જળયાત્રા

તસવીરોમાં જુઓ ભગવાન જગન્નાથની જળયાત્રાની આખી વિધિ, હવે મામાના ઘરે જશે ભગવાન

ભગવાન જગન્નાથ ની 144 મી રથયાત્રા (rathyatra) પૂર્વે યોજાનારી જળયાત્રા નીકળી હતી. સોમનાથ ભુદરના આરે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને

Jun 24, 2021, 10:08 AM IST

ભગવાન જગન્નાથની જળયાત્રા નીકળી, નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રીની હાજરીમાં પૂજા થઈ

  • રથયાત્રાનો પહેલો પડાવ કહેવાતી જળયાત્રા કોરોનાકાળમાં સતત બીજા વર્ષે સાદગીથી કાઢવામાં આવી છે 

Jun 24, 2021, 09:05 AM IST

રથયાત્રાનો પહેલો પડાવ: આવતીકાલે નીકળનારી જળયાત્રા માટે મંદિરમાં તૈયારીઓ શરૂ

ભગવાન જગન્નાથ ની 144 મી રથયાત્રા (rathyatra) પૂર્વે યોજાનારી જળયાત્રાને લઈ જગન્નાથ મંદિરમાં જોરશોરથી તૈયારીઓ શરૂ થઈ છે. 108 કળશ મૂકવા માટેના સ્ટેન્ડને શણગારવાની કામગીરી મંદિર પરિસરમાં શરૂ કરી દેવામાં આવી છે. આ વર્ષે કોરોનાની ગાઈડલાઈન મુજબ જળયાત્રા (jalyatra) નીકળશે. જેમાં માત્ર કળશ, 5 ધ્વજ પતાકા  સાથે 1 ગજરાજનો સમાવેશ જળયાત્રામાં કરવામાં આવશે. આવતીકાલે 24 જૂનના દિવસે જળયાત્રા નીકળશે. 

Jun 23, 2021, 12:59 PM IST

રથયાત્રાની જળયાત્રાને મળી મંજૂરી, 108 ને બદલે માત્ર 5 કળશમાં પાણી ભરાશે

144 મી ભગવાન જગન્નાથજી મંદિરની રથયાત્રાને પગલે મિટિંગનો દોર પૂર્ણ થયો છે અને રથયાત્રા (rathyatra) પહેલા યોજાતી જળયાત્રાને મંજૂરી મળી છે. 108 કળશને બદલે માત્ર 5 કળશ સાથે જળયાત્રા યોજવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમજ જળયાત્રામાં કોઈ પણ ભજન મંડળી સામેલ નહિ થઈ શકે. આ વર્ષની જળયાત્રામાં નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હાજર રહેશે. 24 જૂનના દિવસે જળયાત્રા યોજાનાર છે. 

Jun 18, 2021, 01:17 PM IST

Video : ભૂદરના આરે થયું ગંગાપૂજન, નાયબ મુખ્યમંત્રીના હસ્તે કરાઈ જળયાત્રાની વિધિ

દર વર્ષની જેમ ધામધૂમથી નહિ, પરંતુ અત્યંત સાદગીથી આજે રથયાત્રા ( Rathyatra 2020) પહેલાની જળયાત્રા નીકળી હતી. જગન્નાથ મંદિર દ્વારા આ મહત્વની વિધિનું અત્યંત સાદગીભર્યું આયોજન કરાયું હતું. વિધિમાં તમામ લોકો માસ્ક પહેરેલા જોવા મળ્યા હતા. પરંતુ સાદગી છતાં કોરોના મહામારીમાં વિધિમાં કોઈ કચાશ રાખવામાં આવી ન હતી. મહંત દિલીપદાસજીએ સમગ્ર પૂજા કરાવી હતી. ડેપ્યુટી સીએમ હાજર રહ્યા હતા. જળયાત્રા (Jal yatra) ની વિધિ તેમના હસ્તે કરવામાં આવી હતી. નીર કળશમાં ભરીને ભગવાન જગ્નાથના મંદિરે લઈ જવામાં આવ્યા છે. ડેપ્યુટી સીએમ નહોતા આવવાના, પરંતુ અંતિમ ઘડીએ તેઓ આવી પહોંચ્યા હતા. દર વર્ષે ધામધૂમથી આ વિધિ કરાતી હોય છે, પરંતુ કોરોના મહામારીને કારણે આ વિધિ સાદગીથી કરાઈ હતી. જળ ભર્યા બાદ પૂજા કરવામાં આવી હતી. ગંગા પૂજનનો અનેરો અવસર સાબરમતી રિવરફ્રન્ટ પર જોવા મળ્યો હતો. તો જળ ભર્યા બાદ નદીના મધ્યમાં જઈને પૂજા કરાઈ હતી. દિલીપદાસજી અને નાયબ મુખ્યમંત્રીએ બોટમાં નદીમાં મધ્યમાં જઈને સાબરમતીના નીરને કળશમાં ભર્યા હતા. 

