આ દેશમાં એકપણ નથી ભિખારી, સરકારે આપે છે ઘર અને ખાવા માટે ભોજન
Bhutan Amazing facts: ભારતનો પડોશી દેશ ભૂટાન તેની પ્રાકૃતિક સુંદરતા અને અનન્ય સંસ્કૃતિ માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. એવું કોણ હશે જે આ દેશની યાત્રા કરવા માંગતું નહી હોય? તમને જણાવી દઈએ કે ભૂતાન તેની સરહદ ચીન અને ભારત સાથે વહેંચે છે.
Bhutan Amazing facts: ભારતનો પડોશી દેશ ભૂટાન તેની પ્રાકૃતિક સુંદરતા અને અનન્ય સંસ્કૃતિ માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. એવું કોણ હશે જે આ દેશની યાત્રા કરવા માંગતું નહી હોય? તમને જણાવી દઈએ કે ભૂતાન તેની સરહદ ચીન અને ભારત સાથે વહેંચે છે. તેના વિશે ઘણા રસપ્રદ તથ્યો છે જે સાંભળીને તમે ચોંકી જશો.
સમગ્ર વિશ્વમાં ટ્રાફિક જામને કંટ્રોલ કરવા માટે સર્કલ અથવા રસ્તાઓ પર ટ્રાફિક લાઇટ લગાવવામાં આવે છે. તેમાં હાજર લાલ, પીળી અને લીલી લાઇટો આપણને આગળ વધવાના અને રોકવાના સંકેતો આપતી, પરંતુ ભૂતાનમાં એવું બિલકુલ નથી. તમને જણાવી દઈએ કે ભૂટાનમાં ટ્રાફિક લાઇટ નથી. અહીં માત્ર ટ્રાફિક પોલીસ જ ટ્રાફિકનું સંચાલન કરે છે.
આ દેશની સૌથી મોટી ખાસિયત એ છે કે અહીં સારવાર બિલકુલ મફત છે. તમને જણાવી દઈએ કે ભૂટાનમાં સરકાર દ્વારા કોઈપણ પ્રકારની સારવાર માટે ઉપયોગમાં લેવાતી દવાઓ પણ મફત આપવામાં આવે છે. પરંપરાગત અને શાસ્ત્રીય દવાઓ બંને અહીં સામાન્ય છે.
ભૂટાનની બીજી ખાસિયત એ છે કે અહીં તમને કોઈ બેઘર કે ભિખારી નહીં મળે. તમને જણાવી દઈએ કે આ દેશમાં સરકાર તમામ લોકોને રહેવા માટે ઘર અને ખાવા માટે ભોજનની ગેરંટી આપે છે. એટલા માટે આ દેશમાં કોઈ વ્યક્તિ ભૂખ્યો સૂતો નથી.
ભૂતાન વિશ્વનો એકમાત્ર કાર્બન નેગેટિવ દેશ છે. તેનો અર્થ એ છે કે આ દેશ જેટલો વધુ કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરે છે, તેટલો વધુ તે શોષી પણ લે છે. જો આખી દુનિયાએ કાર્બન ઉત્સર્જન ઘટાડવાનું શીખવું હોય તો તેણે ભૂટાન પાસેથી શીખવું જોઈએ.
ભૂટાનમાં 1999થી પ્લાસ્ટિકની થેલીઓ પર પ્રતિબંધ છે. આ દેશમાં કાયદો છે કે 60 ટકા જમીન જંગલ હોવી જોઈએ. તો બીજી તરફ અહીંના નાગરિકોને પ્લાસ્ટિકના વિકલ્પ તરીકે શણની બેગ, ઘરે બનાવેલી કેરી બેગ અને હાથથી વણાયેલી કેરી બેગના ઉપયોગ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.
Trending Photos