PHOTOS: લાંબા સમય બાદ બચ્ચન પરિવાર સાથે જોવા મળી એશ્વર્યા રાય, છૂટાછેડાના સમાચાર ખોટા સાબિત થયા?
Dhirubhai Ambani School Annual Day 2024: બોલિવૂડ સેલિબ્રિટીઝના મોટાભાગના બાળકો ધીરુભાઈ અંબાણી સ્કૂલમાં અભ્યાસ કરે છે. શાહરૂખ ખાનનો પુત્ર અબરામ અને બિગ બીની પૌત્રી આરાધ્યા પણ આ શાળામાં અભ્યાસ કરે છે. શાળામાં વાર્ષિક દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બોલિવૂડના તે તમામ સ્ટાર્સે હાજરી આપી હતી જેમના બાળકો સ્કૂલમાં ભણતા હતા.
અનુઅલ ડે ફંક્શનમાં સાથે પહોંચ્યો બચ્ચન પરિવાર
આ તકે અમિતાભ બ્ચન પુત્રવધૂ એશ્વર્યા રાયની સાથે એક ફ્રેમમાં જોવા મળ્યા તો અભિષેક બચ્ચનની સાથે એશ્વર્યા સ્પોટ થઈ. આ તસવીરો સામે આવ્યા બાદ ફેન્સ બંને વચ્ચે સમાધાન થઈ ગયું હોવાની સંભાવના વ્યક્ત કરી રહ્યાં છે.
બ્લેક કપડામાં અભિષેક
આરાધ્યાના સ્કૂલ ફંક્શનમાં બચ્ચન પરિવાર એક સાથે જોવા મળ્યો. આ તકે અભિષેક બચ્ચને બ્લેક કલરનું જેકેટ અને બ્લેક ટ્રાઉઝર પહેર્યું હતું.
અપ્સરા લાગી એશ્વર્યા રાય
ઐશ્વર્યા રાય પણ અભિષેક સાથે સ્પોટ થઈ. આ અવસર પર એશે કાળા રંગનો કામદાર સૂટ પણ પહેર્યો હતો, જેમાં મલ્ટી થ્રેડ સાથે એમ્બ્રોઇડરી કરવામાં આવી હતી. લાઈટ મેક-અપ, લાલ લિપસ્ટિક અને ખુલ્લા વાળ સાથે અભિનેત્રી કોઈ અપ્સરાથી ઓછી દેખાતી નહોતી.
તસવીરો વાયરલ
એશ્વર્યા જ્યારે કારથી નીચે ઉતરી તો તેનો લુક મિનિટોમાં છવાઈ ગયો. અભિનેત્રીએ મેચિંગ બ્લેક કલરનું પર્સ અને તે પ્રકારના હાઈ હીલ્સના સેન્ડલ પહેર્યા હતા.
ગ્રે સૂટમાં જોવા મળ્યા અમિતાભ બચ્ચન
તો અમિતાભ બચ્ચન ગ્રે કલરના કોટ અને બ્લેક કલરના પેન્ટની સાથે જોવા મળ્યા હતા.
એક ફ્રેમમાં બચ્ચન પરિવાર
આ ત્રણેયનો એક ફ્રેમમાં ફોટો જોઈ ફેન્સનો ચહેરો ખીલી ગયો. આ ફોટોમાં એશ્વર્યા કોઈને ગળા મળતી જોવા મળે છે.
છૂટાછેડાના સમાચાર વચ્ચે પરિવાર સાથે જોવા મળી એશ
તમને જણાવી દઈએ કે, ઐશ્વર્યા અને અભિષેકના લગ્ન જીવનમાં ઘણા સમયથી વિવાદ હોવાના સમાચાર હતા. છૂટાછેડાના સમાચાર પણ ચર્ચામાં રહ્યા. પરંતુ આ તસવીરો સામે આવતા જ ચાહકો બંને વચ્ચે સમાધાનની અટકળો લગાવી રહ્યા છે.
Trending Photos