Jun 5, 2020, 09:31 AM IST

કોરોનાને કારણે આજે અત્યંત સાદગીથી નીકળશે ભગવાન જગન્નાથની જળયાત્રા

ભગવાન જગન્નાથ ની રથયાત્રા પહેલા જળયાત્રા નીકળતી હોય છે. પરંતુ આ વર્ષે કોરોના મહામારીને કારણે ખૂબ જ સાદગી સાથે જમાલપુર જગન્નાથ મંદિરથી રિવરફ્રન્ટ ભુદરપુરાના આરે જળયાત્રા નીકળશે. જળયાત્રા માટે માત્ર થોડી સજાવટ કરવામાં આવી છે અને આરા પર પૂજા વિધિ કર્યા બાદ સાબરમતી નદીના નીર કળશમાં લઈ જઈ ભગવાન જગન્નાથનો અભિષેક કરવામાં આવશે. જોકે જે રીતે દરવર્ષે ધામધૂમ અને ઢોલનગારા, બળદ ગાડા વગરે સામેલ થાય છે, તેવુ આ આજે કંઈ જ જોવા નહિ મળે. માત્ર જગન્નાથ મંદિરના ટ્રસ્ટીઓ અને મહંતની હાજરી રહેશે. 

Jun 5, 2020, 08:04 AM IST

અષાઢી બીજ - 400 વર્ષ જૂની પરંપરાને સાચવે છે ગુજરાતનું આ ગામ, વહુઓ નાંખે છે વડીલોના માથા પર પાણી

ગઈકાલે દેશભરમાં રથયાત્રાનો પર્વ ઉજવાયો હતો. જેમાં ભગવાન જગન્નાથના રથ ભાઈ-બહેનની સાથે નગરચર્યા કરવા નીકળે છે. આ પ્રથા સમગ્ર ભારતમાં એક જ પ્રકારે ઉજવાય છે. ત્યારે કચ્છના નખત્રાણા તાલુકાના વિથોણમાં અષાઢી બીજના પાવન અવસર પર ગામના વડીલો પર જળાભિષેક કરાય છે. આ ગામ લગભગ 400 વર્ષની પરંપરાને આજે પણ જીવંત રાખે છે. ગઈકાલે અષાઢી બીજના તહેવારની અહીં અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિના વરસાદે ગામની શેરીઓમાં પાણી વહી નીકળ્યાં હતાં. ગામની નવોઢાઓએ વડીલોને પિતૃભાવે અષાઢી સ્નાન કરાવ્યું હતું, ત્યારબાદ દરેક શેરીઓમાં પાણીની છોળો ઉડી હતી. 

Jul 5, 2019, 12:17 PM IST

શું તમને ખબર છે કેમ રથયાત્રા બાદ ભગવાનના રથ આખી રાત મંદિરની બહાર મૂકાય છે?

