તો ગુજરાતમાં હવે પૂર જેવો વરસાદ આવશે! હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી ભયંકર આગાહી
Ambalal Patel Prediction about Rainfall: રાજ્યમાં ચોમાસું ચાલી રહ્યું છે અને વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આ વચ્ચે હજુ શ્રાવણ મહિનામાં પણ ગુજરાતમાં મેઘરાજા ભુક્કા બોલાવી દેવાના છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતમાં વરસાદ અંગે નવી આગાહી કરી છે.
અંબાલાલ પટેલની આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું કે દક્ષિણ ગુજરાતમાં ઓફશોર ટ્રફ અને રાજસ્થાનમાં લો પ્રેશર બનતા રાજ્યભરમાં વરસાદ પડશે. અંબાલાલે કહ્યું કે ભારે વરસાદને કારણે રાજ્યના કેટલાક ભાગમાં પૂરની સ્થિતિ સર્જાય શકે છે. આગામી 12થી 15 ઓગસ્ટ વચ્ચે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં લો પ્રેશર સિસ્ટમ બનશે. બંગાળની ખાડીમાં ઉપસાગરની સિસ્ટમની અસર 17 ઓગસ્ટ બાદ થશે. જ્યારે 26 ઓગસ્ટે સિસ્ટમ બનશે. જેના કારણે ગુજરાતમાં 28 ઓગસ્ટ સુધી વરસાદ રહેશે.
ગુજરાતમાં હવે પૂર જેવો વરસાદ આવશે
દક્ષિણ ગુજરાતમાં ધમાકેદાર ધોધમાર વરસાદથી પૂર આવશે તેવી શક્યતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. ગુજરાતમાં સાર્વત્રિક વરસાદના માહોલ વચ્ચે અંબાલાલ પટેલની આગાહી આવી છે. અંબાલાલ પટેલે કહ્યું કે, ઓગસ્ટમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ આવી શકે છે. દક્ષિણ ગુજરાતમાં પૂરની સ્થિતિ બની શકે છે. દક્ષિણ સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી અને ભાવનગરના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. જામનગરમાં હળવાથી ભારે વરસાદ આવી શકે છે. તો ઉત્તર સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થઈ શકે છે. કચ્છમાં ભારે વરસાદી ઝાપટાં આવી શકે છે. ઉત્તર મધ્ય ગુજરાતના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ રહેશે. કેટલાક ભાગોમાં ભારે વરસાદ આવી શકે છે.
તેમણે વધુમાં કહ્યું કે, ઉત્તર ભારતમાં લો પ્રેશર બનતા બહોળા વિસ્તારમાં પૂર્વ ભારત, મહારાષ્ટ્ર, કચ્છ બહોળો વિસ્તાર વરસાદનો બનશે. સાયક્લોનિક સર્ક્યુલેશન બનતા ઉત્તર ભારતથી મહારાષ્ટ્ર સુધી વરસાદ થઈ શકે છે. ચોમાસાની ધરી દક્ષિણ તરફ હોવાના કારણે ૩૦ જૂલાઈ સુધી ગુજરાતમાં સારો વરસાદ થશે. ઓગસ્ટ માસમાં સારા વરસાદી ઝાપટાં આવશે. ૧૬ થી ૨૨ ઓગસ્ટમાં વરસાદ આવી શકે છે.
આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યું છે, ગુજરાતના દક્ષિણ ઝોનમાં વરસાદી જોર વધશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, સુરત, ભરૂચ સહિતના વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ ઉભી થઈ શકે છે. સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી અને ભાવનગરના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી પણ અંબાલાલ પટેલે કરી છે. જામનગરમાં હળવાથી ભારે વરસાદ આવી શકે છે. તો ઉત્તર સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થઈ શકે છે. કચ્છમાં ભારે વરસાદી ઝાપટાં આવી શકે છે. આગામી સાત દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરી છે.
ગુજરાતમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી નવસારી, વલસાડ, દમણમાં અતિભારે વરસાદની આગાહી નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપીમાં ભારે વરસાદની આગાહી અમદાવાદ, ગાંધીનગર, ખેડામાં ભારે વરસાદની આગાહી નડિયાદ, જૂનાગઢ, અમરેલીમાં ભારે વરસાદની શક્યતા ભાવનગર, પોરબંદર, દ્વારકામાં ભારે વરસાદની આગાહી બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં મધ્યમ વરસાદની આગાહી મહેસાણા, પાટણમાં પણ મધ્યમ વરસાદની શક્યતા રાજ્યના અન્ય જિલ્લાઓમાં હળવા વરસાદની શક્યતા.
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે આગામી સાત દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. સુરત, નવસારી, વલસાડ, દમણ અને, દાદરા નગર હવેલીમાં આજે રેડ અલર્ટ સાથે અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે. તો બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી,ખેડા, દાહોદ, મહીસાગર, નર્મદા, ભરૂચ, ડાંગ અને તાપીમાં આજે ઓરેન્જ અલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. અન્ય જિલ્લાઓમાં આજે ભારે વરસાદ સાથે યેલો અલર્ટ જાહેર કરાયું છે. આમ, આગામી બે દિવસ રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાત્મક ઑફશોર ટ્રફ અને રાજસ્થાનમાં લો પ્રેસર બનતા રાજ્યમાં વરસાદ આવશે. અમદાવાદમાં આજે ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે. તેથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.
Trending Photos