી, માત્ર સાદગીથી જળયાત્રા કાઢવામાં આવી હતી. પાણી લઈને જળયાત્રા નીજ મંદિર પરત ફરે છે, જ્યા ભગવાન પોતાના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે સરસપુરમાં મામાના ઘરે જશે. અહી તેમના લાડ લડાવવામાં આવે છે, અને તેમના ભાવતા ભોજન ધરાવવામા આવે છે. 

3/11

સાબરમતી નદીના પાણીથી પાંચ કળશ ભરીને જળયાત્રા મંદિર તરફ નીકળી હતી. સેવકોએ માથા પર કળશ ઉઠાવ્યા હતા

4/11

મંદિરના મુખ્ય દ્વાર બંધ રખાયા હતા. જેથી ભક્તો આજે જળયાત્રાના દર્શન નહિ કરી શક્યા ન હતા. જળયાત્રાથી રથયાત્રાનો 15 દિવસનો પડાવ બહુ જ વિશેષ ગણાય છે. 

5/11

ધજાનું પૂજન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ વિધિ પૂજન સાથે પાણીથી અભિષેક કરવામાં આવ્યું હતું. 

6/11

જળયાત્રામા કેસર, દૂધ, દહી અને આયુર્વેદિક ઔષધીઓનો અભિષેક કરવામાં આવે છે  

7/11

મંદિર પ્રાંગણમાં 18 ગજરાજોને સુંદર રીતે સજાવવામાં આવ્યા હતા. આ લ્હાવો લેવા દર વર્ષે મોટા પ્રમાણમાં ભક્તો આવતા હોય છે, પરંતુ આ વર્ષે કોઈ ભક્ત હાજર નથી

8/11

સરસપુરવાસીઓ બપોરે 3 વાગ્યા ભગવાનને મામાના ઘરે લઈ જવા માટે આવશે. તે માટે વિશેષ તૈયારીઓ શરૂ કરાઈ છે   

9/11

વિધિ બાદ ભગવાન ગજવેશનો વેશ ધારણ કરે છે. વર્ષનો આ એક જ દિવસ એવો હોય છે જેમાં ભગવા ગજવેશનો વેષ ધારણ કરતા હોય છે.

10/11

આ વર્ષે તો નગરનો નાથ રસ્તા પર નીકળવો જોઈએ તેવી આશા ભક્તો રાખી રહ્યા છે. ગત વર્ષે કોરોનાને કારણે રથયાત્રા નીકળી ન હતી.   

11/11

મંદિરમાં નાયબ મુખ્યમંત્રી અને ગૃહરાજ્યમંત્રી દ્વારા જળાભિષેક કરવામાં આવ્યો.