142મી રથયાત્રા ગઈકાલે અષાઢી બીજના દિવસે શાંતિપૂર્ણ સંપૂર્ણ થઈ હતી. રથયાત્રામાં ક્રમમાં સૌથી પહેલો બાલભદ્રનો રથ હોય છે, વચ્ચે બહેન સુભદ્રા અને અંતિમ રથ ભગવાન જગન્નાથનો હોય છે. તેથી આ ક્રમે જ રથ નિજ મંદિરમાં પહોંચ્યા હતા. આમ, ત્રણેય રથ ગઈકાલે શાંતિપૂર્ણ માહોલમાં મંદિરમાં પહોંચ્યા હતા. જગતના નાથની શાંતિપૂર્ણ માહોલમાં નગરચર્યા સંપન્ન થઇ હતી. ત્યારે ત્રણેય રથ નિજમંદિરમાં લાઇનમાં ગોઠવી દેવામાં આવ્યા હતા અને મહંત દિલિપદાસજી દ્વારા ભગવાન જગન્નાથની નજર ઉતારીને આરતી કરવામાં આવી હતી. ભગવાન આખી રાત મંદિરની બહાર રથમાં જ બિરાજમાન રહેશે. વહેલી સવારે મંગળા આરતી કરીને ભગવાના જગન્નાથને મંદિરમાં પ્રવેશ કરવામાં આવશે. પણ, શું તમને ખબર છે કે કેમ રથને આખી રાત મંદિરની બહાર રાખવામાં આવે છે, આ પાછળ છે એક ચોકક્કસ કારણ.

Jul 5, 2019, 08:42 AM IST
Jay_Jagatnath. PT17M

નિજ મંદિરે પહોંચ્યા છતા તમામ રથ પ્રભુ સહિત બહાર રખાશે ! જાણો કારણ

કોમી એખલાસ સાથે અમદાવાદમાં યોજાતી ઐતિહાસિક રથયાત્રા સંપન્ન થઇ હતી. રથ મંદિરે પહોંચ્યા બાદ આખી રાત બહાર જ રહેશે. કથા અનુસાર લક્ષ્મીજી ભગવાનથી રિસાઇ જાય છે અને મહેલનાં દરવાજા બંધ કરી દે છે. જેના કારણે મામાના ઘરેથી પરત ફરેલા પ્રભુએ બહાર રહીને જ રાત પસાર કરવી પડે છે. સવારે મંગળા આરતી સાથે પ્રભુની મંદિરમાં પધરામણી થશે

Jul 5, 2019, 12:20 AM IST
Rathyatra arti PT14M18S

રથયાત્રા પહોંચી નિજ મંદિરે, આરતીનાં કરો દર્શન

142મી રથયાત્રાનું શાંતિપુર્વક સમાપન થઇ ચુક્યું છે. મંદિરે રથ પહોંચ્યા બાદ પ્રભુની આરતી ઉતારવામાં આવી હતી. આરતીમાં લાખો ભક્તો ઉમટી પડ્યા હતા.

Jul 5, 2019, 12:15 AM IST

અમદાવાદ રથયાત્રા 2019 : મોસાળમાં મોહનનું મામેરુ કરનાર કાનજીભાઈના આંખમાંથી આંસુ આવી ગયા

આજે અષાઢી બીજ છે. આજના આ પાવન દિવસે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્ર સાથે નગરચર્યાએ નીકળ્યા છે. મોસાળ સરસપુરમાં ભગવાનને મામેરું ચઢાવવામાં આવ્યું. આ મામેરામાં સોનાનો ઢોળ ચડાવેલ દોઢ કિલોનો હાર, સોનાની 3 વીંટી અને ત્રણ દોરા ચડાવવામાં આવ્યા છે. આ વર્ષે ભગવાન જગન્નાથનું મામેરું કરવાની તક શાહીબાગમાં રહેતા કાનજી પટેલને મળી છે. 20 વર્ષ અગાઉ તેમણે મામેરા માટે નામ નોંધાવ્યું હતું, અને આ વર્ષે તેમનું નામ આવ્યું છે. કાનજીભાઈ વાજતેગાજતે તેમનો પરિવાર ભગવાનનું મામેરુ લઈ આવ્યા હતા. આ પ્રંસગે તેમની આંખમાંથી આસુ આવી ગયા તેવું તેમણે ઝી 24 કલાક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.

