Ranbir Alia Wedding: આલિયા-રણબીર કે કેટરીના-વિક્કી, કોનો લુક છે વધુ દમદાર?

Ranbir Kapoor Alia Bhatt Wedding: બોલીવુડના સ્ટાર કપલ આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે ગુરૂવારે જીવનભર માટે એકબીજાનો હાથ પકડી લીધો છે. દુલ્હા અને દુલ્હનની પહેલી તસવીરો સોશિયલ મીડિયા પર આવતાં જ છવાઇ ગઇ છે. લોકો તસવીરો જોઇને જોરદાર પ્રશંસા કરી રહ્યા છે. પરંતુ અહીં એક વાત બીજી જોવા મળી રહી છે કે લોકો તાજેતરમાં લગ્ન કરનાર રણબીરની એક ગર્લફ્રેંડ કેટરીના કેફના લગ્નની તસવીરોને લઇને બંને કપલની તુલના કરી રહ્યા છે. અહીં અમે તમને આલિયા-રણબીર અને કેટરીના-વિક્કીની તસવીરો બતાવવા જઇ રહ્યા છીએ. તેને જોઇને તમે પણ જણાવો કે કયા કપલનું વેડિંગ લુક વધુ સુંદર છે...

કયું કપલ છે વધુ પરફેક્ટ

1/5
image

બોલીવુડમાં લોકોના સંબંધ બનતા બગડતા રહે છે, સેલેબ્સ ભલે જ આ જૂના સંબંધોને ભૂલી જાય પરંતુ સમયાંતર પર તેમના ફેન્સને આ તૂટેલા સંબંધની યાદ આવી જાય છે. એવું જ કંઇક આજે થયું જ્યારે રણબીર અને આલિયાના લગ્નના ફોટા વાયરલ થયા છે. લોકો આ કપલની તુલના કેટરીના કેફ અને વિક્કી કૌશલથી કરી રહ્યા છે. 

બંને કપલ છે એકદમ પ્યારા

2/5
image

પરંતુ આ તસવીરોને જ્યારે આપણે એક નજરે જોઇએ તો બંને કપલ પ્રેમમાં ડૂબેલા થયા અને પોતાના લગ્નને એંજોય કરતા જોવા મળી રહ્યા છે. 

કેટરીના લગ્નના લાલ જોડામાં અને આલિયાનો ક્યૂટ લુક

3/5
image

બંને દુલ્હનોની વાત કરીએ તો આલિયાએ પોતાના લગ્નમાં ખૂબ સિંપલ લુક રાખ્યો, નો હેવી મેકઅપ સાથે આલિયા અને રણબીર મેચિંગ ડ્રેસમાં જોવા મળ્યા. તો બીજી તરફ કેટરીનાએ લાલ જોડામાં લગ્ન કર્યા વિક્કીએ ગોલ્ડન શેરવાની સાથે સોનામાં સુગંધ મળી કર્યું.  

મંડપમાં બંનેની સ્માઇલ

4/5
image

આ તસવીરોમાં આપણે જોઇ શકો છો કે આ બંને કપલ પોતાના લગ્નના મંડપમાં આ મૂમેંટને દિલથી મહેસૂસ કરતાં ખુશ જોવા મળી રહ્યા છે. દિલની ખુશી અને પ્રેમ આ બંને કપલની સુંદરતામાં ચાર ચાંદ લાગી રહ્યા છે. 

લગ્નમાં થઇ ખૂબ ધમાલ

5/5
image

પરંતુ એક અંતર આ બંને લગ્નમાં રહ્યા, તે આ કે કેટરીના અને વિક્કીએ પ્રાઇવેટ વેડિંગ રાખી, જ્યારે આલિયા-રણબીરના લગ્નની ધૂમ બોલીવુડથી માંડીને સોશિયલ મીડિયા સુધી જોવા મળી. કોઇ નથી બોલતું એટલે મારે બોલવું પડશે.