Jul 4, 2019, 01:59 PM IST

અમદાવાદ : રથયાત્રા નીકળે તે પહેલા જ મંદિરની બહાર બેહોશ થઈ હતી મહિલા

અમદાવાદની રથયાત્રા સુખશાંતિથી સંપન્ન થાય તેવુ દરેક ભાવિક ભક્ત ઈચ્છતો હોય છે. તેથી જ અમદાવાદ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવે છે, જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને. લાખોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા ઉમટી પડતા હોવાથી સાવચેતી રાખવી જરૂર બની જાય છે. આવામાં રથયાત્રા શરૂ થાય તે પહેલા જ મંદિરની બહાર એક મહિલા બેભાન થઈ હતી.

Jul 4, 2019, 12:46 PM IST

Photos : એક ક્લિકમાં જુઓ કેવા સજાવાયા છે ભગવાન જગન્નાથ અને તેમના ભાઈ-બહેનને...

અમદાવાદના આંગણે રંગેચંગે રથયાત્રા નીકળી છે. 19 કિલોમીટરના રુટ પર રથયાત્રા ધીરે ધીરે અનેક વિસ્તારો વટાવી રહી છે. ત્યારે ત્રણેય રથ ધીરે ધીરે આગળ વધી રહ્યાં છે. ત્રણેય રથા જ્યાં જ્યાંથી પસાર થઈ રહ્યાં છે ત્યાં દર્શન માટે શ્રદ્ધાળુઓની ભીડ જામેલી છે. ત્યારે અનેક લોકો નથી જાણતા કે, ભગવાનના ત્રણેય રથ ક્રમમાં નીકળતા હોય છે. ભારતના કોઈ પણ ખૂણે નીકળતી રથયાત્રામાં ત્રણેય રથનો ક્રમ વિધીવિધાન મુજબ જાળવવામાં આવે છે, અને એ જ ક્રમમાં રથયાત્રા નીકળતી હોય છે. તો બીજી તરફ, અમદાવાદની રથયાત્રામાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામનો વેશની તસવીરો પણ જોઈ લો.

Jul 4, 2019, 12:12 PM IST

અમદાવાદ રથયાત્રા 2019 Photos : 19 કિલોમીટરના રથયાત્રાના રુટ પર શું શું જોવા મળી રહ્યું છે, જુઓ

ભગવાન જગન્નાથની આજે 142મી રથયાત્રા નીકળી છે. જેને કારણે અમદાવાદના અનેક રસ્તાઓ ભક્તિરસથી તરબોળ થઈ ગયા છે. રથયાત્રામાં નીકળેલા ભગવાન જગન્નાથના દર્શન ઉપરાંત રથયાત્રામાં સામેલ થયા ગ્રૂપ, ટેબ્લો, પ્રદર્શન પણ આકર્ષણમય બની જાય છે. ત્યારે 142મી રથયાત્રામાં 101 ટ્રક ટેબ્લો જોડાયા છે. જે અલગ અલગ થીમ પર તૈયાર કરવામાં આવ્યા છે.  

Jul 4, 2019, 10:32 AM IST

પીએમ મોદીએ ટ્વિટર પર પોતાની રથયાત્રાની જૂની તસવીર શેર કરી

આજે ભગવાન જગન્નાથની 142મી રથયાત્રાની નીકળી છે. મુખ્યમંત્રી તરીકે સૌથી વધુ વખત પહિંદ વિધી કરીને રેકોર્ડ બનાવનાર પીએમ મોદી હવે ભલે દિલ્હીમાં છે. પરંતુ જગતના નાથની રથયાત્રાના મહાપર્વમાં તેઓ હંમેશા યાદ કરાય છે. ત્યારે આજે તેમણે ટ્વિટરના માધ્યમથી ભારતભરના નાગરિકોને રથયાત્રાની શુભેચ્છાઓ પાઠવી છે. 

Jul 4, 2019, 09:40 AM IST

પહેલીવાર અમદાવાદ રથયાત્રાની લંબાઈ ઘટી, 400થી 500 મીટર ટૂંકી થઈ

રથયાત્રાને પગલે સૌથી વધુ ચર્ચાતી બાબત તેની લંબાઈ હોય છે. પોલીસ કાફલા સાથે નીકળતી રથયાત્રાનો પહેલો છેડો અને અંતિમ છેડો ક્યાં હોય છે, રથયાત્રા કેટલી લાંબી હોય છે તે જાણવામાં દરેકને રસ હોય છે. ત્યારે 2019ની રથયાત્રાની લંબાઈ ઘટી ગઈ છે. ડીસીપીથી નીચેના પોલીસ અધિકારીઓની ગાડીઓ કાફલામાં ન જોડાતા રથયાત્રા ટૂંકી થઈ છે. 

Jul 4, 2019, 07:27 AM IST

દિલ્હીથી પીએમ મોદીએ રથયાત્રાનો પ્રસાદ મોકલાવ્યો, જુઓ શું શું મોકલાવ્યું

આજે અમદાવાદમાં રંગેચંગે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી છે. મોટી સંખ્યામાં સવારથી જ અમદાવાદ વાસીઓ રથયાત્રામાં જોડાયા છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ પીએમ મોદી દ્વારા આ વર્ષે પ્રસાદ મોકલવામાં આવ્યો હતો. આ વર્ષે પણ પીએમ મોદી દ્વારા ભગવાન જગન્નાથને પણ પ્રસાદ અર્પણ કરવામાં આવ્યો હતો. 

Jul 4, 2019, 06:16 AM IST
Rath Yatra Special: Parth Oza and Hemant Chauhan Sur Sandhya PT24M29S

જાગો જગન્નાથ: જુઓ ગુજરાતના સિતારાઓના કંઠે જગતના નાથની આરાધના

ભગવાન જગન્નાથની રથયાત્રા પહેલાં ઝી 24 કલાક દ્વારા સ્પેશિયલ પોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે. આજે સુરસંધ્યામાં સાંભળો હેમંત ચૌહાણના કંઠે જગતના નાથની આરાધના

Jul 3, 2019, 05:10 PM IST

અમદાવાદના આ રસ્તાઓ પરથી પસાર થશે રથયાત્રા, જાણી લો રુટ અને કયા રસ્તાઓ બંધ રહેશે

આવતીકાલે અષાઢી બ્રિજના દિવસે અમદાવાદની ગલીઓ વચ્ચેથી રંગેચંગે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે. ત્યારે શ્રદ્ધાળુઓ ભક્તિભાવથી આ દિવસની રાહ જોતા હોય છે. જમાલપુરમાં આવેલ ભગવાન જગન્નાથના મંદિરથી નીકળનારી 142મી રથયાત્રાને પગલે ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. રથયાત્રામાં 25 હજાર પોલીસ કર્મચારી ખડેપગે રહેશે. 22 કિલોમીટરની રથયાત્રા રૂટમાં બોમ્બ સ્કોડ અને એનએસજી કમાંડોની ટીમ પણ હાજર રહેશે. તો 45 સ્થળોએ 94 સીસીટીવી કેમેરાથી રથાયાત્રા પર નજર રખાશે. ત્યારે રથયાત્રાનો રુટ શું રહેશે અને રથયાત્રાને પગલે આવતીકાલે કયા કયા રસ્તા બંધ કરવામાં આવ્યા છે તેની માહિતી અમદાવાદ પોલીસે આપી હતી.

Jul 3, 2019, 04:05 PM IST

રથયાત્રા અપડેટ્સ : આંખે પાટા બાંધેલા ભગવાનને સોના વેશ પહેરાવાયો, 16 ગજરાજની પૂજા કરાઈ

ભગવાન જગન્નાથની રથયાત્રાને હવે ગણતરીના કલાકોની વાર છે, ત્યારે અમદાવાદના મંદિરમાં તૈયારીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. મંદિર પરિસર ઢોલ અને શરણાઈના અવાજથી ગુંજી ઉઠ્યું છે. આવતીકાલે વહેલી સવારે રંગેચંગે ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળશે.

Jul 3, 2019, 11:20 AM IST